Vol. 3 No. 230 About   |   Contact   |   Advertise 7th January 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં નવું લોકડાઉન: શાળા-કોલેજો, રેસ્ટોરેન્ટ્સ બંધ

કોરોનાવાઇરસનો દેશવ્યાપી રોગચાળો નવા પ્રકારના વાયરસના કારણે હતાશાજનક અને ભયજનક સ્થિતીમાં છે ત્યારે વડા પ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડમાં અને નીકોલા સ્ટર્જને સ્કોટલેન્ડમાં નવા કોરોનાવાયરસ લૉકડાઉનની જાહેરાત કરી છે. વેલ્સમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માટે 18 જાન્યુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડની શાળાઓમાં હજૂ ઓનલાઇન શિક્ષણ અપાશે.

Read More...
બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ મંજૂર

યુરોપિયન યુનિયન – બ્રસેલ્સ સાથે વડાપ્રધાન બોરિસ જોન્સનને બ્રેક્ઝિટ વેપાર સોદો કરવામાં સફળતા મળી હતી અને તેને 14 કલાકની પાર્લામેન્ટરી પ્રોસેસ બાદ કાયદામાં પસાર કરાયા પછી મહારાણીએ તેને શાહી સંમતિ પણ આપી હતી. વડા પ્રધાન બોરિસ જોન્સને એક જ દિવસમાં યુરોપિયન યુનિયન (ભાવિ સંબંધ) બિલ પસાર કરવા બદલ સાંસદો અને પોતાના સાથીદારોનો આભાર માન્યો હતો.

Read More...
વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી

યુકેમાં કોરોના વાઈરસનો રોગચાળો જંગલની આગની માફક ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન બોરિસ જોન્સને તેમની ભારતની આગામી મુલાકાત રદ કરી છે. ભારતે તેમને 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વિકાર્યું હતું.

Read More...
ભારતમાં ઓક્સફર્ડ, ભારત બાયોટેકની કોરોના વેક્સિનને મંજૂરી

કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભારતની નિયમનકારી સંસ્થા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કોવિશીલ્ડ વેક્સિન ઓક્સફર્ડે વિકસાવી છે અને ભારતમાં તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે.

Read More...
અમેરિકામાં ધાર્મિક આસ્થાના પ્રતિક 10 જોવાલાયક સ્થળોમાં સ્વામિનારાયણ મંદિર, ગુરદ્વારા, ઈસ્લામિક સેન્ટરનો સમાવેશ

માનવજાત અને સમાજ વ્યવસ્થાના ઉદભવના પગલે માનવીય આસ્થા અને તેનું પાલન સદીઓથી ચાલી આવતી પરંપરા છે. ધાર્મિક આસ્થાના પાલનના ભાગરૂપે ભવ્યાતિભવ્ય મંદિરો, દેવળો, ગુરુદ્વારા, કે મસ્જિદોનું નિર્માણ પણ આદિકાળથી થતું આવ્યું છે.

Read More...
ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીને બ્રિટનમાં મંજૂરી: રસી આપવાની શરૂઆત થઇ

કોરોનાવાયરસને અટકાવવા માટે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રેઝેનેકા દ્વારા વિકસિત રસીને બ્રિટનમાં ઉપયોગ માટે મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સરકારે આ રસી વાપરવા માટેની ભલામણને સ્વીકાર્યા બાદ સોમવાર તા.

Read More...
નવા લોકડાઉન દરમિયાન બિઝનેસ અને નોકરીઓની સુરક્ષા માટે £4.6 બિલીયનની ગ્રાન્ટ્સ મંજૂર

ચાન્સેલર ઋષી સુનકે નવા લોકડાઉન દરમિયાન બિઝનેસ અને નોકરીઓની સુરક્ષા માટે £4.6 બિલીયનની ગ્રાન્ટ્સ મંજૂર કરી છે. વસંત ઋતુ સુધી વ્યવસાયોને સહાય કરવા માટે દરેક મિલકત દીઠ £ 9,000ની કિંમતની એક વખતની સહાય દરેક રીટેઇલ, હોસ્પિટાલીટી અને લેઝર બિઝનેસીસને આપવાની જાહેરાત કરી છે.

Read More...
ટ્રમ્પે એચ-1બી અને અન્ય વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાયો

અમેરિકામાં વિદાય લઈ રહેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક અમેરિકન્સના લાભ માટે એચ-૧બી વિઝા સહિત વિદેશી વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરનો પ્રતિબંધ ૩૧મી માર્ચ સુધી લંબાવ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી નવા વર્ષે ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સને મોટો ઝાટકો લાગ્યો છે.

