Dollar plunges sharply Asian economies in trouble
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઊંચા વ્યાજ દરો અને રૂપિયામાં સ્થિરતાને પગલે ભારતીય બેન્કોમાં બિન-નિવાસી ભારતીયો (NRIs)ની ડિપોઝિટ બમણી થઈ છે. વિવિધ બિન-નિવાસી થાપણ યોજનાઓ હેઠળનો તાજો નાણાપ્રવાહ એપ્રિલ-ઓક્ટોબર 2023માં બમણો થઈને $6.1 બિલિયન થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $3.05 બિલિયન હતો, એમ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું.

આમ ભારતમાં સાત મહિનાના ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 6.1 બિલિયન ડોલર જમા થયા હતા. ગયા વર્ષે સમાન ગાળામાં 3.05 બિલિયન ડોલર ઠલવાયા હતા. ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) એકાઉન્ટમાં મોટો વધારો થયો છે, જેના કારણે એનઆરઆઈ ડિપોઝિટમાં મોટો નાણાપ્રવાહ આવ્યો હતો.

રિઝર્વ બેન્કના ડેટા અનુસાર વિવિધ નોન-રેસિડન્ટ ડિપોઝિટ સ્કીમ હેઠળ મોટા પ્રમાણમાં મૂડી દેશમાં ઠલવાઈ રહી છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં તેમાં 6.10 બિલિયન ડોલર જમા થયા છે. એપ્રિલથી ઓક્ટોબર 2023માં FCNR (B)માં જમા થયેલી રકમ 2.06 બિલિયન ડોલર હતી. જ્યારે આ ગાળામાં 81.4 કરોડ ડોલરનો ઉપાડ કરવામાં આવ્યો હતો. નોન રેસિડન્ટ એક્સટર્નલ રૂપી એકાઉન્ટમાં જમા થયેલી રકમ 1.67 બિલિયન ડોલરથી વધી 1.95 બિલિયન ડોલર થઈ હતી.

અલગ અલગ NRE ટર્મ ડિપોઝિટ માટે વ્યાજનો દર પણ અલગ અલગ હોય છે. ડોમેસ્ટિક બેન્કોમાં બે કરોડ રૂપિયાથી નીચી NRE ટર્મ ડિપોઝિટ માટે 6.5 ટકાથી 7.5 ટકાનો વ્યાજદર ઓફર થાય છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બે કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 400 દિવસના સમયગાળા માટે 7.1 ટકાનો વ્યાજદર ઓફર કરે છે.

એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં સૌથી મોટી NRI ડિપોઝિટ નોન-રેસિડન્ટ ઓર્ડિનરી (NRO) એકાઉન્ટમાં જમા થઈ હતી જે કુલ બે અબજ ડોલર હતી. ગયા વર્ષના સમાનગાળામાં NRI ડિપોઝિટમાં મૂડીનો ફ્લો 2.19 અબજ ડોલરનો હતો. બેંકો વિવિધ મેચ્યોરિટી સાથે NRO થાપણો પર 3 ટકાથી 7.1 ટકાની રેન્જમાં વ્યાજ દર ઓફર કરે છે. યુએસ ડૉલરમાં જાળવવામાં આવેલી FCNR (B) થાપણો પર વ્યાજ દર 250,000 સુધીની થાપણો પર 4 ટકાથી 5.7 ટકા સુધી બદલાય છે અને તેનો સમયગાળો અલગ અલગ હોય છે.

 

LEAVE A REPLY

two × five =