પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઉતરાયણના તહેવારના સંદર્ભમાં મહત્ત્વની જાહેરાત કરતાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના મહામારી ફેલાય નહી તે માટે પતંગઉત્સવ રદ કર્યો છે. તહેવારના દિવસે પરિવારના 5-7 લોકો જ પોતાના મકાનની અગાસીએ પતંગ ઉડાવે તો વાંધો નહીં આવે. મકાનના ધાબા પર 50 લોકોથી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉતરાયણમાં કેટલા લોકો ધાબા પર ભેગા થઇ શકશે તે અંગેના વધુ નિયમોની આગામી દિવસોમાં જાહેરાત કરાશે અને એક ધાબા પર 50 જેટલા લોકો ભેગા ન થવા જોઈએ. વધુ લોકો ધાબા પર ભેગા ન થાય તે જરૂરી છે. હાલ કોરોના સામે આપણે લડી રહ્યા છીએ એવામાં ઉજવણી કોરોના વકરાવી શકે છે.