કોરોના મહામારીમાંથી ભારતના અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત મળ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) મારફત સરકારની આવક ડિસેમ્બર 2020માં રૂ. 1,15,174 કરોડ થઈ હતી, જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ આવક છે. ડિસેમ્બર 2019માં રૂ.1.03 કરોડની જીએસટીની આવક કરતાં તે 12 ટકા વધું છે. ચાલુ નાણાકીય વર્ષના સતત ત્રીજા મહિના જીએસટી કલેક્શન રૂ.1 લાખ કરોડના મનોસંવેદી આંકને પાર કરી ગયું છે.

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020માં SGST તરીકે રૂ. 27,804 કરોડ, CGST તરીકે રૂ. 21,365 કરોડ અને IGST તરીકે રૂ.57,426 કરોડની આવક થઈ હતી. આ સિવાય સેસ તરીકે સરકારને રૂ.8,579 કરોડની આવક થઈ છે. નવેમ્બર 2020માં સરકારનું GST કલેક્શન રૂ.104963 કરોડ રહ્યું હતું.

નાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મંદીના સમયમાંથી પસાર થઈ રહેલી અર્થવ્યવસ્થા માટે સારા સંકેત છે. કે દેશની અર્થવ્યવસ્થામાં આશા કરતા ઝડપી રિકવરી અને GSTની ચોરી કરનારા લોકો પર સખ્તાઈના કારણે ડિસેમ્બરમાં GST કલેક્શનમાં વધારો થયો હતો. મંત્રાલયે કહ્યું કે નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે કુલ 87 લાખ GSTR-3B રિટર્ન ફાઈલ થયા હતા.