યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના પ્રમુખ અતુલ કેશપ (PTI Photo)

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું કે પ્રેસિડન્ટ જો બાઇડનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત એક “બિગ ડીલ” છે અને બંને દેશોનું ભવિષ્ય એકસાથે જોડાયેલું હોવાનો મજબૂત સંકેત આપે છે. કેશપે જાહેરાત કરી કે વડા પ્રધાન મોદીની મુલાકાતની પૂર્વસંધ્યાએ યુએસઆઈબીસી યુનાઈટેડ સ્ટેટ્સ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “વેડિંગ મેળા”નું આયોજન કરશે, જે સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકન અને ભારતીય સ્ટાર્ટઅપ સાહસોને એકસાથે લાવશે. તેઓ ભાગીદારી કરી શકે છે કે કેમ તે જોવાનો પ્રયાસ કરશે.

વડાપ્રધાન મોદી યુએસ પ્રમુખ બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે છે. વોશિંગ્ટનની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સત્તાવાર મુલાકાત એક મોટી વાત છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોના સમગ્ર ઇતિહાસમાં તે માત્ર ત્રીજી સત્તાવાર યાત્રા છે. તે સર્વોચ્ચ સ્તરનો પ્રોટોકોલ અને રાજદ્વારી સંકેત છે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફર કરી શકે છે.

મુલાકાતથી અપેક્ષાઓ અંગેના પ્રશ્નના જવાબમાં કેશપે કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે તે બંને દેશોના વેપારી સમુદાયોને એક મજબૂત સંકેત આપશે કે તેઓ એકબીજાના પસંદગીના ભાગીદારો છે તથા બંને સરકારોના સંપૂર્ણ આશીર્વાદ અને મંજૂરી સાથે બંને દેશોમાં રોકાણ અને વેપાર થઈ શકે છે.

મોદીની મુલાકાત પહેલા અમેરિકાના કોર્પોરેટ ક્ષેત્રના વિશલિસ્ટ અંગે તેમણે કહ્યું હતું કે મેં વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આપણે અમેરિકા અને ભારત વચ્ચેના વાર્ષિક વેપાર માટેના USD 500 બિલિયનના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અધીરા બનવું જોઈએ. હજુ માત્ર USD 190 બિલિયનનો વેપાર થાય છે તેથી ઝડપથી કામગીરી કરવી પડશે.

LEAVE A REPLY

17 + nineteen =