Sussex captain Pujara's 58th first-class century
(ANI Photo)

ચેતેશ્વર પૂજારા 2024 કાઉન્ટી સિઝનમાં સસેક્સ ટીમ તરફથી રમશે. તેણે કાઉન્ટીની પ્રથમ 7 મેચ માટે સસેક્સ સાથે કરાર કર્યો છે. સસેક્સે ઓસ્ટ્રેલિયાના બેટર ડેનિયલ હ્યુજીસને પણ બીજા વિદેશી ખેલાડી તરીકે ટીમમાં સામેલ કર્યો છે. કાઉન્ટીમાં સસેક્સ માટે પૂજારાની આ ત્રીજી સિઝન છે. પૂજારાએ અત્યાર સુધીમાં સસેક્સ માટે 18 મેચમાં 8 સદી અને 3 અડધી સદી સાથે 64.24ની એવરેજથી 1,863 રન કર્યા છે.

તેનો સર્વોચ્ચ સ્કોર 2022માં ડર્બીશાયર સામે 231 રન હતો. ભારત માટે 35 વર્ષનો આ જમોડી બેટર છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમ્યો હતો. 

LEAVE A REPLY

two × four =