વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા 450 કિમી લાંબી કોચી-મેંગલોર નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા 450 કિમી લાંબી કોચી-મેંગલોર નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાઇપલાઇન પ્રોજેક્ટ્સમાં કુલ 3,000 કરોડનો ખર્ચ થયો હતો. પાઇપલાઇન એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલ્લપુરમ, કન્નૂર અને કાસરગોડ જિલ્લીમાં થઇને પસાર થાય છે. આ તમામ જિલ્લાને આ પાઇપ લાઇનથી સીધો ફાયદો થશે. આ પાઇપ લાઇનથી ઉદ્યોગો અને કારખાનાંને નેચરલ ગેસની સુવિધા મળશે

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે વન નેશન વન ગેસ ગ્રીડ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આ પાઇપલાઇનથી કેરળ અને કર્ણાટક બંને રાજ્યોને લાભ થશે અને ઉદ્યોગોના ખર્ચા ઓછા થશે. કેરળ અને કર્ણાટક બંને રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ આ પ્રસંગે હાજર હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ પાઇપ લાઇનથી કેરળ અને કર્ણાટક બંને રાજ્યોની આર્થિક વ્યવસ્થાને લાભ થશે. આ પાઇપ લાઇન એ વાતનો જીવંત પુરાવો છે કે વિકાસને કેન્દ્રમાં રાખીને સૌ સાથે મળીને કામ કરે તો ઘણો લાભ થઇ શકે છે. ક્લાયમેટ ચેંજની દ્રષ્ટિએ્ પણ આ પાઇપ લાઇન મહત્ત્વની છે. આ પાઇપ લાઇનનું નિર્માણ જાહેર ક્ષેત્રની કંપની ગેઇલ દ્વારા કરવામા આવ્યું છે. આ પાઇપ લાઇનના પગલે સીએનજી અને પીએનજી સેક્ટરને સીધો લાભ થશે.