Vol. 3 No. 294 About   |   Contact   |   Advertise June 10, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વડાપ્રધાન જૉન્સન વિશ્વાસનાે મત જીતી ગયા

ડાઉનિંગ સ્ટ્રીટ અને સરકારી કચેરીઓમાં કોવિડ કાયદાનો ભંગ કરીને યોજાયેલી પાર્ટીઓના ઉઝરડા અને પાર્ટીગેટ કૌભાંડોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વડા પ્રધાન બોરિસ જૉન્સન તેમના નેતૃત્વ સામે કન્ઝર્વેટિવ પાર્ટીના જ સાથી સંસદસભ્યો દ્વારા પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા અવિશ્વાસના મતમાંથી પાતળી અને શરમજનક કહેવાય તેવી 63 મતની બહુમતી સાથે બચી ગયા છે. તા. 6 જૂનના રોજ સાંજે યોજાયેલા મતદાનમાં 211 સાંસદોએ વડા પ્રધાનની તરફેણમાં તેમજ 148 સાસંદોએ તેમની વિરુદ્ધમાં મત આપ્યા હતા.

Read More...
સૌના દિલ જીતતા મહારાણી

બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ બીજાના પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની અવર્ણનીય આદર અને રાષ્ટ્રપ્રેમ સાથે લાખ્ખો લોકોએ બ્રિટનભરમાં ઉજવણી કરી બ્રિટનને રાણીમય બનાવી દીધું હતું.

Read More...
મિનિસ્ટર્સ બેન વોલેસ, લિઝ ટ્રસ અને ઋષિ સુનક વડા પ્રધાન બનવાની રેસમાં

પાર્ટીગેટ અને અન્ય કૌભાંડોના પરિણામે કન્ઝર્વેટીવ પાર્ટીમાં વડા પ્રધાન બોરિસ જૉન્સનનું સમર્થન અને વર્ચસ્વ તૂટી રહ્યું છે ત્યારે મિનિસ્ટર્સ બેન વોલેસ, લિઝ ટ્રસ અને ઋષિ સુનક વડા પ્રધાન બનવાની રેસમાં ટોચ પર છે.

Read More...
Click Full Screen
ડો. વિવેક મૂર્તિએ હેલ્થ વર્કર પર કામના ભારણ અને અછત મુદ્દે ચેતવણી આપી

યુનાઇટેડ સ્ટેટ્સના સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ તાજેતરમાં દેશભરમાં હેલ્થ વર્કરની અછતનું સંકટ નિવારવા તાત્કાલિક જરૂરિયાત ઉજાગર કરતી નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

Read More...
ભાજપનના 41માં સ્થાપના દિનની ઉજવણી

કેન્દ્ર સહિત દેશના સંખ્યાબંધ રાજ્યોમાં સત્તા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 6 એપ્રિલે પોતાના સ્થાપના દિવસ ઉજવણી કરી હતી.

Read More...
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને ઇડીનું સમન્સ

નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવાર 1જૂને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.

Read More...
Click Full Screen
યોગીએ અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહની આધારશીલા મૂકી

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બુધવાર, 1 જૂને અયોધ્યા ખાતેના રામમંદિરના ગર્ભગૃહની આધારશિલા મૂકી હતી.

Read More...
પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર હાર્દિક પટેલ આખરે ગુરુવાર, 2 જૂને ભાજપમાં જોડાઈ ગયો છે.

Read More...
વિવાદમાં સપડાયેલા કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી વિરામ લીધો

ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પત્ની રેશમાએ અન્ય યુવતી સાથે ઝડપી પડ્યાનો વિડીયો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો.

Read More...
Click Full Screen
વડોદરાની યુવતીના અનોખા લગ્નમાં અનેકવિધ આફત

વડોદરાની એક યુવતીએ એકાદ અઠવાડિયા પહેલા પોતાના લગ્ન અંગે કરેલી અભૂતપૂર્વ વાતથી શહેરના અને ગુજરાતના સામાજિક માહોલમાં, સોશિયલ મીડિયામાં ધમાચકડી મચી ગઈ છે.

