(ANI Photo)

બોલીવૂડની એ-ગ્રેડની ત્રણ હીરોઈન સાથે ‘ધ ક્રૂ’ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. ‘આદિપુરુષ’માં સીતાજીના રોલ માટે ચર્ચામાં છવાયેલી ક્રિતિ સેનન, દૃશ્યમની દમદાર એક્ટ્રેસ તબ્બુ અને એવરગ્રીન કરીના કપૂર ખાન પ્રથમવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોવાઈ રહી છે, પરંતુ ત્રણેય એક્ટ્રેસ વ્યસ્ત રહેતી હોવાથી ડેટ્સ મેચ થતી ન હતી. આખરે ત્રણેયને સાથે દર્શાવતા શૂટિંગ માટે અનુકૂળ ડેટ્સનું આયોજન થયું છે અને ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે.

ક્રિતિ અને તબ્બુએ મુંબઈથી ગોવાની ફ્લાઈટ પકકડી હતી. ફ્લાઈટમાં તેમણે સાથે ચાની ચૂસકીઓ માણતા ફોટોગ્રાફ્સ પડાવીને કરીનાને યાદ કરી હતી. ક્રિતિએ ફોટોગ્રાફ્સ શેર કરીને જણાવ્યું હતું કે, ધ ક્રૂ ઈઝ ઓન બોર્ડ. ચાય પે ચર્ચા. કરીનાને મિસ કરીએ છીએ. કરીનાએ રીપ્લાયમાં બીજા દિવસે મળવાની વાત કહી હતી. તબ્બુ, કરીના અને ક્રિતિની સાથે દિલજિત દોસાંજ પણ આ ફિલ્મમાં છે. ત્રણ મહિલાઓ આધારિત આ ફિલ્મમાં એરલાઈન ઈન્ડસ્ટ્રીની સ્ટ્રગલની સ્ટોરી છે. કોમેડી સાથે નારી શક્તિને રજૂ કરતી આ ફિલ્મને એક જૂઠ્ઠાણું રસપ્રદ બનાવે છે. એક વાર ખોટું બોલ્યા પછી તેઓ પોતાની જાળમાં ફસાતી જાય છે અને ફિલ્મ ઈન્ટ્રેસ્ટિંગ બને છે.

આદિપુરુષ ઉપરાંત ટાઈગર શ્રોફ સાથેની ગણપતમાં પણ ક્રિતિ છે. જ્યારે કરીના કપૂર ખાન વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે થ્રિલર ફિલ્મ કરી રહી છે. હંસલ મહેતાની એક ફિલ્મમાં પણ કરીના છે. તબ્બુ, અજય દેવગણ સાથે ‘ઔરો મેં કહાં દમ થા’માં બિઝી છે. આમ ત્રણેય એક્ટ્રેસ અલગ-અલગ ઉંમરની હોવા છતાં કરિયરના ગોલ્ડન પિરિયડને એન્જોય કરી રહી છે.

 

 

LEAVE A REPLY

two × five =