Vol. 1 No. 19 About   |   Contact   |   Advertise June 15, 2023


 
 
મોદીના ભવ્ય સ્વાગત માટે ઇન્ડિયન અમેરિકનોનો અદમ્ય ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 21-થી 24 જૂન દરમિયાન અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ઇન્ડિયન અમેરિકનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ પેન્ટાગોને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાની અમેરિકાની મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરશે તથા બંને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને વેગ આપવા માટે “ખરેખર મોટી, ઐતિહાસિક અને આકર્ષક” જાહેરાતો થવાની સંભાવના છે. ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડીફેન્સ એલી રેટનરે એક પેનલ ચર્ચામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી મહિનાના અંત ભાગમાં અહીં વોશિંગ્ટન આવશે, ત્યારે મને લાગે છે કે તે સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરતી ઐતિહાસિક મુલાકાત હશે.

Read More...
મોદી 23 જૂને વોશિંગ્ટનમાં ઇન્ડિયન કોમ્યુનિટીને સંબોધિત કરશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરશે. તેઓ ભારતની વૃદ્ધિનીગાથામાં ડાયસ્પોરાની ભૂમિકા પર સમગ્ર અમેરિકામાંથી એકઠા થયેલા ભારતીય અમેરિકનોની સભાને સંબોધિત કરશે, એમ ઇન્ડિયન કમ્યુનિટીના એક નેતાએ જણાવ્યું

Read More...
ઈન્દિરા ગાંધીની હત્યાનો ફ્લોટ હેટ ક્રાઈમ નહીં હોવાનું કેનેડા સરકારનું વલણ

કેનેડિયન કાયદા એજન્સીઓ માનતી નથી કે ચાર જૂને ગ્રેટર ટોરોન્ટો એરિયામાં પરેડમાં ફ્લોટ પર ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનું ચિત્રણ કરતું પ્રદર્શન હેટ ક્રાઇમ છે. આ રીતે કેનેડાએ રીતસર આ મુદ્દે બફાટ કર્યો જણાય છે.

Read More...
શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ નિમાયા

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગોહિલ જગદીશ ઠાકોરના અનુગામી બન્યા છે. તેઓઁ કચ્છના અબડાસાના ધારાસભ્ય રહી ચૂકયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો અને તેને ફાળે માત્ર 17

Read More...
એર ઇન્ડિયાની પ્રથમ બોમ્બે-લંડન ફ્લાઇટને 75 વર્ષ પૂરાં થયાં

આજથી 75 વર્ષ પહેલા એટલે કે 8 જૂન 1948ના રોજ એર ઈન્ડિયાનું વિમાન પ્રથમ વખત વિદેશ જવા રવાના થયું હતું. એર ઈન્ડિયાએ પ્રથમ વખત 35 મુસાફરો સાથે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. જે સફરને આજે ફક્ત 8 થી 10 કલાકનો સમય લાગે છે જે તે સમયે બે દિવસ પુરી થઈ હતી.

Read More...
ટ્રમ્પ વધુ એક કેસમાં ફસાયા, ગોપનીય દસ્તાવેજોના કેસમાં આરોપનામું

ગોપનીય દસ્તાવેજોની યોગ્ય સંભાળ ન રાખવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આની સાથે ફેડરલ સરકારના ફોજદારી આરોપો સામનો કરનારા ટ્રમ્પ અમેરિકાના પ્રથમ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બન્યાં છે.

Read More...
ઓપનએઆઈના વડા ઓલ્ટમેનની મોદી સાથે મુલાકાત

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની અને ChatGPTની નિર્માતા ઓપનએઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં તથા વૈશ્વિક નિયમનની જરૂરિયાત સહિત AIના વિવિધ પાસાઓ પર

Read More...
ભારત 27 વર્ષ પછી મિસ વર્લ્ડ 2023નું યજમાન બનશે

ભારત 27 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2023ની યજમાની કરવા સજ્જ બન્યું છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને 8 જૂને જાહેરાત કરી હતી કે ભારત લગભગ ત્રણ દાયકાના અંતરાલ પછી 71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધાનું આયોજન કરશે.