Read More...
ભારતમાં ચોમાસામાં 103% અને ગુજરાતમાં 106% વરસાદની આગાહી

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ વર્ષે બમ્પર કૃષિ ઉત્પાદનની આશા વધુ મજબૂત બની છે. હવામાન વિભાગે મંગળવાર, 31મેએ આ વર્ષના ચોમાસા માટેની આગાહીમાં સુધારો કર્યો છે અને જણાવ્યું છે કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.

Read More...
ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાના રીઝલ્ટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. ધોરણ 10ની પરીક્ષાનું 65.

Read More...

  Sports
ઈગા સ્વીઆટેકના શિરે ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો તાજ

વિશ્વની પ્રથમ ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી, પોલેન્ડની ઈગા સ્વીઆટેકે પોતાની સફળતાની ડ્રીમ રન આગળ ધપાવતા ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો તાજ ગયા સપ્તાહે હાંસલ કર્યો હતો.

Read More...
વર્લ્ડ રેકોર્ડ સાથે નડાલ ફ્રેન્ચ ઓપનમાં ૧૪મી વખત ચેમ્પિયન

સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે રવિવારે પેરિસમાં વર્લ્ડ રેકોર્ડ 22મા ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટાઈટલ સાથે ફ્રેન્ચ ઓપનનો તાજ પણ હાંસલ કર્યો હતો.

Read More...
ઈંગ્લેન્ડનો નવ ટેસ્ટ બાદ આખરે ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટે વિજય

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે ટેસ્ટ કારકિર્દીની ૨૬મી સદી સાથે અણનમ ૧૧૫ રન કરી ઈંગ્લેન્ડના ટેસ્ટ વિજય માટેનો નવ ટેસ્ટના ઈંતજારનો અંત લાવ્યો હતો અને ન્યુઝીલેન્ડ સામે ટીમનો પાંચ વિકેટે વિજય થયો હતો.

Read More...
એશિયા કપ હોકીમાં જાપાન સામે વિજય સાથે ભારતને બ્રોન્ઝ

ગયા સપ્તાહે પુરી થયેલી એશિયા કપ પુરૂષોની હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ફાઈનલમાં પહોંચી શક્યું નહોતું અને તેણે ત્રીજા – ચોથા સ્થાન માટેના જંગમાં જાપાનને 1-0થી હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ચીનને પાછળ રાખી US ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર બન્યું

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકાએ ચીનને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં અમેરિકા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર વધીને ૧૧૯.૪૨ બિલિયન ડોલર થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦-૨૧માં આ આંકડો ૮૦.૫૧ બિલિયન ડોલર હતો. સત્તાવાર ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં યુએસમાં ભારતની નિકાસ વધીને ૭૬.૧૧ બિલિયન ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૫૧.૬૨ બિલિયન ડોલર હતી.આની સામેઆ સમયગાળા દરમિયાન યુએસથી ભારતની આયાત વધીને ૪૩.૩૧ બિલિયન ડોલર થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ૨૯ બિલિયન ડોલર હતી.સરકારી આંકડા મુજબ ૨૦૨૧-૨૨માં ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર ૧૧૫.૪૨બિલિયન ડોલર હતો

Read More...
ગૌતમ અદાણીને પાછળ રાખી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બન્યા

ગુજરાતના બે બિલિયોનેર્સ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે એશિયાના સૌથી ધનિક બનવાની સ્પર્ધા ચાલતી હોય તેવું લાગે છે. હવે અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીને પાછળ રાખીને રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી એશિયાના નંબર વન ધનિક બન્યા છે. બ્લૂમબર્ગના શુક્રવાર, 3 જૂનના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 99.7 બિલિયન ડોલર થઈ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 98.7 બિલિયન ડોલર થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા ઉછાળા અને અદાણી જૂથના શેરોમાં થયેલા ઘટાડાના કારણે એશિયાના સૌથી મોટા અબજપતિઓના સ્થાન અદલાબદલી થઈ ગયા છે. મુકેશ અંબાણી હવે સમગ્ર એશિયામાં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે જ્યારે ગૌતમ અદાણી બીજા ક્રમે આવી ગયા છે.રિલાયન્સના શેરમાં છેલ્લા બે અઠવાડિયામાં 14 ટકાનો વધારો થયો છે જ્યારે અદાણી જૂથના શેરો ઘટ્યા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનર્સ લિસ્ટ પ્રમાણે મુકેશ અંબાણી સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. તેમની સંપત્તિ 6.21 ટકા અથવા 6.1 અબજ ડોલરનો વધારો થયો છે અને 104.3 અબજ ડોલર થઈ છે.

