Vol. 1 No. 22 About   |   Contact   |   Advertise July 6, 2023


 
 
અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતીયો, એશિયન્સને ફાયદો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે જાતિ અને વંશને આધારે યુનિવર્સિટીઓમાં એડમિશન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી આફ્રિકન અમેરિકન તથા કેટલાક અન્ય લઘુમતી સમુદાયો માટે શિક્ષણની તકોને પ્રોત્સાહન આપતી દાયકા જૂને નીતિઓ સામે સવાલ ઊભો થયો છે. મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટસે બહુમતી અભિપ્રાયમાં લખ્યું હતું કે એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામનો હેતુ સારો છે અને સદભાવના સાથે તેનો અમલ થયો છે, પરંતુ તે કાયમ માટે રાખી શકાય નહીં અને તે અન્ય લોકો સામે ગેરબંધારણીય ભેદભાવ સમાન છે. વિદ્યાર્થી સાથે તેના એક વ્યક્તિ તરીકેના અનુભવને આધારે વ્યવહાર થવો જોઇએ, વંશીય આધારે નહીં. યુનિવર્સિટીઓ અરજદાર જાતિવાદી ભેદભાવના અનુભવ સાથે મોટા થયા છે કે નહીં જેવા તેમના બેકગ્રાઉન્ડને આધારે તેમની અરજીની વિચારણા કરી શકે છે, પરંતુ પ્રાથમિક રીતે અરજદાર શ્વેત, શ્યામ કે અન્ય છે તેના આધારે નિર્ણય લેવો તે પોતે વંશીય ભેદભાવ છે.

Read More...
અમેરિકાની માઇક્રોન કંપની ગુજરાતમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે

અમેરિકા સ્થિત માઈક્રોન ટેક્નોલોજીએ બુધવાર, 28 જૂને અમદાવાદ નજીક સાણંદ ખાતે રૂ. 22,500 કરોડનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ, અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન બન્યા

મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી અને શરદ પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવાર પક્ષમાં બળવો કરીને સરકારમાં જોડાઈ ગયા હતા.

Read More...
ગુપ્ત દસ્તાવેજો અંગે ચર્ચા કરતાં ટ્રમ્પની ઓડિયો ક્લિપ્સ મળી આવી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવાસે અયોગ્ય રીતે રાખેલા ગુપ્ત દસ્તાવેજોની ચર્ચા કરતા સાંભળી શકાય તેવી ઓડિયો ક્લિપ્સ મલી આવી છે, જેમાં તેઓ એવું સ્વીકારતા સંભળાતા હતા કે તેમણે એ ગુપ્ત દસ્તાવેજો પોતાના કબજામાં રાખ્યા તે અયોગ્ય કૃત્ય હતું.

Read More...
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાનો ગ્રેટ ઇમિગ્રન્ટ્સની યાદીમાં સમાવેશ

કાર્નેગી કોર્પોરેશન ઓફ ન્યૂયોર્કની આ વર્ષની ગ્રેટ ઇમિગ્રન્ટ્સની યાદીમાં વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ અજય બંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્નેગી કોર્પોરેશન એક પરોપકારી સંસ્થા છે અને તે અમેરિકા અને તેની લોકશાહીને સમૃદ્ધ અને મજબૂત બનાવવામાં યોગદાન

Read More...
H-1B વિઝાહોલ્ડર્સ માટે ઓપન વર્ક પરમિટની કેનેડાની જાહેરાત

કેનેડાએ મંગળવારે નવી ઓપન વર્ક-પરમિટની જાહેરાત કરી હતી. તેનાથી અમેરિકાના 10,000 H-1B વિઝા ધારકો કેનેડામાં જઈને નોકરી કરી શકશે. તેના જીવનસાથીને પણ કેનેડામાં રહેવાનો અને નોકરી કરવાનો મોકો મળશે.

Read More...
ન્યૂજર્સીમાં અમેરિકાની કોંગ્રેસે જૈન આચાર્ય લોકેશ મુનિનું સન્માન કર્યું

પ્રખ્યાત જૈન મુનિ આચાર્ય લોકેશ મુનિનું યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ દ્વારા સત્તાવાર સીલ અને કોંગ્રેસનલ પ્રોક્લેમેશનથી સન્માન કરાયું હતું. અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આધ્યાત્મિક નેતા એક મહિનાના શાંતિ સંવાદિતા પ્રવાસે અમેરિકા આવ્યા હતા.

