Vol. 3 No. 231 About   |   Contact   |   Advertise 13th January 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સામુહિક રસીકરણ ઝુંબેશ : પુખ્ત વયના દરેકને પાનખર સુધીમાં કોવિડ રસી અપાશે

ઇંગ્લેન્ડના લોકોને સામુહિક ધોરણે રસી આપવા માટે દેશને સાત વેક્સીનેશન સુપર સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યો છે અને બીજા નાના મોટા 1200 રસી કેન્દ્રોની મદદથી યુકેમાં વસતા પુખ્ત વયના દરેક વ્યક્તિને પાનખર ઋતુ સુધીમાં કોવિડની રસી આપવાનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે.

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના માનમાં નીસ્ડન મંદિર સામેના રોડનું નામ ‘પ્રમુખ સ્વામી રોડ’ કરાયું

નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર રીતે ‘પ્રમુખ સ્વામી રોડ’ કરવામાં આવ્યું છે.

Read More...
ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. વેક્સિનેશન માટે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતામાં આવશે.

Read More...
રીપબ્લિકન્સથી નારાજ કોર્પોરેટ્સે ફંડ બંધ કર્યા

કેપીટોલ હુમલા પછી તથા પ્રમુખપદે વરાયેલા જો બાઈડેનના વિજયને ગત સપ્તાહે પડકારતો મત આપનારા રીપબ્લિકનો સામે કોર્પોરેટ જગતની નારાજગી વધી છે. કેટલાક કોર્પોરેટ્સે તો આવા રીપબ્લિકનોના પ્રચાર ભંડોળમાં કાપ મુકવા અથવા બંધ કરવા સુધીની ધમકી આપી છે.

Read More...
ભારતમાં સુપ્રીમ કોર્ટનો ત્રણ કૃષિ કાયદા પર સ્ટેઃ મંત્રણા માટે સમિતિ બનાવી

સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણ કૃષિ કાયદાના અમલને મોકૂફ રાખ્યો હતો તથા આંદોલનકારી ખે઼ડૂતો અને સરકાર વચ્ચે મંત્રણા માટે કૃષિ નિષ્ણાતોની સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આક્રમક વલણથી આશરે એક મહિનાથી દિલ્હીની સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે અને મોદી સરકારને ફટકો પડ્યો છે.

Read More...
વેક્સિનનો પ્રથમ સ્ટોક અમદાવાદ આવી પહોંચ્યો

કોરોના સામે રસીકરણ અભિયાન 16મી જાન્યુઆરીથી ચાલુ થવાનું છે ત્યારે એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટ મારફત વેક્સિનનો 2.76 લાખનો સ્ટોક સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એરપોર્ટ પર આવીને વેક્સિનના વધામણાં કર્યા હતા.

Read More...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીનું (94) શનિવારે ગાંધીનગરમાં નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદગતને ટ્વીટર દ્વારા શ્રદ્ધાંજલી પાઠવીને તેમના જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકીનું ખૂબ મહત્ત્વનું પ્રદાન હતું.

Read More...
અમેરિકાના ઈતિહાસની સૌથી કલંકિત ઘટનાઃ કેપિટોલ હિલમાં ટ્રમ્પના સેંકડો સમર્થકોની હિંસા, પાંચનાં મોત

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ સંસદ ભવન કેપિટલ હિલમાં ધુસી ગયા હતા અને તેનાથી થયેલા હિંસામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા થયા હતા અને ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી.

Read More...
ટ્રમ્પનું શું થશેઃ બરતરફી, ઈમ્પીચમેન્ટ કે પછી કઈં નહીં?

બહુ વગોવાયેલા, અમેરિકાના ઈતિહાસના સૌથી બેજવાબદાર તેમજ કલંકિત ગણાવાયેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પના ભાવિનો ફેંસલો આ સપ્તાહે, આગામી એક-બે દિવસોમાં લેવાશે.

Read More...
ભારત- બ્રિટન વચ્ચે ફ્લાઇટનો ફરી પ્રારંભ

ભારત અને બ્રિટન વચ્ચે મર્યાદિત ફ્લાઇટનો શુક્રવારે ફરી પ્રારંભ થયો હતો. બ્રિટન નવા પ્રકારના કોરોના વાઇરસને પગલે ભારત સરકારે 23 ડિસેમ્બરે બંને દેશો વચ્ચેની ફ્લાઇટ પર હંગામી પ્રતિબંધ મૂક્યો હતો.

Read More...

