Vol. 3 No. 345 About   |   Contact   |   Advertise July 21, 2023


 
 
ભારતની ઐતિહાસિક સિદ્ધિઃ ચંદ્રયાન-3નું સફળ અવકાશગમન

ભારતે શુક્રવાર, 14 જુલાઇએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સ્પેસપોર્ટ ખાતેથી દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. LVM3-M4 રોકેટ બપોરે 2.35 વાગ્યે અવકાશમાં આ અવકાશયાન મોકલવામાં આવ્યું હતું. આ યાન આશરે 40 દિવસ પછી ચંદ્ર પર ઉતરાણ કરશે. જો મહત્ત્વકાંક્ષી મિશનને સફળતા મળશે તો અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયન જેવા ચુનંદા રાષ્ટ્રની કલમમાં ભારત સામેલ થઈ જશે. અવકાશયાનને પૃથ્વીથી ચંદ્ર સુધીની સફર કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગવાનો અંદાજ છે અને 23 ઓગસ્ટે લેન્ડિંગની ધારણા છે.

Read More...
વિદેશી બાંધકામ શ્રમિકોને આકર્ષવા યુકે સરકારની વિઝા નિયમોમાં છૂટછાટો

બ્રિટનના બાંધકામ ઉદ્યોગમાં શ્રમિકોની તીવ્ર અછત નિવારવા વિદેશથી વધુ સરળતાથી શ્રમિકોને બોલાવવા વિઝાના નિયમોમાં સરકારે છૂટછાટો આપી છે. નિયમોમાં નવા ફેરફાર મુજબ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના કુશળ કારીગરો,

Read More...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં BAPS ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન્સ’નો પ્રારંભ

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 16 જુલાઇના રોજ સંસ્થાનના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન્સ (પ્રેરણાઓનો મહોત્સવ) નો પ્રારંભ કરાયો હતો,

Read More...
2022માં ભારતીયોએ યુરોપના શેન્ઝેન વિઝા રીજેક્ટ થતાં રૂા. 90 કરોડ ગુમાવ્યા

શેન્ઝેન વિઝા ઇન્ફો દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે, ભારતીયોના શેન્ઝેન વિઝા રીજેક્ટ થવાને કારણે તેમને 2022માં અંદાજે રૂ. 90 કરોડનું નુકસાન થયું હતું. સર્વેના રીપોર્ટ મુજબ,

Read More...
પીએમ ઋષિ સુનકનું ઇલીગલ માઇગ્રેશન બિલ સંસદમાંથી પસાર થયું

દેશના દરિયા કિનારાઓ પરથી દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોની “બોટ રોકવા” માટે વડા પ્રધાન ઋષિ સુનકની પ્રતિજ્ઞાને નવુ બળ મળ્યું છે અને લાંબા સમયથી અટવાયેલા સંસદીય અવરોધને દૂર કર્યો છે.

Read More...
યુકેનું માઇગ્રેશન બિલ આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સમાનઃ UN

ગેરકાયદે માઇગ્રેશન પર અંકુશ મૂકવા માટે બ્રિટને જે નવો કાયદો ઘડ્યો છે, તે આંતરરાષ્ટ્રીય નિયમો (કન્વેન્શન્સ) હેઠળની લંડનની જવાબદારીઓથી વિરુદ્ધનું છે અને યુકેએ આ બિલ ઉલટાવીને માનવાધિકારોનું રક્ષણ કરવા નવેસરથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઇએ,

Read More...
બિલિયોનેર ઇસા ભાઈઓનું હાઇડ્રોજન-સંચાલિત લોરી સ્ટાર્ટ-અપને સમર્થન

આસ્ડા સ્ટોર્સના બિલિયોનેર માલીકો ઇસા બ્રધર્સ એક નવી ઝીરો-એમિશન લોરી કંપનીને બેંકરોલ કરી રહ્યા છે અને બ્રિટનના 300,000 ભારે માલસામાનના વાહનોના ડીકાર્બોનાઇઝેશનને ટેકો આપવા માટે બ્રિટનના હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશનનું પ્રથમ નેટવર્ક બનાવવાની યોજના ધરાવે છે.

Read More...
યુકેના બિઝનેસીસની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે ભારત પર નજર

યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો ચાલુ છે ત્યારે ગ્રાન્ટ થોર્ન્ટન યુકે એલએલપીના બિઝનેસ આઉટલુક ટ્રેકરે યુકેમાં 608 મધ્યમ કદના બિઝનેસીસનું સર્વેક્ષણ કરતાં જાણવા મળ્યું છે કે યુકેના મીડ-માર્કેટ માટે ભારત મુખ્ય કેન્દ્રીય આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ બજાર છે.

Read More...
ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં મોદી મુખ્ય અતિથિ બન્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 14 જુલાઇએ પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યાં હતા. બેસ્ટિલ ડેની ઉજવણીમાં ચાર રાફેલ ફાઇટર જેટ અને બે C-17 ગ્લોબમાસ્ટર્સે ભાગ લીધો હતો.

