(istockphoto)

સ્વિસ બેન્કિંગ ગ્રુપ UBS એ ક્રેડિટ સુઈસના 35,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી ક્રિડિટ સુઇસલના કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી હતી અને તેને યુબીએસએ હસ્તગત કરી હતી.

ક્રેડિટ સુઈસમાં અંદાજે 45,000 કર્મચારીઓ છે. ક્રેડિટ સુઈસની સોલ્વન્સી પર રોકાણકારોના ડરને કારણે તે પતનની નજીક આવી ગઈ હતી. આવું ન થાય તે માટે, સ્વિસ સરકારે મોટા પાયે બેલઆઉટની વ્યવસ્થા કરી હતી.

વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વિશ્વની બે સૌથી મહત્વપૂર્ણ બેંકોમાં ઓવરલેપ થવાથી મોટાપાયે નોકરીઓમાં કાપ આવી શકે છે. UBS અને ક્રેડિટ સુઈસ પાસે લગભગ 1.2 લાખ કર્મચારીઓ છે. તેમાંથી 35,000 સ્વિત્ઝર્લેન્ડમાં કામ કરે છે. કંપનીઓના નજીકના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું કે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ છટણી ત્રણ રાઉન્ડમાં થશે. પહેલો તબક્કો જુલાઈના અંતે, બીજો સપ્ટેમ્બરમાં અને ત્રીજો ઓક્ટોબરમાં પૂરો થશે.

LEAVE A REPLY

seven + 8 =