Read More...
બિપરજોય વાવાઝોડાંના સામના માટે તડામાર તૈયારીઓઃ મોદીએ બેઠક યોજી

બિપરજોય વાવાઝોડું ગત સોમવારે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાઇ રહ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે તેવું અનુમાન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે એક બેઠક યોજીને વાવાઝો઼ડાને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Read More...
ગુજરાતમાં ISKPના ટેરર મોડ્યુલનો પર્દાફાશ, સુરતની મહિલા સહિત 4ની ધરપકડ

ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ શનિવારે સુરતમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP)ના એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ISKP સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રતિબંધ મૂકેલું આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથ છે.

Read More...

  Sports
ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા છતાં ભારતીય ક્રિકેટ ટીમે ચાહકોને ફરી નિરાશ કર્યા હતા. રવિવારે (11 જુન) લંડનના ધી ઓવલ મેદાન ઉપર પુરી થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના પાંચમા અને છેલ્લા દિવસે ભારતની બીજી ઈનિંગ 234

Read More...
ભારતના શિરે જુનિયર એશિયા કપ મહિલા હોકીનો તાજ

ભારતીય હોકી ટીમે જુનિયર મહિલા એશિયા કપની ફાઈનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ સર્જયો હતો. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતીય ટીમ દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને પ્રથમ વખત એશિયા કપની ચેમ્પિયન બની હતી.

Read More...
ઇગા સ્વાઇટેક ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન વિજેતા

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઇગા સ્વાઇટેકે પણ આ વર્ષે પોતાની કેરિયરનો ત્રીજો ફ્રેન્ચ ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. સ્વાઇટેકે ફાઇનલમાં ત્રણ સેટની ભારે સ્પર્ધામાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને 6-2, 5-7, 6-4થી હરાવી હતી.

Read More...
યોકોવિચ વિશ્વ ટેનિસનો સરતાજ, ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન

સર્બિઅન ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે રવિવારે પેરિસના રોલાં ગેરોસ ખાતે ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં 3 કલાકથી વધુના સંઘર્ષ પછી કેસ્પર રડને 7-6, 6-3, 7-5થી હરાવી ત્રીજી વાર ફ્રેન્ચ ઓપનનો તાજ હાંસલ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
યુરોપનું અર્થતંત્ર મંદીમાં પ્રવેશ્યું

વ્યાજદરમાં સતત વધારો અને ઊર્જાના ઊંચા ભાવને પગલે યુરોપનું અર્થતંત્ર ચાલુ વર્ષના પ્રારંભમાં ટેકનિકલ મંદીમાં પ્રવેશ્યું હતું. યુરોપના અર્થતંત્રમાં 2022ના ચોથા ક્વાર્ટરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ તેના અર્થતંત્રમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો.

Read More...
મોદીની યાત્રા પહેલા યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ “વેડિંગ મેળા”નું આયોજન કરશે

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું કે પ્રેસિડન્ટ જો બાઇડનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત એક “બિગ ડીલ” છે અને બંને દેશોનું ભવિષ્ય એકસાથે જોડાયેલું હોવાનો મજબૂત સંકેત આપે છે.

Read More...
ICICI બેંકના બોર્ડે ચંદા કોચર સામે કાર્યવાહીની મંજૂરી આપી

રૂ.3,250 કરોડના લોન ફ્રોડ કેસમાં CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર સામે ચાર્જશીટ સબમિટ કર્યાના બે મહિના પછી આ તપાસ એજન્સીએ બુધવારે વિશેષ અદાલતને જાણ કરી હતી કે સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી માટે મંજૂરી મળી ગઈ છે.

Read More...
પાકિસ્તાને આઇકોનિક રૂઝવેલ્ટ હોટેલ ન્યૂયોર્ક સરકારને ભાડે આપી

આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની પ્રતિષ્ઠિત રૂઝવેલ્ટ હોટેલ ત્રણ વર્ષ માટે ન્યૂ યોર્ક સિટી સરકારને ભાડે આપી છે. તેનાથી તેને $220 મિલિયન આવક થશે. ઉડ્ડયન પ્રધાન ખ્વાજા સાદ રફીકે રવિવારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક વહીવટીતંત્ર સરકાર સંચાલિત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કોર્પોરેશનની માલિકીની સદી જૂની હોટલના 1,025 રૂમમાંથી દરેક માટે $210 જેટલું ભાડું ચૂકવશે.