Read More...
800થી વધુ ભારતીયોને અમેરિકામાં ઘુસાડવા બદલ જસપાલસિંહને 3 વર્ષની જેલ

​​ટેક્સી સર્વિસ ઉબરનો ઉપયોગ કરી 800 ભારતીયોને કેનેડાથી અમેરિકામાં ધુસણખોરી કરાનારા ડ્રાઇવર રાજિન્દર પાલ સિંઘને અમેરિકાની કોર્ટે ત્રણ વર્ષની જેલસજા ફટકારી હતી. સિંઘને જેલની સજા પછી ડિપોર્ટ કરાશે.

Read More...
ગુજરાતમાં જૂનમાં દાયકાનો સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં 25 જૂને ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયા પછી જૂન મહિનામાં એક દાયકાનો સૌથી વધુ વરસાદ થયો હતો. રાજ્યમાં 30 જૂન સુધીમાં સરેરાશ 243મીમી (9.76 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે 877મીમીના સિઝનના સરેરાશ વરસાદના આશરે 27.7 ટકા છે.

Read More...
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી

રાજ્યસભાની 10 બેઠકો માટે ગુજરાત સહિત ત્રણ રાજયોમાં 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશ પ્રધાન એસ જયશંકર,

Read More...

  Sports
સ્ટોક્સની સદી એળે, ઓસ્ટ્રેલિયાનો બીજી ટેસ્ટમાં પણ રોમાંચક વિજય

ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે બેઝ બોલ શૈલીથી આક્રમક બેટિંગ કરી 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 214 બોલમાં 155 રનની લડાયક ઈનિંગ રમ્યા છતાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય થયો હતો.

Read More...
શ્રીલંકા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય, વેસ્ટ ઈન્ડિઝ મેઈન ડ્રોમાં પહોંચી શક્યું નહીં

શ્રીલંકા વન-ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થઈ ગયું છે. ક્વોલિફાયર્સની સુપર સિક્સની મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવી શ્રીલંકા મુખ્ય ડ્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે, તો બે વખતનું વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આ વખતે મેઈન ડ્રોમાં પણ પહોંચી શક્યું નથી.

Read More...
આ વર્ષે વિમ્બલ્ડન સિંગલ્સમાં એકપણ ભારતીય સ્પર્ધામાં નથી!

વિશ્વની સૌથી લોકપ્રિય, ગ્રાંડ સ્લેમ તરીકે ઓળખાતી ચાર ટેનિસ ટુર્નામેન્ટ્સમાંની એક, વિમ્બલ્ડનનો સોમવારથી આરંભ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે સિંગલ્સમાં પુરૂષો કે મહિલાઓ – એકેય વર્ગમાં એકપણ ભારતીય ટેનિસ ખેલાડી સ્પર્ધામાં નથી. Read More...

નીરજ ચોપ્રા ફરી ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ વિજેતા

ભારતના જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુઝેન ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં 87.66 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેનો આ વર્ષનો બીજો અને કુલ 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
P&G ગુજરાતને તેનું ગ્લોબલ એક્સપોર્ટ હબ બનાવશે

વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)એ ભારતમાં એક્સપોર્ટ હબ સ્થાપવા માટે ગુજરાતમાં રૂ.2,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. પર્સનલ હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ડાયજેસ્ટિવ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે.

Read More...
સ્વિસ બેંક UBS 35,000 કર્મચારીઓની છટણી કરશેઃ રીપોર્ટ

સ્વિસ બેન્કિંગ ગ્રુપ UBS એ ક્રેડિટ સુઈસના 35,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી ક્રિડિટ સુઇસલના કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી હતી અને તેને યુબીએસએ હસ્તગત કરી હતી.

Read More...
US સ્થિત GQG પાર્ટનર્સનું અદાણી ગ્રૂપમાં વધુ $900 મિલિયનનું રોકા

યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીમાં $900 મિલિયનથી વધુનો હિસ્સો ખરીદ્યો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણકારોએ અદાણી પરિવાર પાસેથી હિસ્સો ખરીદ્યો હતો.

Read More...
ટાટા ગ્રુપની કંપની 20 વર્ષ પછી IPO લાવશે

ટાટા મોટર્સની પેટાકંપની ટાટા ટેક્નોલોજીના આઈપીઓને સેબીએ મંગળવારે મંજૂરી આપી હતી. આશરે 20 વર્ષ પછી ટાટા ગ્રૂપની કોઇ કંપનીનો આ પ્રથમ આઇપીઓ હશે. ટાટા ટેકનોલોજી સહિતની આ ત્રણ કંપનીઓએ આઈપીઓ માટે ડિસેમ્બર 2022થી માર્ચ 2023 વચ્ચે તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ રજૂ કર્યા હતા.