  Sports
અશ્વિન, વિહારીએ બોલર્સને થકવી નાખ્યા, સીડની ટેસ્ટ ડ્રો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ સોમવારે ડ્રો થઈ હતી. ભારતે બીજી ઈનિંગમાં ખૂબજ મક્કમપણે બેટિંગ કરી ઓસ્ટ્રેલિયન બોલર્સને થકવી નાખ્યા હતા અને એકંદરે ભારત માટે ડ્રો પણ વિજય જેટલો જ મહત્ત્વનો રહ્યો હતો.

Read More...
ચોથી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં જ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સીરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બ્રિસ્બેનમાં જ રમાશે. આ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલીએ સોમવારે એક નિવેદનમાં સમર્થન આપ્યું હતું.

Read More...
સીડનીમાં સિરાજ, બુમરાહ સામે રેસિસ્ટ કોમેન્ટ્સનો હોબાળો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી

સીડની ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકો દ્વારા રેસિસ્ટ કોમેન્ટ સતત બે દિવસ કરાતાં હોબાળો થયો હતો. મેચના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય ખેલાડીઓને કોમેન્ટ્સના નિશાન બનાવાયા હતા.

Read More...
ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક મેન્સ ટેસ્ટમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા અધિકારી બની

ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા મેચ અધિકારી બની છે. ન્યૂ સાઉથ વેલ્સની 32 વર્ષની પોલોસાક મેચમાં ચોથા અમ્પાયર નિમાઈ હતી.

Read More...
બ્રિસ્બેન ટેસ્ટ માટે ભારતની ઈજાગ્રસ્તોની યાદીમાં બુમરાહનો ઉમેરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાવાની છે. આ મેચમાં ભારત માટે ઈજાગ્રસ્ત ખેલાડીઓની લાંબી યાદીના કારણે ટીમની પસંદગીનું કાર્ય મુશ્કેલ છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અમદાવાદ અને ધોલેરા વચ્ચે મોનો રેલ ચાલુ થશે

ગુજરાતમાં ઉભરી રહેલા ધોલેરા સ્માર્ટ સિટી અને અમદાવાદ વચ્ચે મોનો રેલ પ્રોજેક્ટને ગુજરાત સરકારને આખરે મંગળવારે મંજૂરી આપી હતી. તેનાથી અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વચ્ચે મોનો રેલ દોડાવવાની કામગીરીનો પ્રારંભ થશે. આ પ્રોજેક્ટ્સ કામગીરી ચાલુ થયાના 36 મહિનામાં પૂરો થવાનો અંદાજ છે. આ મોનોરેલ ગુજરાતની પ્રથમ હશે.
ગુજરાત સરકારે આ માટેના રુ.6,000 કરોડના માસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ(MRTS)ના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંગળવારે મંજૂરી આપી હતી. જે પ્લાન્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ ધોલેરા અને ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદને એકબીજા સાથે જોડશે.

Read More...
બજાજ ઓટો વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન ટુ વ્હિલર કંપની બની

બજાજ ઓટો વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન ટુ વ્હિલર કંપની બની હતી. પહેલી જાન્યુઆરીએ કંપનીનું માર્કેટકેપ રૂ.1 લાખ કરોડ વટાવી ગયા બાદ કંપનીએ આ સિદ્ધી હાંસલ કરી હતી.
બજાજ ઓટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીનું બજારમૂલ્ય દેશની બીજી ટુ વ્હિલર કંપનીઓ કરતાં ઘણું ઊંચું છે. એનાલિસ્ટ્સને ટાંકીને કંપનીએ જણાવ્યું હતું કે વિશ્વની કોઇપણ ટુ વ્હિલર કંપનીએ અત્યાર સુધી રૂ.1 લાખ કરોડનું બજારમૂલ્ય હાંસલ કર્યું નથી. બજાજ તેના 75 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આ સિમાચિહ્ન હાંસલ કર્યો છે.

Read More...
ડાયમંડ સિટી સુરત IT હબ બનાવવાની તૈયારી: 2 વર્ષમાં 1,600 IT કંપની ખૂલી

ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું આઇટી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં માત્ર બે વર્ષમાં આશરે 1,600 નાની-મોટી આઈટી કંપનીઓ ખૂલી છે. વિદ્યાર્થીઓ સુરત આવી પોતાની કંપની ખોલી રહ્યા છે. ભવિષ્યમાં સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરવામાં આવી છે અને સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરાશે

Read More...
ભારતમાં કારની ખરીદી માટે 1-10 મહિના સુધીનો વેઇટિંગ પિરિયડ

કોરોના મહામારીને કારણે જાહેરની જગ્યાએ ખાનગી પરિવહન વધારો થતાં ભારતમાં કારની માગમાં વધારો થયો છે અને તેનાથી દેશમાં કાર લેવા માટે 1-10 મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2020માં મોટા ભાગની કાર કંપનીઓના વેચાણમાં વધારો થયો હતો. મારુતિ સુઝુકીનું વેચાણ 2020ના ડિસેમ્બર મહિનામાં આશરે 1.41 લાખ યુનિટ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો દર્શાવે છે.