Read More...
સરકાર કોરોના વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જઃ રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર કોવિડ-19ના સામેના વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જ છે. હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.

Read More...
ઉતરાયણમાં ધાબા પર પરિવારના માત્ર 5-7 લોકો જ એકઠા થઈ શકશે

ઉતરાયણના તહેવારના સંદર્ભમાં મહત્ત્વની જાહેરાત કરતાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના મહામારી ફેલાય નહી તે માટે પતંગઉત્સવ રદ કર્યો છે.

Read More...

  Sports
મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં ભારતનો ધમાકેદાર વિજય

ભારતીય ક્રિકેટ ટીમે એડીલેઈડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં નામોશીભર્યો પરાજય વહોર્યા પછી મેલબોર્નમાં રમાયેલી બીજી – બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ધમાકેદાર વિજય મેળવ્યો હતો. આ રીતે, હવે ચાર ટેસ્ટ મેચની આ સીરીઝ 1-1થી બરાબરીમાં આવી ગઈ છે.

Read More...
સ્લો ઓવર રેટ માટે ઓસ્ટ્રેલિયાને 40% મેચ ફી દંડ, ચાર પોઈન્ટ કપાયા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મેલબોર્ન ટેસ્ટમાં સ્લો ઓવર રેટ બદલ મેચ ફીના 40 ટકાનો દંડ કરાયો હતો તેમજ આઈસીસીની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ચાર પોઈન્ટ પણ કપાયા હતા. આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂનના નિર્ણય મુજબ ઓસ્ટ્રેલિયન ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી બોલિંગ કરી હતી.

Read More...
આઈસીસીનો કોહલીને દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાના દાયકાના શ્રેષ્ઠ ખેલાડીઓના એવોર્ડની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. વિતેલા દાયકામાં વિશ્વ ક્રિકેટ પર છવાઈ રહી વર્ચસ્વ સ્થાપિત કરનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડીકેડના એવોર્ડથી સન્માનિત કરાયો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
એશિયાના સૌથી મોટા શ્રીમંતનું મુકેશ અંબાણીનું બિરૂદ ચીની બિઝનેસમેનને ફાળે ગયું

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઇ ગયું હતું. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ બિરુદ છીનવી લીધું હતું.
66 વર્ષીય ઝોંગ શાનશન હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા હતા. પત્રકાર, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થ કેરમાં પોતાનો હાથ અજમાવી ચુકેલા ઝોંગે મુકેશ અંબાણી અને જેક માને પાછળ મૂકી દીધા હતા. બ્લૂમબર્ગ મિલેનિયર્સ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઝોંગની સંપત્તિ 70.9 બિલિયન ડોલર્સ વધીને 77.8 બિલિયન ડોલર્સ થઇ ગઇ હતી. 2020ના વર્ષમાં ઝોંગની સંપત્તિમાં થયેલા આ વધારાના પગલે તેઓ વિશ્વના પરના સૌથી અમીર વ્યક્તિમાં 11મા સ્થાને પહોંચી ગયા હતા.

Read More...
ચીનના બિલિયોનેર જેક મા બે મહિનાથી ગાયબ?

ચીનની ટોચના ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક અને ચીનના એક સમયના નંબર વન ધનાઢ્ય ઉદ્યોગપતિ જેક મા છેલ્લા બે મહિના ગુમ થયા હોવાનું માનવામાં આવે છે. ચીનની નિયમનકારી સંસ્થાઓએ જેક માના એન્ટ ગ્રૂપ સામે કાર્યવાહી કર્યા બાદ આ અબજોપતિ બે મહિનામાંથી જાહેરમાં દેખાયા નથી. ચીનની સરકારે તેમને દેશ ન છોડવાની પણ તાકીદ કરી હતી.

Read More...
સોનામાં વર્ષ 2020માં 28% વળતર મળ્યુંઃ શેરબજારમાં 15 ટકા રિટર્ન

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે અનિશ્ચિતતાના સમયગાલામાં સેફ હેવન ગણાતા સોનામાં વર્ષ 2020 દરમિયાન રોકાણકારોને 28.21 ટકા જેટલું ઊંચું વળતર મળ્યું હતું. આ વળતર છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ છે. આની સામે ભારતના શેરબજારમાં આશરે 15 ટકા વળતર મળ્યું હતું.

