(ANI Photo)

બોલિવૂડની યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે હોલીવૂડની ફિલ્મમાં વિલન તરીકે પ્રવેશ કર્યો છે. હોલિવૂડ સ્ટાર ગલ ગેડોટ સાથે ‘હાર્ટ ઓફ સ્ટોન’માં આલિયા નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. આલિયાએ તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, જેમાં તે આકર્ષક વિલન તરીકે નજરે પડે છે.

બોલિવૂડના સૌથી વધુ લોકપ્રિય કપલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો સમાવેશ થાય છે. દીકરી રાહા અને રણબીર સાથેના બોન્ડિંગ ઉપરાંત ફિલ્મોના કારણે પણ આલિયા ચર્ચામાં રહે છે. પાછલા કેટલાક દિવસથી આલિયાના હોલિવૂડ ડેબ્યુની ચર્ચા હતી. આલિયાને પ્રથમવાર ઈંગ્લિશ ફિલ્મમાં જોવા માટે દર્શકો આતુર છે. ટ્રેલરમાં ગલ ગેડોટ ધમાકેદાર એક્શન કરતી નજરે પડે છે.

ટ્રેલરની શરૂઆત ગલ ગેડોટથી થાય છે, જે એક એજન્ટના રોલમાં છે. કેટલાક એક્શન સીન્સ પછી આલિયાના ચાર સીન્સ જોવા મળે છે. આલિયાનો લૂક અને બોલવાની સ્ટાઈલ જોતાં તેણે વિલનનો રોલ કર્યો હોવાનું મનાય છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ જોરદાર છે. અગાઉ ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા સહિત બોલીવૂડના અનેક કલાકારોએ હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે. હવે આ યાદીમાં આલિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં અને રણવીર સિંહ સાથેની આ ફિલ્મમાં જોવા મળશે, જેને કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવી છે.

 

LEAVE A REPLY

eight − 4 =