Vol. 4 / No. 365 About   |   Contact   |   Advertise January 5, 2024


 
 
ચાર્ટર પ્લેનથી ભારતીયોના ગેરકાયદે ઇમિગ્રેશન નેટવર્કનો ફ્રાન્સમાં પર્દાફાશ

એક આખું વિમાન ભરીને ભારતમાંથી અમેરિકા સહિતના દેશોમાં ઘુસણખોરી કરાવવાના એક કૌભાંડનો ફ્રાન્સમાં 21 ડિસેમ્બરે પર્દાફાશ થયો હતો. રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સની એક ચાર્ટર ફલાઈટ દુબઈથી નિકારાગુઆ માટે 303 મુસાફરો સાથે રવાના થઈ હતી. આ ફલાઈટનું 21 ડિસેમ્બરે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપઓવર માટે લેન્ડિંગ કરાયું હતું. આખું પ્લેન ભરીને ગેરકાયદે ઘૂસણખોરી માટે લોકોને લઈ જવામાં આવતા હોવાનો અને પકડાયા હોવાનો ભારતનો આ સૌપ્રથમ કિસ્સો જણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આ પ્લેનના મુસાફરો પાસે નિકારાગુઆના તો સત્તાવાર વિઝા પણ હતા. આ વિમાનમાં હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) થઇ રહ્યું હોવાની શંકાને પગલે ફ્રાન્સના સત્તાવાળાએ વિમાનને અટકાવી દીધું હતું અને તપાસ આદરી હતી.

Read More...
યુકે ફેમિલી વિઝા પગારના થ્રેશોલ્ડની વૃદ્ધિ તબક્કાવાર થશે

પોલિસીની જાહેરાત કર્યાના ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં ફેમિલી વિઝા પર જીવનસાથી અથવા ભાગીદારને યુકેમાં લાવવા કે સ્પોન્સર કરવા માટે બ્રિટિશ નાગરિકો અને કાયમી રહેવાસીઓના લઘુત્તમ વાર્ષિક પગાર £38,700ના બદલે £29,000ની

Read More...
મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ એશિયનોની સિદ્ધિઓ સન્માનિત કરી

મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા તા. 29ના રોજ જાહેર કરાયેલ નવા વર્ષની સન્માન સૂચિમાં ભૂતપૂર્વ ચાન્સેલર અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદ તથા પ્રોફેસર અમૃતપાલ સિંહ હંગિનને નાઈટહૂડ સાથે સંખ્યાબંધ બ્રિટિશ એશિયનોની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી.

Read More...
પ્રતિષ્ઠિત 25મા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહનું ઝી ટીવી પર તા. 28ના રોજ પ્રસારણ કરાશે

સેન્ટ્રલ લંડનના વેસ્ટ મિન્સ્ટર બ્રિજના છેવાડે થેમ્સ નદીના તટે આવેલ ભવ્ય પાર્ક પ્લાઝા હોટેલમાં તા. 22ના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત 25મા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહની હાઇલાઇટ્સનું પ્રસારણ રવિવાર તા.

Read More...
આર્સેનલના સીઈઓ વિનય વેંકટેશમને રમતગમતની સેવાઓ માટે OBE એનાયત

ઇંગ્લિશ ફૂટબોલની ટોચ પર પહોંચવામાં સફળ રહેલા આર્સેનલના સીઈઓ વિનય વેંકટેશમને રમતગમતની સેવાઓ માટે OBE પ્રાપ્ત થયું છે. વેંકટેશમ અગાઉ બ્રિટિશ ઓલિમ્પિક એસોસિએશન અને લંડન 2012 સાથે કામ કરીને 2010માં નોર્થ લંડન ક્લબમાં જોડાયા હતા.

Read More...
પૂર્વ ચાન્સેલર – હોમ સેક્રેટરી સાજિદ જાવિદને નાઈટહુડની પદવી એનાયત

રોશડેલમાં બ્રિટિશ પાકિસ્તાની પરિવારમાં જન્મેલા અને બ્રિટનના ચાન્સેલર, હોમ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરી જેવા બે ટોચના પદો ઉપરાંત વિવિધ વિભાગોના મિનિસ્ટર તરીકે સેવાઓ આપી ચૂકેલા રાઇટ ઓનરેબલ સાજિદ જાવિદને

Read More...
નિખિલ કામથ અને ડૉ. નીરજા બિરલાની બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ઈન્ડિયા એડવાઈઝરી કાઉન્સિલમાં વરણી

વેલ્થ મેનેજમેન્ટ ફર્મ ટ્રુ બીકન અને વેન્ચર કેપિટલ ફર્મ ગૃહસ, ભારતના સૌથી મોટા સ્ટોક બ્રોકરો પૈકીના એક ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ અને આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ ડૉ.

Read More...
ઇમિગ્રેશન બે દાયકાની ટોચે પહોંચતા અમેરિકાની વસ્તીમાં વધારો

અમેરિકામાં ચાલુ વર્ષે ઇમિગ્રન્ટ્સની સંખ્યા બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચી છે અને તેને કારણે તેની એકંદર વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, એમ ગુરુવારે યુએસ સેન્સસ બ્યૂરોએ જારી કરેલા અંદાજમાં જણાવાયું હતું.