Read More...
ચોઇસ હોટેલ્સ હવે વિન્ધમ ખરીદી લેવા વિચારે છે?

વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ હસ્તગત કરવા ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ વિચારી રહી છે. વિન્ડહેમ હોટેલ કંપનીએ તરીકે તેની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે આ અહેવાલ આવ્યાનું તાજેતરના મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના લેખમાં અજાણ્યા સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે

Read More...
કોંગ્રેસના પત્રો ઓવરટાઇમ નિયમના ફેરફારોને લગતી ચિંતાઓ પર પ્રકાશ પાડે છે: AHLA

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA) ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ચોક્કસ કર્મચારીઓ માટે પગાર મુક્તિ થ્રેશોલ્ડ વધારવા માટે ઓવરટાઇમ અંગેના નિયમોમાં શ્રમ વિભાગ દ્વારા સંભવિત ફેરફારોનો વિરોધ કરવાના લોકપ્રતિનિધિઓના પ્રયાસોના

Read More...
ન્યૂક્રેસ્ટ ઇમેજ અને કુરી હોસ્પિટાલિટી વચ્ચે લાઇફસ્ટાઇલ હોટલ ડેવલપમેન્ટ માટે ભાગીદારી

ન્યૂક્રેસ્ટ ઇમેજે લાઇફસ્ટાઇલ હોટેલ્સના ડેવલપમેન્ટના પ્રયત્નો આગળ ધપાવવાના ધ્યેય સાથે તાજેતરમાં કુરી હોસ્પિટાલિટી સાથે ભાગીદારી કરી છે. આ સહયોગના ભાગરૂપે, ન્યૂક્રેસ્ટ ઇમેજે કુરીમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
DEI એડવાઇઝર્સે હોસ્પિટાલિટી ઉદ્યોગના નેતાઓ સાથે 100+ ઇન્ટરવ્યુ પૂર્ણ કર્યા

DEI એડવાઇઝર્સે આદરણીય સાથે 100 થી વધુ ઇન્ટરવ્યુ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આગેવાનો સાથેની આ મુલાકાતો, સીઇઓ, સીએમઓ, સીડીઓ, જનરલ સાથે કરવામાં આવી હતી મોટી બ્રાન્ડ્સ, માલિકી જૂથો, મેનેજમેન્ટ કંપનીઓ અને ધિરાણ સલાહકારો

Read More...
  Entertainment

પિતા સાથે ફરીથી કામ કરવા અભિષેક આતુર

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સ્વપ્ન દરેક અભિનેતાનું હોય છે. તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેમાંથી બાકાત નથી. અભિષેકે જણાવ્યું હતું કે, મેગા સ્ટાર પિતા સાથે કામ કરવું છે, પરંતુ અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જેથી દર્શકોને યાદગાર અનુભવ આપી શકાય.

Read More...

રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી એકસાથે જોવા મળશે

ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરીથી મોટા પડદા પર ફરી એકસાથે જોવા મળશે. હમ, અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા પછી આ બંને લગભગ 32 વર્ષ પછી થલાઈવર

Read More...

તબ્બુ, કરીના કપૂર અને ક્રિતિ સેનન પ્રથમવાર ફિલ્મમાં સાથે દેખાશે

બોલીવૂડની એ-ગ્રેડની ત્રણ હીરોઈન સાથે ‘ધ ક્રૂ’ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. ‘આદિપુરુષ’માં સીતાજીના રોલ માટે ચર્ચામાં છવાયેલી ક્રિતિ સેનન, દૃશ્યમની દમદાર એક્ટ્રેસ તબ્બુ અને એવરગ્રીન કરીના કપૂર ખાન પ્રથમવાર કોઈ

Read More...

જેઠાલાલે ‘કોમેડી સર્કસ’ની ઓફર કેમ ફગાવી હતી?

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિલીપ જોષીએ એક મીડિયા મુલાકાતમાં પોતાનાં સંઘર્ષનાં દિવસો યાદ કર્યા હતા. એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કારકિર્દીનાં પ્રારંભનાં દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store