યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો ચાલુ છે ત્યારે ગ્રાન્ટ થોર્ન્ટન યુકે એલએલપીના બિઝનેસ આઉટલુક ટ્રેકરે યુકેમાં 608 મધ્યમ કદના બિઝનેસીસનું સર્વેક્ષણ કરતાં જાણવા મળ્યું છે કે યુકેના મીડ-માર્કેટ માટે ભારત મુખ્ય કેન્દ્રીય આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ બજાર છે. યુકેના 36 ટકા બિઝનેસીસ આગામી છ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે વૃદ્ધિ માટે વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમાંના ઘણા બિઝનેસીસની નજર ભારત પર છે. 73 ટકા લોકોએ ભારતને ફોકસ આંતરરાષ્ટ્રીય ગ્રોથ માર્કેટ તરીકે ઓળખાવ્યો છે.

મીડ-માર્કેટ પહેલેથી જ ભારતમાં બિઝનેસ કરવા માટે ખૂબ જ પરિચિત છે અને સર્વેક્ષણ કરાયેલા લગભગ 64 ટકા બિઝનેસીસ પહેલેથી જ પોતાની હાજરી ધરાવે છે. તેમાંથી, લગભગ તમામ (94 ટકા) તેમની હાજરીને વિસ્તારવાની યોજના ધરાવે છે તો બહુમતી બિઝનેસીસ આગામી બે વર્ષમાં તેમ કરવાની યોજના ધરાવે છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જે તકો ઓફર કરશે તે પણ મીડ-માર્કેટ માટે સ્પષ્ટ છે. લગભગ 72 ટકા બિઝનેસીસ સંમત થાય છે કે ભારત સાથેનો FTA તેમના બિઝનેસીસને ત્યાં વધુ તકો શોધવા માટે પ્રોત્સાહિત કરે તેવી શક્યતા છે.

જેમ જેમ ભારતની અર્થવ્યવસ્થા મજબૂતાઈમાં આગળ વધી રહી છે, તેમ મીડ-માર્કેટ આ બજારમાં બિઝનેસીસની હાજરી સ્થાપિત કરવા માટે ઘણા ફાયદા જુએ છે. આ સંશોધનમાં ભારતના ઝડપથી વિકસતા અને સ્થિર અર્થતંત્ર, કામ કરતી વયના લોકોની મોટી વસ્તી અને વિશાળ ઉપભોક્તા બજારને ટોચના ત્રણ લાભો તરીકે ઓળખવામાં આવ્યા છે. તો હાઇ ટેરિફ અને સંરક્ષણવાદી નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર કરવામાં સરળતાને ભારતમાં બિઝનેસ માટે મીડ-માર્કેટ માટેના સૌથી મોટા અવરોધો તરીકે ઓળખાવાયા છે.

ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપના વડા અનુજ ચાંદે, OBEએ જણાવ્યું હતું કે “ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરાય છે. તેથી તે યુકેમાં બિઝનેસીસ માટે વૃદ્ધિની વિશાળ તક રજૂ કરે છે. પ્રથમ વખત ભારત તરફ જોઈ રહેલા લોકો માટે આ માર્કેટમાં સંભવિત તકોની શોધ કરવાનો આ ઉત્તમ સમય છે. ભારત રોકાણકારો અને બિઝનેસીસ માટે સ્થિર અને ચોક્કસ આર્થિક વાતાવરણ પ્રદાન કરે છે.’’

તેમણે કહ્યું હતું કે “અપેક્ષિત UK-ભારત મુક્ત વ્યાપાર કરાર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ આગળ વધારવામાં મદદ કરશે અને વધુ રોકાણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. વિદેશી બિઝનેસીસ માટે વધુ લેવલ પ્લેઇંગ ફિલ્ડની મંજૂરી આપવા અને મોટા અને ઝડપથી વિકસતા માર્કેટમાં વધુ પહોંચ આપવા માટે FTA એ ટેરિફ અને ડ્યુટી ઘટાડવી જોઈએ. અમુક નિયમોમાં છૂટછાટ અને પરવાનગી આપવી જોઈએ. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ ભારતમાં વેપાર કરવા અથવા રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટેકો પૂરો પાડે છે, જ્યારે અમારી જેવી કંપનીઓ નવા બજારોની શોધખોળ કરતા વ્યવસાયોને અનુરૂપ સમર્થન પણ પ્રદાન કરી શકે છે.’’

LEAVE A REPLY

1 × five =