Read More...
એફડીઆઇ નિયમોના કથિત ભંગ બદલ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ

ભારત સરકારે સીધા વિદેશી રોકાણના નિયમોના કથિત ઉલ્લંઘન માટે ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને વૉલમાર્ટની માલિકની ફ્લિપકાર્ટ સામે તપાસ કરવાનો પહેલી જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો. સરકારે તપાસ ચાલુ કરવા ઈડી અને આરબીઆઈને સૂચના આપી હતી

Read More...
ભારતમાં જીએસટીની આવક રૂ.1.15 લાખ કરોડના વિક્રમ સ્તરે

કોરોના મહામારીમાંથી ભારતના અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત મળ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) મારફત સરકારની આવક ડિસેમ્બર 2020માં રૂ. 1,15,174 કરોડ થઈ હતી, જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ આવક છે.

Read More...
  Entertainment

લાઇવ પર્ફોમન્સ માટે ઉર્વશી રૌતેલાએ 15 મિનિટના રૂ. 4 કરોડ લીધાં

દર વર્ષે 31 ડિસેમ્બરની રાતે નવા વર્ષની ઉજવણી માટે જુદાં જુદાં સ્થળે જાતજાતના કાર્યક્રમો યોજાતા હોય છે. ઘણી સંસ્થાઓ ફિલ્મસ્ટારો કે અન્ય સેલીબ્રિટીઓને બોલાવીને લાઇવ પરફોર્મન્સ યોજતા હોય છે. જેમાં દરેક સ્ટાર પોતપોતાની રીતે ચાર્જ કરતો હોય છે. પરંતુ આ વખતે ઉર્વશી રતોલા જેવી અભિનેત્રીએ મોકો જોઇને અધધધ મહેનતાણું લીધું છે.
રિપોર્ટને સાચો માનીએ તો, ઉર્વશી રતોલાએ પલાઝો વર્સાચેમાં નવા વરસના એક કાર્યક્રમમાં હિસ્સો લેવાની છે.

Read More...

આમીરખાને લગ્નની 15મી એનિવર્સરી ગીરના જંગલમાં ઉજવી

સુપરસ્ટાર આમીર ખાને પોતાના લગ્નની 15મી એનિવર્સરી ક્રિસમસના વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સાસણ ખાતે પરિવાર સાથે ગીરના જંગલમાં ઉજવી હતી. અનેક ધૂમ મસ્તી સાથે અને ગીતોની રમઝટ વચ્ચે પરિવાર સાથે રજાનો માહોલ ગાળ્યો હતો, સાથે આ તકે તેની સાસણ મુલાકાત ખુબ જ જોરદાર અને અહીના જંગલ અને સિંહોથી પ્રભાવિત બનીને તેના પર ફ્લ્મિ બનાવવા પણ વિચારી શકે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Read More...

સલમાનની ટાઇગર સિરિઝની ત્રીજી ફિલ્મનું માર્ચથી શૂટિંગ

સુપરસ્ટાર સલમાન ખાન અને અભિનેત્રી કેટરિના કૈફની જોડી ફરી સાથે આવી રહી છે. તેમની એક થા ટાઇગર ફિલ્મ હિટ રહી છે. ટાઇગર જિન્દા હૈ બાદ તેની ત્રીજી ફ્રેન્ચાઇઝી બનાવવાની તૈયારી થઇ ગઇ છે. આ ફિલ્મનુ શૂટિગમ આગામી માર્ચથી શરૂ કરવાની યોજના છે.

Read More...

માઇકલ જેક્સનનું રેન્ચ 22 મિલિયન ડોલરમાં વેચાયું

પોતાના સંગીતથી દુનિયાભરને ઘેલી કરનાર પોપ સ્ટાર માઇકલ જેકસન આજે હયાત નથી. તેનું અવસાન જૂન ૨૦૦૯માં થયું હતું. તે લોસએન્જલસના પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. કહેવાયું હતું કે, તેનું મૃત્યું હૃદયરોગના હુમલાના કારણે થયું હતું.

Read More...

માધુરી દીક્ષિત વેબસિરિઝમાં આવી રહી છે

વીતેલા વર્ષોની ટોચની અભિનેત્રી માધુરી દીક્ષિતે લગ્ન પછીય એક ફિલ્મમાં કામ કર્યું હતું. હજુય તેનો અભિનય-પ્રેમ ઓછો થયો નથી અને થોડા સમયમાં એ ફરી પડદા પર કામ કરી રહી છે અને તેનું નિર્માણ કર્યું છે કરણ જોહરે આ વેબસીરિઝનું નામ છે, ‘ધ એકટ્રેસ’.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store