(PTI Photo)

પ્રખ્યાત જૈન મુનિ આચાર્ય લોકેશ મુનિનું યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ દ્વારા સત્તાવાર સીલ અને કોંગ્રેસનલ પ્રોક્લેમેશનથી સન્માન કરાયું હતું. અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આધ્યાત્મિક નેતા એક મહિનાના શાંતિ સંવાદિતા પ્રવાસે અમેરિકા આવ્યા હતા.

વોશિંગ્ટનમાં કોંગ્રેસમેન જેફરસન વેન ડ્રુએ વિશ્વમાં અહિંસા, શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ આચાર્ય લોકેશનું સન્માન કર્યું હતું, એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે આચાર્ય લોકેશનું વિશ્વભરમાં અહિંસા, શાંતિ, સૌહાર્દ, માનવતા, પ્રેમ, પરસ્પર ભાઈચારાનો સંદેશ ફેલાવવાના ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કરવા માટે આ સન્માન કરાયું હતું. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ત્રાસવાદ, હિંસા અને ભેદભાવ ડામવાના તેમના પ્રયાસોની પણ સરાહના કરાઈ છે.પ્રકાશનમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસમેન ડ્રુએ જૈન નેતાને બધા માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા અને આચાર્ય લોકેશનું સન્માન કરવું એ સન્માન અને ગર્વની વાત છે.

આચાર્ય લોકેશે આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સન્માન સમગ્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું છે.
“તે ભગવાન મહાવીર અને તેમના દ્વારા આપવામાં આવેલા વિચારોનું સન્માન છે, તેમણે ઉમેર્યું હતું કે ભારત અને અમેરિકા સાથે મળીને વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

LEAVE A REPLY

three × 4 =