Read More...
ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હસ્તગત કરવા ટાટા મોટર્સે સમજૂતી કરી

ટાટા મોટર્સ લિમિટેડ અને ફોર્ડ ઇન્ડિયાએ ગુજરાતના સાણંદ ખાતેના ફોર્ડના પ્લાન્ટની ખરીદી માટે ગુજરાત સરકાર સાથે મંગળવાર 30 મેએ સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ ફોર્ડના સાણંદ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડિંગ અને વ્હિકલ એસેમ્બલી પ્લાન્ટ હવે ટાટા મોટર્સને સુપરત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે થયેલી સમજૂતી દરમિયાન ટાટા મોટર્સના શૈલેષ ચંદ્રા અને ફોર્ડ ઇન્ડિયાના ટ્રાન્સફોર્મેશન ઓફિસર અને કંટ્રી હેડ બાલા સુંદરમ હાજર રહ્યાં હતા. ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયા હતા. ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ હેઠળ તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

Read More...
ભારતના અર્થતંત્રમાં 2021-22માં 8.7 % વૃદ્ધિ

ભારતનો જીડીપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર (Q4)માં 4.1 ટકા રહ્યો હતો. સમગ્ર વર્ષ 2021-22નો જીડીપી ગ્રોથ 8.7 ટકા રહ્યો હતો.દુનિયાભરના દેશો યુક્રેન યુદ્ધ અને કોરોનાના મહામારીને કારણે આર્થિક વૃદ્ધિ માટે મુશ્કેલી અનુભવી રહ્યું છે ત્યારે ભારતે આ સૌથી ઝડપથી વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષના ચાર ક્વાર્ટર પૈકી ચોથા સૌથી નીચો ગ્રોથ જોવાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ મંગળવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના વર્ષ 2020-21માં કોરોનાને કારણે જીડીપીમાં 6.6 ટકા નેગેટિવ ગ્રોથ જોવાયો હતો. એનએસઓના ડેટા અનુસાર વિતેલા વર્ષ 2021-22માં પ્રથમ ક્વાર્ટર (Q1)માં જીડીપી ગ્રોથ 20.1 ટકા રહ્યો હતો, Q2માં 8.4 ટકા, Q3માં 5.4 ટકા રહ્યો હતો. Q4માં સૌથી ઓછો 4.1 ટકા ગ્રોથ જોવાયો છે. અગાઉના વર્ષે Q4માં 2.5 ટકા જીડીપી ગ્રોથ જોવાયો હતો. એનએસઓએ ગત ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બીજા અંદાજમાં 2021-22 માટે 8.9 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેના કરતાં પણ વાસ્તવિક ગ્રોથ નીચો આવ્યો છે. સંસદમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નવા વર્ષ 2022-23 માટે 8-8.5 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ અપાયો છે.

Read More...
  Entertainment

અબુધાબીમાં ‘આઈફા’ એવોર્ડ સમારંભ યોજાયોઃ શેરશાહ શ્રેષ્ઠ ફિલ્મ, વિકી કૌશલ શ્રેષ્ઠ અભિનેતા

