Washington DC USA , Sep 03 2019 : Labor sign and building.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA) ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ચોક્કસ કર્મચારીઓ માટે પગાર મુક્તિ થ્રેશોલ્ડ વધારવા માટે ઓવરટાઇમ અંગેના નિયમોમાં શ્રમ વિભાગ દ્વારા સંભવિત ફેરફારોનો વિરોધ કરવાના લોકપ્રતિનિધિઓના પ્રયાસોના જૂથમાં જોડાઈ રહ્યું છે. AHLA અને ધારાશાસ્ત્રીઓ કહે છે કે ફેરફારોના પ્રતિકૂળ આર્થિક પરિણામો આવશે.

યુએસ સેનેટરો અને પ્રતિનિધિઓના જૂથે એક્ઝિક્યુટિવ, એડમિનિસ્ટ્રેટિવ અને પ્રોફેશનલ કર્મચારીઓ માટે વેતન મુક્તિ થ્રેશોલ્ડમાં સૂચિત વધારા અંગે સાવચેતી રાખવા વિનંતી કરતા DOLને સંબોધિત પત્રો મોકલ્યા હતા. DOL એ ત્રણ વર્ષ પહેલાં થ્રેશોલ્ડમાં $10,000 કરતાં વધુનો વધારો કર્યો હતો. 2020માં $35,568, એટલે કે $35,800 કરતાં ઓછી કમાણી કરતા તમામ પગારદાર કર્મચારીઓનો ઓવરટાઇમ પગાર માટે પાત્ર રહે છે.

AHLAના જણાવ્યા મુજબ આ પત્રો આવા નોંધપાત્ર પરિવર્તનની સંભવિત પ્રતિકૂળ અસરો પર ભાર મૂકે છે, જે રાષ્ટ્ર સામેના હાલના આર્થિક પડકારોમાં વધારો કરી શકે છે. તેમાં કામદારોની અછત, સપ્લાય ચેઇનની ચિંતા અને ફૂગાવાના દબાણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

“મોટા ભાગના નાના વ્યવસાયો નફાના સાંકળા માર્જિન પર કામ કરે છે અને નોંધપાત્ર ખર્ચ વધારા માટે અત્યંત સંવેદનશીલ હોય છે,” એમ પત્રોમાં જણાવાયું છે.”આત્યંતિક નિયમ પરિવર્તનમાં નોકરીના કામમાં ઘટાડો, કામના કલાકોમાં ઘટાડો, કારકિર્દીની પ્રગતિ માટે મર્યાદિત તકો અને ઓટોમેશનમાં પરિણમી શકે છે કારણ કે વ્યવસાયો તેમના દરવાજા ખુલ્લા રાખીને ખર્ચનો સામનો કરવાનો પ્રયાસ કરે છે.”

LEAVE A REPLY

fourteen + fourteen =