Vol. 3 No. 300 About   |   Contact   |   Advertise August 10, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સુનક માટે રેસિઝમ અવરોધક બને નહીં તેવી એશિયન ટોરીઝની અપીલ

ગણતરીના ગ્રાસરૂટ ટોરી સભ્યો ઋષિ સુનકને પ્રથમ અશ્વેત વડા પ્રધાન બનતા અટકાવી શકે છે એવી ચિંતા કેટલાક સાઉથ એશિયન ટોરીઝે વ્યક્ત કરી છે. તેઓ ચિંતિત છે કે બ્રિટન “બ્રાઉન બોય પાસેથી હુકમ લેવા તૈયાર નથી”. સાઉથ એશિયન ટોરી નેતાઓ તેમની પાર્ટીને ઉમેદવારની જાતિના બદલે તેમની નીતિઓના આધારે આગામી વડાપ્રધાન તરીકે પસંદગી કરવા વિનંતી કરી રહ્યા છે. ગરવી ગુજરાતને એક એશિયન ટોરી એમપીએ કહ્યું હતું કે “સમાજમાં હંમેશા 10 થી 15 ટકા લોકો એવા હોય છે જેઓ શ્યામ કે બ્રાઉન વ્યક્તિની આગેવાની સ્વિકારવા તૈયાર હોતા નથી.

Read More...
લંડનમાં યુગાન્ડાના હાઈ કમિશનરનું પદ સંભાળતા નિમિષા માધવાણી

યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે ગયા વર્ષે ડિસેમ્બરમાં લંડનમાં નિમાયેલા નિમિષા માધવાણીએ ગયા અઠવાડિયે તેમનું પદ સંભાળ્યું હતું. તેમની વરણી યુગાન્ડા-યુકેના સંબંધોના મહત્વને નવું રૂપ આપશે.

Read More...
જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

સત્તાધારી ભાજપના વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર જગદીશ ધનખડ વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવીને ભારતના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શનિવારે ચૂંટાઈ આવ્યા છે.

Read More...
ડેમોક્રેટિક પ્રાઇમરીમાં અનેક ઇન્ડિયન અમેરિકન્સ વિજેતા

અમેરિકાના અનેક રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાયમરીમાં અનેક ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વિજેતા થયા છે. મિશિગનમાં બે ટર્મ માટે સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ રહેલા 56 વર્ષના પદ્મા કુપ્પા 9મા જિલ્લામાંથી સ્ટેટની સેનેટમાં ડેમોક્રેટિક પ્રાઈમરી માટે બિનહરીફ વિજેતા થયા હતા.

Read More...
ભારતના દબાણથી શ્રીલંકાએ જાસૂસી જહાજ અટકાવતા ચીન અકળાયું

શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પર ચીનના કથિત જાસૂસી જહાજના આગમનના મુદ્દે શ્રીલંકા, ભારત અને ચીન વચ્ચે બિનસત્તાવાર વિવાદ ઊભો થયો થયો હોય તેમ લાગે છે.

Read More...
ચૂંટણીમાં મફત વિતરણના વચનો સામે સુપ્રીમ કોર્ટનું સખત વલણ

ભારતની સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન વિકસતા ફ્રી કલ્ચરના ગંભીર મુદ્દા પર મનોમંથન કરવા કેન્દ્ર સરકાર, નીતિ આયોગ, નાણાપંચ અને આરબીઆઇ અને વિપક્ષ જેવા તમામ પક્ષકારોને તાકીદ કરીને આદેશ આપ્યો હતો કે આ આ મુદ્દાના ઉકેલ માટે તેઓ સૂચનો કરે.

Read More...
મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસના દિલ્હીમાં ઉગ્ર વિરોધી દેખાવો

મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના અમલ સહિતના મુદ્દે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંઘી સહિતના કોંગ્રેસના નેતાઓએ શુક્રવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર બહાર મોટાપાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

Read More...
મંકીપોક્સઃ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

ભારતમાં 3 ઓગસ્ટ સુધી મંકીપોક્સના આઠ કેસ નોંધાયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Read More...
સરદાર સરોવર ડેમ 80% ભરાયો, 207 જળાશયોમાં 68 ટકા જળ સંગ્રહ

ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ સહિતના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંસાધન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમા રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર 68.03% હતું.