Read More...
અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થશે

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ થશે,

Read More...
ગુજરાત સરકારનો નિર્ણય, ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ

આગામી વાયબ્રન્ટ ગુજરાત સમીટ પહેલા ગુજરાત સરકારે શુક્રવારે એક નીડર નિર્ણય કરીને ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી છે. રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યની

Read More...

  Sports
દ. આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો સજ્જડ પરાજય

ભારતનો દ. આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં વિજય પછી સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રનથી સજ્જડ પરાજય થયો હતો. પાંચ દિવસની ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પુરી થઈ ગઈ હતી.

Read More...
મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન, ચિરાગ – સાત્વિકને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ

ભારત સરકારે ડીસેમ્બરમાં દેશના ખેલાડીઓ તેમજ કોચ માટે વિવિધ એવોર્ડ્સની જાહેરાત કરી હતી, જેમાં ખેલાડીઓ તથા કોચ બન્નેને 2023માં તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમજ ત્રણ કોચ તથા ત્રણ ખેલાડીઓને

Read More...
આઈપીએલ 2024માં મિચેલ સ્ટાર્કને રૂ. 24.75 કરોડનો જેકપોટ

ડીસેમ્બરની 20મીએ આઈપીએલ 2024 માટે ક્રિકેટર્સના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ઐતિહાસિક જેકપોટ લાગ્યો હતો, કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કનો સોદો રેકોર્ડ રૂ. 24.75 કરોડમાં કર્યો હતો.

Read More...
પૂજારા 2024 કાઉન્ટી સિઝનમાં સસેક્સ તરફથી રમશે

ચેતેશ્વર પૂજારા 2024 કાઉન્ટી સિઝનમાં સસેક્સ ટીમ તરફથી રમશે. તેણે કાઉન્ટીની પ્રથમ 7 મેચ માટે સસેક્સ સાથે કરાર કર્યો છે. સસેક્સે ઓસ્ટ્રેલિયાના બેટર ડેનિયલ હ્યુજીસને પણ બીજા વિદેશી ખેલાડી તરીકે ટીમમાં સામેલ કર્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતીય બેન્કોમાં 7 મહિનામાં NRI ડિપોઝિટ બમણી

ઊંચા વ્યાજ દરો અને રૂપિયામાં સ્થિરતાને પગલે ભારતીય બેન્કોમાં બિન-નિવાસી ભારતીયો (NRIs)ની ડિપોઝિટ બમણી થઈ છે. વિવિધ બિન-નિવાસી થાપણ યોજનાઓ હેઠળનો તાજો નાણાપ્રવાહ એપ્રિલ-ઓક્ટોબર 2023માં બમણો થઈને $6.1 બિલિયન થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $3.05 બિલિયન હતો, એમ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું. આમ ભારતમાં સાત મહિનાના ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 6.1 બિલિયન ડોલર જમા થયા હતા. ગયા વર્ષે સમાન ગાળામાં 3.05 બિલિયન ડોલર ઠલવાયા હતા. ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) એકાઉન્ટમાં મોટો વધારો થયો છે, જેના કારણે એનઆરઆઈ ડિપોઝિટમાં મોટો નાણાપ્રવાહ આવ્યો હતો.

Read More...
દારૂની છૂટના 5 દિવસમાં ગિફ્ટ સિટીમાં રૂ.500 કરોડના પ્રોપર્ટી સોદા

ગાંધીનગર નજીક આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં દારુ પીવાની છૂટ આપવામાં આવ્યાં પછી માત્ર પાંચ દિવસમાં જ રૂ. 500 કરોડનો પ્રોપર્ટી સોદા થયા હતા.સરકારે ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ ટાંકીને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં છેલ્લા 11 વર્ષમાં એક સાથે એટલા સોદા નથી થયા જેટલા છેલ્લા પાંચ દિવસમાં થયા છે.

Read More...
ભારતે ક્રૂડ ઓઇલ માટે યુએઈને રૂપિયામાં પેમેન્ટ કર્યું

ભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભારત હવે ડોલરની એક્સ્ચેન્જમાં થનારા ખર્ચથી બચવા માટે રૂપિયામાં વ્યાપારને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતે જુલાઈમાં યુએઈ સાથે રૂપિયામાં વ્યાપાર કરવા માટેના કરાર પર સહી કરી હતી. આ પછી તરત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અબુધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરી હતી. ભારતે રશિયા પાસેથી અમુક જથ્થામાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પણ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. જો કે, રશિયા સાથે રૂપિયામાં વેપાર અંગેની વાતચીત આગળ વધી નથી.

