FILE PHOTO: REUTERS/Dado Ruvic/Illustration/File Photo

વાંધાજનક સામગ્રીના સંદર્ભમાં સરકાર લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે ફરિયાદ દાખલ કરવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા આઇટી નિયમોના ભંગ અંગે લોકો સરકારને જાણકારી આપી શકે તે માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય એક પ્લેટફોર્મ બનાવશે. આ પ્લેટફોર્મ હાલની ગ્રીવન્સ એપેલેટ કમિટીથી અલગ થશે, એમ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે જણાવ્યું હતું.

દિલ્હીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમો અનુસાર તેમની ઉપયોગની શરતોને નિર્ધારિત કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામગ્રીને દૂર કરવાની જગ્યાએ ડીપફેક તરીકે લેબલ કરે તો તે સરકાર માટે સ્વીકાર્ય રહેશે. મંત્રાલય એક અધિકારીની નિમણૂક કરશે જે ઓક્ટોબર 2022માં સૂચિત કરાયેલ IT નિયમોના નિયમ 7ના અમલીકરણ માટે કામ કરશે.

ચંદ્રશેખરના જણાવ્યા મુજબ, આ પગલાથી જે લોકો વાંધાજનક સામગ્રીથી પીડિત છે, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ (એફઆઇઆર) ફાઇલ કરી શકશે. મંત્રાલય એક પ્લેટફોર્મ બનાવશે જેના દ્વારા પીડિત લોકો નિયમોના ઉલ્લંઘન વિશે મંત્રાલયને ખૂબ જ સરળતાથી જાણ કરી શકે છે. આ ઉપરાંત મંત્રાલયે એક મિકેનિઝમ તૈયાર કરશે. જે તેમને FIR દાખલ કરવામાં મદદ કરશે.

તેમણે જણાવ્યું હતું કે “ભૂતકાળમાં અમે 100 ટકા ઉલ્લંઘનો માટે 100 ટકા પ્રતિસાદ આપતા ન હતા, પરંતુ આજથી કોઈપણ પ્લેટફોર્મ આજથી 100 ટકા નિયમોનું પાલન, ઝીરો ટોલેરન્સ હશે. નિયમોના ઉલ્લંઘટન બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે એફઆઈઆર નોંધવામાં આવશે અને જો તેઓ વિગતો જાહેર કરશે કે સામગ્રી ક્યાંથી આવી છે, તો પછી સામગ્રી પોસ્ટ કરનાર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

LEAVE A REPLY

two × four =