Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન વિકસતા ફ્રી કલ્ચરના ગંભીર મુદ્દા પર મનોમંથન કરવા કેન્દ્ર સરકાર, નીતિ આયોગ, નાણાપંચ અને આરબીઆઇ અને વિપક્ષ જેવા તમામ પક્ષકારોને તાકીદ કરીને આદેશ આપ્યો હતો કે આ આ મુદ્દાના ઉકેલ માટે તેઓ સૂચનો કરે. સુપ્રીમે જણાવ્યું હતું કે કોઇ રાજકીય પક્ષ  ફ્રી કલ્ચરનો વિરોધ કરતો નથી કે સંસદમાં ચર્ચા કરવા માગતો નથી.

ખંડપીઠે આ મુદ્દાના ઉકેલ માટે સરકારને સૂચનો કરવા માટે એક વ્યવસ્થાતંત્ર સ્થાપવાના આદેશનો પણ સંકેત આપ્યો હતો. ચૂંટણી પંચ અને સરકાર એવું ન કહી શકે કે અમે આ અંગે કંઇ ન કરી શકીએ. તેમણે આ મુદ્દાની વિચારણા કરવી પડશે અને સૂચનો કરવા પડશે.

સુપ્રીમે જણાવ્યું હતું કે તમામ પક્ષકારોએ તેની વિચારણા કરવી જોઇએ અને સૂચનો કરવા જોઇએ, જેથી તે આ મુદ્દાના ઉકેલ માટે એક સમિતિની રચના કરી શકે.  અમારો વિચારપૂર્વકનો અભિપ્રાય છે કે તમામ પક્ષકારો અને લાભાર્થીઓ તથા સરકાર અને નીતિ આયોગ, નાણા પંચ, આરબીઆઇ જેવી સંસ્થાઓ તથા વિરોક્ષ પક્ષોએ  મનોમંથનની પ્રક્રિયામાં સામેલ થવું પડશે અને આ મુદ્દા અંગે કેટલાંક રચનાત્મક સૂચનો કરવા પડશે.

ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમે તમામ પાર્ટીઓને આ અંગેની સમિતિની રચના અંગે સૂચનો કરવાનો આદેશ આપીએ છીએ, જેથી અમે આવી સમિતિ રચી શકીએ, જે પછીથી સૂચનો કરી શકે.

જાહેર હિતની અરજીમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા થતી મફતની લહાણીના કલ્ચરનો વિરોધ કરવામાં આવ્યો છે. આવી મફતની જાહેરાતો કરતા રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતિકને રદ કરીને પાર્ટીનું રજિસ્ટ્રેશન રદ કરવાની પણ તેમાં માગણી કરાઈ છે.