અમેરિકાની સરકાર અને 48 રાજયોએ ફેસબુક વિરુદ્ધ સમાનાંતર એન્ટીટ્રસ્ટ કાનૂની દાવાના કેસો દાખલ કર્યા છે. વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની પર મોનોપોલી ઊભી કરવા અને નાના હરીફોને હટાવવા માટે બજારમાં તેના મોખરાના સ્થાનનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ફેડરલ ટ્રેડ કમિશન અને 48 રાજ્યોના એટર્ની જનરલોએ બુધવારે કંપની સામે કેસ દાખલ કરવાની કાર્યવાહી શરુ કર્યા બાદ ફેસબુકના શેરમાં કડાકો બોલાઈ ગયો હતો. ન્યુયોર્કના એન્ટરની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વવાળા દ્વિપક્ષીય ગઠબંધને આરોપ લગાવ્યો છે કે ફેસબુકે પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે એક સુનિયોજિત રણનીતિ ઘડી છે. તેમાં 2021માં નજીકના હરીફ ઇન્સ્ટાગ્રામનું એક્વિઝિશન કર્યું હતું અને 2014માં મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપ ખરીદી હતી. સોફ્ટવેર ડેવલપર્સ સામે સ્પર્ધા વિરોધી રીતસમોનો ઉપયોગ કરવાનો આરોપ છે.

ફેડરલ ફરિયાદ અનુસાર ફેસબુકના આ કાર્યપદ્ધથી સ્પર્ધાને નુકસાનન પહોંચ્યું છે, ગ્રાહકો માટે સોશિયલ નેટવર્કિંગના મર્યાદિત વિકલ્પ રહી ગયા છે અને જાહેરાત આપનારાઓને હરીફાઈનો લાભ મળ્યો નથી. ફેસબુકના ઉપાધ્યક્ષ અને જનરલ કાઉન્સિલ જેનિફર ન્યુસ્ટેન્ડે ફરિયાદનો વિરોધ કરતા તેને ઇતિહાસને બદલવાનો પ્રયત્ન ગણાવ્યો હતો.