Read More...
ગઝલ સમ્રાટ મનહર ઉધાસ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતિમ ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિતના કેટલાંક કલાકારો મંગળવારે ભાજપમાં જોડાયા હતા.

Read More...

  Sports
ભારતનો શાનદાર દેખાવ, કોમનવેલ્થ ગેમ્સમાં 61 મેડલ સાથે ચોથા ક્રમે

સોમવારે (8 ઓગસ્ટ) ભારતના બેડમિંટન ખેલાડીઓએ શાનદાર દેખાવ સાથે દેશ માટે ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા, તો ચોથો ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં અચિંત શરથ કમલે હાંસલ કર્યો હતો. પુરૂષોની હોકીમાં જો કે, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે એકપણ ગોલ નહીં કરી શકેલી

Read More...
ગુજરાતના હરમિત દેસાઈ – ભાવિના પટેલને ગોલ્ડ, સોનલ પટેલને બ્રોન્ઝ

ટેબલ ટેનિસમાં ગુજરાતના પીઢ ખેલાડી હરમિત દેસાઈ ટીમ ઈવેન્ટમાં ગયા સપ્તાહે જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગોલ્ડ તથા સોનલ પટેલે બ્રોંઝ મેડલ હાંસલ કરી કોમનવેલ્થ ગેમ્સમાં ઝળહળતી સફળતા સાથે ભારત અને ગુજરાત માટે

Read More...
ભારતે ટી-20 સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 4-1થી હરાવ્યું

રવિવારે (7 ઓગસ્ટ) પુરી થયેલી ભારતીય ક્રિકેટ ટીમની વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સીરીઝમાં ભારતે બીજી મેચમાં પરાજય પછી સતત ત્રણ – ત્રીજી, ચોથી અને પાંચમી ટી-20 મેચમાં વિજય સાથે સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 4-1થી હરાવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
NRIS હવે ભારતમાં પરિવાર વતી ડાયરેક્ટ યુટિલિટી બિલ ભરી શકશે

NRIs ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી યુટિલિટી બિલ્સનું પેમેન્ટ કરી શકશે.ભારતની સેન્ટ્રલ બેન્ક આરબીઆઇએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફત ક્રોસ બોર્ડર ઇનવર્ડ પેમેન્ટની પરવાનગી આપશે. તેનાથી બિનનિવાસી ભારતીયો ભારતમાં તેમના પરિવારો વતી યુટિલિટી બિલ અને એજ્યુકેશન ફીની ચુકવણી કરી શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) સ્ટાન્ડર્ડાઇઝ બિલ પેમેન્ટ માટેનું એક પ્લેટફોર્મ છે. આ સિસ્ટમમાં આશરે 20,000 બિલર્સનો સમાવેશ થાય છે. તેમાં માસિક ધોરણે આશરે 8 કરોડ ટ્રાન્ઝેક્શન અને તેનું પ્રોસેસિંગ થાય છે.

Read More...
સ્પાઇજેટના પ્રમોટર્સની હિસ્સો વેચવા મંત્રણાઃરીપોર્ટ

નાણાભીડનો સામનો કરી રહેલી ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ એરલાઇન્સમાં રહેલો પોતાનો હિસ્સો વેચવા માટે મધ્ય-પૂર્વ એશિયાની એરલાઇન્સ કંપનીઓ સહિત વિવિધ ખેલાડીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા હોવાના અહેવાલ છે. કંપનીને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભંડોળ એકત્ર કરવું જરૂરી છે. એરલાઇનનું મેનેજમેન્ટ સરકારને માહિતી આપી છે કે નબળી નાણાકીય સ્થિતિને કારણે કે આ મંત્રણા કરી રહી છે.

Read More...
ફોર્ચ્યુન 500 લિસ્ટમાં LICની એન્ટ્રી, ભારતની 9 કંપનીઓને સ્થાન

ભારતના શેરબજારમાં તાજેતરમાં લિસ્ટિંગ કરાવાની સરકાર માલિકીની જીવન વીમા નિગમ (LIC)એ નવી ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આ યાદીમાં 51 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક સ્તરે આ યાદીમાં અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ ટોચના સ્થાને છે. ફોર્ચ્યુનની આ યાદીમાં કુલ નવ ભારતીય કંપનીઓ છે, જેમાંથી પાંચ જાહેર ક્ષેત્રની અને ચાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ છે. ભારતીય કંપનીઓમાં માત્ર LIC જ રિલાયન્સથી ઉપર છે.