Read More...
માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગેના માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇને આદેશને શનિવાર, 15 જુલાઇએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ ગુનાહિત બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

Read More...

  Sports
વિમ્બલ્ડનમાં અલ્કારાઝ, વોન્ડ્રોસોવા નવા ચેમ્પિયન્સ

રવિવારે (16 જુલાઈ) સ્પેનના 20 વર્ષના કાર્લોસ અલ્કારાઝે ડીફેન્ડીંગ ચેમ્પિયન, 36 વર્ષના નોવાક જોકોવિચને પાંચ સેટની ફાઈનલના લાંબા મુકાબલામાં 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4થી હરાવી એક નવા યુગનો આરંભ કર્યો હતો.

Read More...
વિમ્બલ્ડન ફાઇનલમાં ટૉસ કરનાર મુઆવિઝનો જ્યોર્જ અને શાર્લોટ સાથે પરિચય કરાવાયો

વોટરએડ માટે લગભગ £10,000 એકત્ર કરનારા બકિંગહામશાયરના મુઆવિઝ અનવર નામના 8 વર્ષના બાળકને રવિવારે 16 જુલાઈના રોજ વિમ્બલ્ડનની પુરૂષોની સિંગલ્સની ફાઈનલ મેચમાં સેન્ટર કોર્ટમાં ટૉસ ઉછાળવાની તક મળી હતી.

Read More...
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ વિજય

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રને રેકોર્ડ વિજય હાંસલ કર્યો હતો. કેરેબિયન ટીમનો ત્રીજા જ દિવસે નામોશીભર્યો પરાજય થયો હતો.

Read More...
અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ

અમેરિકામાં 13 જુલાઈએ મેજર લીગ ક્રિકેટનો આરંભ થયો હતો. ટેક્સાસના ગ્રાંડ પ્રેઈર ખાતે આ ટુર્નામેન્ટ વિષે વાત કરતાં મેજર લીગ ક્રિકેટના કો-ફાઉન્ડર સમીર મહેતાએ કહ્યું હતું કે, અમેરિકામાં ક્રિકેટનો વિકાસ,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
વર્જિન એટલાન્ટિકે પાકિસ્તાન માટેની ફ્લાઈટ્સ બંધ કરી

બ્રિટિશ એરલાઈન્સ કંપની વર્જિન એટલાન્ટિકે પાકિસ્તાનમાં તેની ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી છે. સિવિલ એવિયેશન ઓથોરિટીના એક પ્રવક્તાએ જણાવ્યું કે સાત વીકલી ફ્લાઇટ સાથે બ્રિટિશ એરલાઈન્સે ડિસેમ્બર 2020માં અઠવાડિયામાં સાત ફ્લાઈટ સાથે ઈસ્લામાબાદ એરપોર્ટ પર વિમાન સેવા ચાલુ કરી હતી. વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મે 2023માં અમારા ફ્લાઇંગ પ્રોગ્રામને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હોવાથી, અમે અમારા સમગ્ર નેટવર્કની સમીક્ષા કરવાની તક ઝડપી છે અને થોડા ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. આ અમે હળવાશથી લીધેલો નિર્ણય નથી, અને અમને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ.

Read More...
અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્સ પર ગૌતમ અદાણીની નજર

ગૌતમ અદાણી દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્સ ખરીદવાનું વિચારે છે. અનિલ અંબાણીના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની હરાજી થવાની છે જેમાં ગૌતમ અદાણી બોલી લગાવી શકે છે. અનિલ અંબાણીની કંપનીઓ દેવું ભરવામાં નિષ્ફળ રહેતા ઈન્ડિયન બેન્કરપ્સી કોર્ટ દ્વારા તેની હરાજી કરવામાં આવશે. અદાણી જૂથે તાજેતરમાં 2.8 અબજ ડોલરની નવી મૂડી એકઠી કરી છે. અદાણીને વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડની ખરીદીમાં રસ છે જેની પ્રમોટર તરીકે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર છે. વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ મધ્ય ભારતમાં 600 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ધરાવે છે.

Read More...
વિદેશી કામદારો માટે કુવૈત સૌથી ખરાબ, મેક્સિકો શ્રેષ્ઠ

એક્સપેટ્સ ઇન્સાઇડર 2023 નામના એક ગ્લોબલ સરવેમાં મેક્સિકો અને સ્પેન વિદેશી કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે જ્યારે કુવૈત અને નોર્વેને સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યા છે. આ સરવેમાં કુલ 53 દેશોને આવરી લેવાયા હતા જેમાં ભારત 36મા સ્થાને આવ્યું છે. એટલે કે વિદેશીઓ માટે ભારતમાં કામ કરવું એટલું સરળ નથી. તેની તુલનામાં મેક્સિકો, પનામા, સ્પેન, મલેશિયા અને તાઈવાનમાં બહારના લોકો સુખેથી કામ કરી શકે છે. આ વિગતો બહાર આવી હતી. નવાઈની વાત એ છે કે વિદેશીઓ માટે ખરાબ દેશોમાં જર્મની, સાઉથ કોરિયા, તુર્કી, નોર્વે અને કુવૈતનો સમાવેશ થાય છે.