Read More...
AAHOA FTCની ટીપ્પણીમાં ફેર ફ્રેન્ચાઇઝીંગનું મહત્વ હાઈલાઈટ કરાયું

AAHOA એ ફ્રેન્ચાઇઝી કરારો અને વ્યવસાય પ્રથાઓ પર જાહેર ટીપ્પણી માટેની તેમની વિનંતીના જવાબમાં ફેડરલ ટ્રેડ કમિશન સમક્ષ અયોગ્ય ફ્રેન્ચાઇઝીંગ પ્રથાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. AAHOA મુજબ FTC ની ફ્રેન્ચાઈઝ ઉદ્યોગના નિયમનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જેમાં પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી અને ફ્રેન્ચાઈઝર્સ FTC

Read More...
જ્યોર્જ લિમ્બર્ટ 12 જુલાઈએ રેડ રૂફના પ્રમુખપદેથી રાજીનામું આપશે

જ્યોર્જ લિમ્બર્ટે રેડ રૂફના પ્રેસિડેન્ટ પદ છોડ્યુ છે અને 12 જુલાઈના રોજ તેમના પદ પરથી રાજીનામું આપશે. લિમ્બર્ટે નવી રુચિઓ શોધવા માટે હોસ્પિટાલિટી ઉદ્યોગની બહાર એક કાર્યકારી પદ સ્વીકાર્યું છે, એમ રેડ રૂફે એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
હોસ્પિટાલિટી સેક્ટર 2023માં ભારતીય અર્થતંત્રમાં 16.5 ટ્રિલિયનનું યોગદાન આપશે: WTTC

જેમાં 2019 કરતાં થોડો 3.5 ટકાનો ઘટાડો થશે. આ ક્ષેત્ર 1.6 મિલિયન નવી નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે, જેમાંથી મોટા ભાગની નોકરીઓ રોગચાળાના લીધે ગઈ હતી તેની ભરપાઈ કરશે. આ સાથે સેક્ટર કુલ 39 મિલિયન એટલે કે 3.9 કરોડને રોજગારી પૂરી પાડશે.

Read More...
  Entertainment

બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોને લાગ્યો ગરબાનો રંગ

બોલીવૂડની ફિલ્મોમાં વર્ષોથી દેશનાં વિવિધ રાજ્યોનાં લોકગીતો અને સંસ્કૃતિ આધારિત ગીતો જોવા મળે છે, જેમાં ગુજરાતી ગરબાનો પણ સમાવેશ થાય છે. નવરાત્રિ એટલે ગુજરાતીઓનો જાણીતો તહેવાર. અત્યાર સુધી અનેક ફિલ્મોમાં ગરબા ગીતોનું અદભૂત ફિલ્માંકન કરવામાં આવ્યું છે. કેટલાંક ગીતો સુપરહીટ સાબિત થયા છે.

Read More...

અમિતાભ-કમલ હાસન ૩8 વર્ષે સાથે દેખાશે

આદિપુરુષની નિષ્ફળતાને ભૂલીને પ્રભાસે નવા ફિલ્મ પ્રોજેક્ટ K પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. સાઉથ અને બોલિવૂડનું કોમ્બિનેશન ધરાવતી આ ફિલ્મમાં કમલ હાસનની એન્ટ્રી થઈ છે. આ સાથે કમલ હાસન અને અમિતાભ બચ્ચન 38 વર્ષ પછી સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે.

Read More...

સોનમને લંડનમાં મળ્યું અનોખું સન્માન

બોલિવૂડની ફેશન આઈકોન ગણાતી સોનમ કપૂરને લંડનમાં વડાપ્રધાન રિશિ સુનકે ખાસ આમંત્રણ આપ્યું છે. લંડનમાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાન-10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તાજેતરમાં યુકે-ઈન્ડિયા વીકનું આયોજન કરાયું છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા 26થી 30 જૂન દરમિયાન લંડન ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં 28મીએ વડાપ્રધાનના નિવાસ સ્થાને રિસેપ્શનનું આયોજન કરાયું હતું.

Read More...

હોલિવૂડ ફિલ્મમાં આલિયા ભટ્ટ નેગેટિવ ભૂમિકામાં

બોલિવૂડની યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે હોલીવૂડની ફિલ્મમાં વિલન તરીકે પ્રવેશ કર્યો છે. હોલિવૂડ સ્ટાર ગલ ગેડોટ સાથે ‘હાર્ટ ઓફ સ્ટોન’માં આલિયા નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. આલિયાએ તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, જેમાં તે આકર્ષક વિલન તરીકે નજરે પડે છે. બોલિવૂડના સૌથી વધુ લોકપ્રિય કપલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો સમાવેશ થાય છે. દીકરી રાહા અને રણબીર સાથેના બોન્ડિંગ ઉપરાંત ફિલ્મોના કારણે પણ આલિયા ચર્ચામાં રહે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store