અબુધાબી ખાતે યોજાયેલા ૨૨મા આઈફા એવોર્ડમાં બાયોપિક ફિલ્મ ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘સરદાર ઉધમસિંહ’ માટે વિકી કૌશલને મળ્યો હતો, જ્યારે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ ક્રિતી સેનોનને ‘મિમિ’ માટે મળ્યો હતો. અબુધાબીના યસ આઈલેન્ડ ખાતે ઇતિહાદ એરેનામાં આઈફા એવોર્ડ સંબંધિત વિવિધ ઈવેન્ટ ત્રણ દિવસ માટે યોજાઈ હતી. શનિવાર રાતે વિવિધ એવોર્ડઝની જાહેરાત થઈ હતી. વિકી કૌશલે પોતાનો એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાન ખાનને અર્પણ કર્યો હતો. શેરશાહને કુલ પાંચ એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત દિગ્દર્શનનો એવોર્ડ વિષ્ણુવર્ધનને મળ્યો હતો. જોકે, તેણે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ અતરંગી રે સાથે શેર કરવો પડયો હતો. જોકે, બેસ્ટ પ્લેબેક સિંગર મેલ અને ફિમેલ બંને એવોર્ડ શેરશાહના સોંગ માટે જુબિન નૌતિયાલ અને અસીસ કૌરને ભાગે આવ્યા હતા. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ ‘લહેરે દો’ માટે કૌસર મુનિરને મળ્યો હતો.

Read More...

બોલીવુડના વિખ્યાત ગાયક કેકેનું આકસ્મિક અવસાન

કોલકાતા કોન્સર્ટ દરમિયાન એકાએક તબિયત લથળ્યા થયા બાદ બોલિવૂડ ગાયક કેકેનું મંગળવારની રાત્રે અવસાન થયું હતું. કેકે તરીકે લોકપ્રિય કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને આકસ્મિક અલવિદા કરી હતી. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં બુધવારે કેકેના અપમૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેકે કોલકાતાના નજરૂલ મંચ ખાતે ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પર્ફોર્મ કરી રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી.

Read More...

સલમાન ખાન કરશે કોમેડી

સલમાન ખાન અત્યારે પોતાની નવી ફિલ્મો માટે ચર્ચામાં છે. જેમાં અનીસ બાઝમીની કોમેડી ફિલ્મ છે, તેમજ બીજી એડવેન્ચર ફિલ્મનો સમાવેશ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અનીસ બાઝમી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સલમાનના બહુ ચર્ચિત પાત્ર પ્રેમને ફરીથી દર્શાવવામાં આવશે. સલમાને અગાઉ પણ કોમેડી ફિલ્મો કરી છે અને તે હિટ પણ થઇ છે. અનીસ બાઝમી અને સલમાન વચ્ચે આ ફિલ્મ માટે ચર્ચા થઇ છે. સૂત્રો કહે છે કે, સલમાન પોતાની નવી ફિલ્મો ટાઇગર ૩, ભાઇજાન અને રવિન્દ્ર કૌશિકની બાયોપિક પુરી કરીને પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અનીસ બાઝમીની ફિલ્મ માટે તે આવતા વર્ષના અંત સુધીમાં પોતાની ડેટસ નક્કી કરશે. સલમાન આ ઉપરાંત એક એડવેન્ચર ફિલ્મનું નિર્માણ કરવાનો છે. જેનું બજેટ રૂ.

Read More...

મુન્નાભાઇની સિક્વલમાં વિલંબથી અરશદ થયો નિરાશ

સંજય દત્તની કારકિર્દી અને તેની ઈમેજને નવું સ્વરૂપ આપનાર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ સીરિઝની ત્રીજી સિક્વલ ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. અગાઉ સિક્વલની ત્રીજી ફિલ્મ માટે ભરપૂર પ્રયાસ ચાલી રહ્યા હોવાનું સંજય દત્ત જણાવી ચૂક્યા છે. જોકે, અરશદ વારસી એટલે કે મુન્નાભાઈના સર્કિટે હવે ત્રીજી ફિલ્મ બનવાની આશા મૂકી દીધી છે. મુન્નાભાઈની સફળતાના કારણે સંજય દત્ત અને અરશદ વારસી બંનેને કરિયરમાં ખૂબ લાભ થયો હતો. મુન્નાભાઈ અંગે વાત કરતાં અરશદ વારસીએ કહ્યું હતું કે, મુન્નાભાઈ એમબીબીએસના કારણે કરિયરને નવજીવન મળ્યું હતું. આ પહેલા ત્રણ-ચાર વર્ષ માટે તેની પાસે કોઈ ફિલ્મ ન હતી. લોકો ભૂલવા માંડ્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store