Read More...
ભારત 2075 સુધી વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ ગોલ્ડમેન

1.4 બિલિયન વસ્તી ધરાવતા ભારતના અર્થતંત્રમાં નાટકીય વધારો થવાની ધારણા અને ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, એમ ગોલ્ડમેન સૅક્સના એર રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. હાલમાં ભારતનું ઇકોનોમી આ સમયગાળા સુધીમાં 52.5 ટ્રિલિયન ડોલરનું થશે જે અમેરિકા કરતાં મોટું હશે અને ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે હશે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોપ-3 શક્તિશાળી દેશોમાં સામેલ થઈ જશે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેક્સે બહાર પાડેલ રીપોર્ટ મુજબ વર્ષ 2075 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા અમેરિકાને પછાડી દેશે અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Read More...
  Entertainment

ક્રિતિ સેનન નિર્માત્રી બની

ક્રિતિ સેનને અભિનય પછી હવે નિર્માત્રી બનીને બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘દો પત્તી’ બનાવવાની જાહેરાત કરી છે. મર્ડર મિસ્ટ્રી ધરાવતી આ ફિલ્મમાં કાજોલનો લીડ રોલ છે. કાજોલ અને ક્રિતિ આઠ વર્ષ પછી સાથે કામ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી આદિપુરુષના કારણે ક્રિતિ ઘણી ટ્રોલ થઈ છે. આદિપુરુષ થીયેટરમાંથી ઉતરી ગયા બાદ હવે તેની ચર્ચાઓ પણ અટકી ગઈ છે ત્યારે ક્રિતિએ ફરી એક વખત ધ્યાન ખેંચ્યું છે. પાછલા નવ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહેલી ક્રિતિએ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને તેનો પ્રથમ પ્રોજેક્ટ પણ એનાઉન્સ કર્યો છે.

Read More...

પેરિસ ફેશન શોમાં સોનમનો દબદબો

અભિનેત્રી સોનમ કપૂર સાચા અર્થમાં ફેશન આઇકોન છે. જ્યારે પણ તે શહેરની બહાર જાય છે અથવા તો કોઇ ઇવેન્ટમાં જાય ત્યારે પોતાનાં ફેશનેબલ લૂકથી તે ચાહકો અને મીડિયામાં છવાઇ જાય છે. સોનમ બોલીવૂડની એવી અભિનેત્રી છે જેણે ફિલ્મ ઉદ્યોગમાં સ્ટાઇલ અને ફેશનની વ્યાખ્યા બદલી નાખી છે. લીજેન્ડરી ફેશન ડિઝાઇનર ક્રિસ્ટિયન ડિઓર સાથે નજીકનાં સંબંધો ધરાવતી ગ્લોબલ ફેશન આઇકન સોનમને પેરિસ ફેશન વીક ખાતે ડિઓરનાં ઓટમ-વિન્ટર શોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એક પુત્રની માતા સોનમે તાજેતરમાં આ ભવ્ય ઇવેન્ટમાં હાજરી આપી હતી.

Read More...

રેખાઃ કલ, આજ ઔર કલ

ભારતીય સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાના ચાહકો દેશ-વિદેશમાં છે. તેઓ ઘણાં વર્ષોથી ફિલ્મો અને ફોટોશૂટથી દૂર રહ્યાં છે. તાજેતરમાં તેમણે વોર અરેબિયા મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. રેખાએ મુગલ અને મહારાજા શૈલીના ડ્રેસ-જ્વેલરી સાથે કરાવેલું ફોટોશૂટ ‘ઉમરાવ જાન’ ફિલ્મના તેમના આઈકોનિક લૂકની યાદ અપાવે છે. ૬૯ વર્ષનાં રેખાના નવા ફોટોગ્રાફ્સ જોઈને અનેક લોકોએ ઉમરાવ જાનના યાદગાર ગીત ‘ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈં’ ની પંક્તિ યાદ કરી હતી. રેખાએ ગોલ્ડન એમ્બ્રોઈડરી અને ગોલ્ડન જરી સાથે મુગલ શૈલીના ડ્રેસ અને રજવાડી શૈલીના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

Read More...

KBCની 15 મી સીઝનમાં ટેકનોલોજિકલ ફેરફાર જોવા મળશે

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોની સાથે ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. છેલ્લા 23 વર્ષથી તેઓ જાણીતા ટીવી શો- કૌન બનેગા કરોપડતિ (KBC)નું સંચાલન કરી રહ્યા છે. હવે તેઓ કેબીસીની 15મી સિઝન લઈને આવી રહ્યા છે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતાં સોની ટીવીએ પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં આ શોમાં મોટા ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને પોસ્ટ કરેલા 15મી સિઝનના પ્રોમોમાં શોના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેઓ શોમાં કેટલાક ફેરફારની વાત કરે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store