Read More...
ઈન્ડિગોના વિમાનમાં હવે 3 એક્ઝિટ ગેટ હશે

ભારતની એરલાઇન ઈન્ડિગોએ તેના મુસાફરોની નવી સુવિધા માટે જાહેરાત કરી છે કે હવે તે પ્લેનમાંથી પોતાના પેસેન્જરોને બહાર નીકળવા માટે ત્રણ દરવાજાની સુવિધા આપશે. આનાથી મુસાફરો વહેલી તકે વિમાનમાંથી બહાર નીકળી શકશે. આ 3-પોઇન્ટ એક્ઝિટની મદદથી, મુસાફરો 2 આગળ અને 1 પાછળના એક્ઝિટ રેમ્પથી પ્લેનમાંથી બહાર નીકળી શકશે. પ્લેનમાં 3-પોઇન્ટ એક્ઝિટની સગવડ લાવનારી તે વિશ્વની પહેલી એરલાઈન બનશે.

Read More...
  Entertainment

દિશા પટનીને છે શેનાથી નફરત?

યુવા અભિનેત્રી દિશા પટનીની નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ રીલીઝ થઇ ચૂકી છે. દિશા તેની એક્ટિંગ કરતા તેના ગ્લેમર અને હોટ ફોટોશૂટના કારણે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ ધરાવતી દિશાએ તેની ફિલ્મ અંગે સ્પષ્ટતા કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તે કહે છે કે, હું મારી જાતને સિનેમા સ્ક્રીન પર જોવાનું પસંદ કરતી નથી. દિશાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો કે, એક એવી ધારણા છે કે, દિશા પરફેક્ટ છે.

Read More...

સલમાન ખાનને પણ ગન લાઈસન્સ મળ્યું

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા મળેલી ધમકીના પગલે સલમાન ખાને બંદૂકનું લાઈસન્સ મેળવવા માટે મુંબઈ પોલીસ સમક્ષ અરજી કરી હતી. સલમાનની અરજી સંદર્ભે જરૂરી તપાસ અને પ્રક્રિયા પછી પોલીસે બંદૂક રાખવા માટે મંજૂરી આપી છે. સલમાન ખાન અગાઉ અમિતાભ બચ્ચન અને સની દેઓલે પણ ગન રાખવાની મંજૂરી લીધી છે. પંજાબમાં જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા થઈ હતી. તેના થોડા દિવસો પછી સલમાન ખાનના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકીવાળો લેટર મળ્યો હતો.

Read More...

હવે અજય દેવગણની સિંઘમ-3 આવશે

અજય દેવગણ વધુ એક વખત સિંઘમ તરીકે ફિલ્મી પડદે જોવા મળશે. રોહિત શેટ્ટીએ અજય સાથે સિંઘમ થ્રી બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલેમાં શરૂ થવાની સંભાવના છે. રોહિત શેટ્ટીએ અજય દેવગણને લઈને 2011માં સિંઘમ બનાવી હતી. તેના ત્રણ વર્ષ પછી સિંઘમ રિટર્ન્સ આવી હતી. હવે તેના આઠ વર્ષ પછી સિંઘમ-3ની જાહેરાત થઈ છે. આ વખતે ફિલ્મમાં એક લેડી પોલીસ ઓફિસર પણ જોવા મળે તેવી સંભાવના છે.

Read More...

અક્ષય-પરિણિતી ફરીથી ફિલ્મમાં સાથે દેખાશે

અક્ષયકુમાર અને પરિણિતી ચોપરા બંને અત્યારે એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અક્ષયની તો એક પછી એક ફિલ્મ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ છે. જ્યારે પરિણિતી ચોપરાએ લાંબા સમયથી હિટ ફિલ્મ આપી નથી. હવે આ જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે. આ પહેલા તેઓ ફિલ્મ કેસરીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં પરિણિતી ચોપરાએ અક્ષયકુમાર સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store