Read More...
ડીપફેક વીડિયો મુદ્દે સોશિયલ મીડિયા કંપનીઓને સરકારની એડવાઇઝરી

વાંધાજનક સામગ્રીના સંદર્ભમાં સરકાર લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે ફરિયાદ દાખલ કરવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા આઇટી નિયમોના ભંગ અંગે લોકો સરકારને જાણકારી આપી શકે તે માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય એક પ્લેટફોર્મ બનાવશે. આ પ્લેટફોર્મ હાલની ગ્રીવન્સ એપેલેટ કમિટીથી અલગ થશે, એમ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે જણાવ્યું હતું. દિલ્હીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમો અનુસાર તેમની ઉપયોગની શરતોને નિર્ધારિત કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Read More...
  Entertainment

નૂતન વર્ષ 2024માં બોલીવૂડ માટે નવો આશાવાદ

હિન્દી ફિલ્મો માટે ગત વર્ષ ખૂબ જ સફળ થતાં નવા વર્ષ 2024ના પ્રારંભે બોલીવૂડમાં નવી આશા-ઉમંગ-ઉત્સાહ જોવા મળે છે. 2023 બોલીવૂડ માટે ખૂબ ભાગ્યશાળી રહ્યું હતું અને ફિલ્મોએ 11,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે રીલીઝ થનારી ફિલ્મો માટે ફિલ્મકારોમાં 2023ની જેમ મોટી સકારાત્મક અપેક્ષા જોવા મળી રહી છે. ભૂતકાળમાં ખોવાઇ ગયેલા ઘણા કલાકારો નવા વર્ષમાં ફરીથી ફિલ્મી પડદે જોવા મળશે.

Read More...

ફિલ્મોમાં અભિનયને મહત્ત્વ આપે છે કરીના કપૂર

બોલીવૂડમાં એવું કહેવાય છે કે, કરીના કપૂર ખાન કારકિર્દીની શરૂઆતથી પોતાની શરતો મુજબ કામ કરે છે. એ-ગ્રેડ સ્ટાર સાથે જ ફિલ્મ કરવાથી લઇને સ્ક્રિપ્ટ-ડાયરેક્શનમાં સૂચનો કરવાનું કરીનાને પસંદ છે. કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, માત્ર સિક્સ પેક એબ્સ બતાવીને સારા એક્ટર બની શકાય નહીં. કરીનાએ આ વાત કરતી વખતે કોઈનું નામ લીધુ ન હતું. પરંતુ સલમાન, શાહરૂખ, ટાઈગર અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ તરફ ઈશારો થયો હોવાનું લાગતું હતું. કરીના કપૂરે નીપોટિઝમ વિવાદ વખતે હંમેશા બોલીવૂડને સમર્થન આપ્યું છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હિટ જતાં કરીનાએ જણાવ્યું હતું કે, બોલીવૂડના કપૂર ફેમિલીને રણબીર તરીકે સારો એક્ટર મળી ચૂક્યો છે.

Read More...

અમિતાભ બચ્ચનનું સ્પોર્ટસમાં પદાર્પણ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને હવે રમત-ગમતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ટેનિસની ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમ ખરીદી હોવાની જાહેરાત કરી હતી. આઇએસપીએલ ભારતની સૌ પ્રથમ ટેનિસ બોલ ટી10 ક્રિકેટ લીગ છે જે, આ વર્ષે 2થી 9 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાશે. આ લીગ ભારતમાં પ્રથમવાર સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં છ ટીમ વચ્ચે 19 મેચ રમાશે. આ લીગમાં હૈદરાબાદ, મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગરની ટીમોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, આ લીગના ભાગ બનીને તેમણે એક નવો પ્રારંભ કર્યો છે. મારા માટે નવો દિવસ અને નવું સાહસ છે. એક માલિક તરીકે મુંબઈની ટીમ સાથે જોડાવાથી હું રોમાંચ અનુભવી રહ્યો છું.

Read More...

ઈશા કોપીકર-ટિમી નારંગના છૂટાછેડા થયા

ઈશા કોપીકરે તાજેતરમાં પતિ ટિમી નારંગ સાથે છૂટાછેડા લીધા હોવાનું મીડિયા સૂત્રો જણાવે છે. રેસ્ટોરાં બિઝનેસ સાથે સંકળાયેલા નારંગથી ઈશા અલગ રહેવા જતી રહી છે અને તેની સાથે 9 વર્ષની પુત્રી રિઆના પણ છે. સૂત્રો કહે છે કે, બંને વચ્ચે ઘણા મતભેદ ઊભા થયા હતા અને એકબીજાને સમજવા, અનુકૂળ થવા બંનેએ ખૂબ પ્રયાસ કર્યા હતા. લગ્ન જીવનને બચાવવાના પ્રયાસ સફળ ન રહેતા તેમણે નવેમ્બરમાં છૂટાછેડા લીધા હતા. ઈશા પોતાની પુત્રીને લઈને અલગ રહેવા જતી રહી હતી. ઈશાએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ઈશાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કંઈ પણ કહેવું ઘણું વહેલું ગણાશે. ઈશા અને ટીમી નારંગની પ્રથમ મુલાકાત જીમમાં થઈ હતી. ત્રણ વર્ષના ડેટિંગ બાદ તેમણે 2009માં લગ્ન કર્યા હતા. ઈશા કોપિકરે 2002માં કંપની ફિલ્મના ગીત ખલ્લાસથી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store