ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર નીરજ ચોપરા(Photo by Christian Petersen/Getty Images)

ભારતના જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુઝેન ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં 87.66 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 

તેનો આ વર્ષનો બીજો અને કુલ 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. નીરજે પ્રથમ રાઉન્ડમાં ફાઉલથી શરૂઆત કરી હતી. પ્રથમ રાઉન્ડના અંતે નીરજ ટોચના ત્રણ ખેલાડીઓમાં પણ નહોતો. એ પછી બીજા પ્રયાસમાં નીરજે 83.52 મીટરનો થ્રો કર્યો. જોકેબીજા રાઉન્ડના અંતે પણ જુલિયન લીડમાં હતો. આમ છતાં નીરજની રેન્કિંગમાં સુધારો થયો હતો અને તે ત્રીજા નંબરે પહોંચી ગયો. 

LEAVE A REPLY

fourteen − 2 =