પોરબંદરમાંથી શનિવારે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે વિદેશી નાગરિક સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. આ લોકોના આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું છે. (ANI Photo)

ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ શનિવારે સુરતમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP)ના એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ISKP સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રતિબંધ મૂકેલું આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથ છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે ATSને મળેલા ઈનપુટ્સના આધારે ગુજરાત પોલીસે આ ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ પોરબંદર થઈને દરિયાકાંઠાના માર્ગે ભારત છોડવાની યોજના ઘડી રહ્યા હતા. તેઓ ઈરાન થઈને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન પહોંચવાના હતા.

તેમને કટ્ટરપંથી બનાવનાર તેમના હેન્ડલરની ઓળખ અબુ હમઝા તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ચાર વ્યક્તિઓની ઓળખ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ (તમામ શ્રીનગરના રહેવાસી) અને સુરતના સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક તરીકે કરવામાં આવી હતી.

ગુજરાત ATS અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં શોધખોળ હાથ ધરી હતી. “વોઈસ ઓફ ખોરાસાન” અને અન્ય કટ્ટરપંથી સામગ્રી મળી આવી હતી.

ગુજરાત એટીએસની ટીમ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કાશ્મીરમાંથી ઝુબેર એહમદ મુનશીને ઝડપી લીધો હતો. પોરબંદરના રેલ્વે સ્ટેશનેથી ઝડપાયેલાં ત્રણ અને સુરતના સૈયદપુરા વિસ્તારમાંથી ઝડપાયેલી સુમેરાબાનુ મલેક નામની મહિલા આતંકવાદી સહિતના ચાર આતંકવાદીઓ માટે ઝુબેર એહમદ મુનશીએ જ નકલી પાસપોર્ટ બનાવ્યાં હતાં.  મહિલા આરોપી તરીકે સુરતના સૈયદપુરામાં રહેતી અને બે બાળકોની માતા તથા પતિથી છૂટા છેડા લીધેલી સુમેરાબાનુની ઓળખ કરી લેવામાં આવી હતી. સુમેરાબાની કહાની કિ હિન્દી ફિલ્મના પ્લોટ જેવી છે. સુમેરાબાનુ અંકલેશ્વર નજીક આવેલાં હાંસોટની વતની છે અને તેના પિતા સરકારી નોકરી કરે છે. ધો.12 પાસ કર્યા પછી તે બી.કોમનો અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ કોઇ કારણોસર તે શક્ય બન્યુ નહોતું. 2011ની સાલમાં સુમેરા ઇન્ટરનેટ ઉપર કોઇ દક્ષિણ ભારતીય મુસ્લિમના સંપર્કમાં આવી હતી અને તે બંનેએ લગ્ન કરી લીધાં હતા. બે વર્ષ અગાઉ પતિ સાથે વિખવાદ સર્જાતા તે પતિથી અલગ થઇ ગઇ હતી અને સુરતના સૈયદપુરામાં આવેલાં એક ફ્લેટમાં રહેતાં તેના માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી.

LEAVE A REPLY

16 − 4 =