(ANI Photo)

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ થશે, પરંતુ તે પહેલા અનેક પ્રકારની પૂજા અને વિધિઓ શરૂ થશે. 15 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામ લલ્લા (ભગવાન રામના બાળસ્વરૂપ)ની મૂર્તિની સ્થાપિત કરાશે.

16 જાન્યુઆરીથી મૂર્તિના નિવાસની વિધિ શરૂ થશે, જે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ છે. સરયુ નદીના કિનારે ‘દશવિધ’ સ્નાન, વિષ્ણુ પૂજન અને ગાયનો અર્પણ થશે.

17 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા અયોધ્યા પહોંચશે. મંગલ કળશમાં સરયુ જળ લઈને ભક્તો રામ જન્મભૂમિ મંદિરે પહોંચશે.

18 જાન્યુઆરીએ ગણેશ અંબિકા પૂજા, વરુણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજા સાથે ઔપચારિક વિધિઓ શરૂ થશે.

19 જાન્યુઆરીએ પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવશે, ત્યારબાદ ‘નવગ્રહ’ અને ‘હવન’ વિધિ કરાશે.
રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહને 20 જાન્યુઆરીએ સરયૂના પાણીથી ધોવામાં આવશે, ત્યારબાદ વાસ્તુ શાંતિ અને ‘અન્નધિવાસ’ વિધિ થશે.

21 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિને 125 કળશથી સ્નાન કરાવાશે. સમારંભનાઅંતિમ દિવસે, 22 જાન્યુઆરીએ, સવારની પૂજા પછી બપોરે ‘મૃગશિરા નક્ષત્ર’માં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે.

રામ મંદિર વિશે બોલતા કેન્દ્રીય પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે 450 વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે અને રામ મંદિરનું સપનું સાકાર થશે.

LEAVE A REPLY

5 × 4 =