Read More...
વડાપ્રધાન મોદીએ 450 કિમી લાંબી કોચી-મેંગલોર ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા 450 કિમી લાંબી કોચી-મેંગલોર નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાઇપલાઇન પ્રોજેક્ટ્સમાં કુલ 3,000 કરોડનો ખર્ચ થયો હતો. પાઇપલાઇન એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલ્લપુરમ, કન્નૂર અને કાસરગોડ જિલ્લીમાં થઇને પસાર થાય છે. આ તમામ જિલ્લાને આ પાઇપ લાઇનથી સીધો ફાયદો થશે.

Read More...
  Entertainment

જોન અબ્રાહમની આ વર્ષે છ ફિલ્મો રજૂ થશે

અભિનતા જોન અબ્રાહમની નવા વર્ષમાં એક પછી એક છ ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં સત્યમેવ જયતે ટુ, અટેક, મુંબઇ સાગા, પઠાન અને એક વેલન ટુનો સમાવેશ છે. જોકે તેમાંથી મુંબઇ સાગા ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે. આ માટે સંજય ગુપ્તાને તગડી રકમ મળી હોવાની વાત છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર મુંબઇ સાગાને રિલીઝ કરવાનો ફેંસલો લેવાયો છે. અમેઝોન પ્રાઇમ વીડિયો અને ફિલ્મ મેકર સંજય ગુપ્તા વચ્ચે મુંબઇ સાગાને લઇને ડીલ થઇ ગઇ છે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉન પહેલા જ પુરુ કરવામાં આવ્યું હતું અને હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડકશન સ્ટેજમાં છે. મુંબઇ સાગા એક પીરિયડ ગેંગસ્ટર ફિલ્મ છે. જે ૮૦ના દાયકા પર આધારિત છે. જોકે વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર વને જે ધબડકો કર્યો છે તે જોઇને ઓટીટી પ્લેટફોર્મ હવે સજાગ થઇ ગયું છે.

Read More...

ડેડલી ફિલ્મમાં બીગ બી અને સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના

દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ અભિનેત્રી ફાઇનલ કરવામાં વધુ સમયલાગ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને લેવામાં આવી છે. બોલીવૂડ સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ફિલ્મ ડેડલી માટે રશ્મિકાને નવોદિતા તરીકે રૂપિયા છ કરોડ જેટલી તગડી રકમ આપવામાં આવી છે.
ફિલ્મ નિર્માતા જલદી જ રશ્મિકાના નામની ઘોષણા કરવાના છે. રશ્મિકાની આ બીજી ફિલ્મ હશે. રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ મિશન મજનૂથી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.
ફિલ્મ ડેડલી સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતુ ંકે, નિર્માત્રી એકતા કપૂર એક જાણીતો ચહેરો આ ફિલ્મમાં ઇચ્છતી હતી.

Read More...

અદાણી ગ્રુપ કરણ જોહર સાથે હાથ મિલાવશે

2021નુ વર્ષ બોલીવૂડ માટે કેવુ પૂરવાર થશે તે કહેવુ તો વહેલુ છે પણ બોલીવૂ઼ડના જાણીતા પ્રોડયુસર કરણ જોહર માટે નવુ વર્ષ સારી ખબર લઈને આવ્યુ છે.
કરણ જોહરની ફિલ્મ નિર્માણ કંપની ધર્મા પ્રોડકશનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ગ્રૂપ પાર્ટનરશીપ કરવા જઈ રહ્યુ છે.ગૌતમ અડાણી ધર્મા પ્રોડ્ક્શનમાં 30 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.આ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરુ થઈ ચુકી છે.

Read More...

ટોચના કલાકારો હવે ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા

કોરોનાના કારણે થિયેટરો બંધ રહેતા મોટા નિર્માતાઓ તેમ જ કલાકારો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે. હૃતિક રોશન, અક્ષય કુમાર, શાહિદ કપૂર અને કપિલ શર્મા તેમજ સોનાક્ષી સિંહા જેવા અગ્રણી કલાકારો પણ હવે ઓટીટી પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. હૃતિક રોશન બ્રિટિશ સીરીઝ ધ નોટિ મેનેજરની હિંદી રિમેકમાં જોવા મળવાનો છે. જેનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટસના અનુસાર હૃતિકે આ માટે રૂપિયા ૭૦-૮૦ કરોડ ચાર્જ કર્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store