Sajid Javid

રોશડેલમાં બ્રિટિશ પાકિસ્તાની પરિવારમાં જન્મેલા અને બ્રિટનના ચાન્સેલર, હોમ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરી જેવા બે ટોચના પદો ઉપરાંત વિવિધ વિભાગોના મિનિસ્ટર તરીકે સેવાઓ આપી ચૂકેલા રાઇટ ઓનરેબલ સાજિદ જાવિદને તેમની રાજકીય અને જાહેર સેવાઓ બદલ મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા નાઈટહુડની પદવી એનાયત કરવામાં આવી છે.

શ્રી સાજિદ જાવિદે ગરવી ગુજરાતને પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ‘’આ એક જબરદસ્ત સન્માન છે. હું ઈચ્છું છું કે મારા સ્વર્ગસ્થ પિતા તેને જોવા માટે અહીં હોત. હું આ રીતે સન્માનિત થવા માટે ખૂબ જ માન અનુભવુ છું. આ સન્માન જેમની સાથે મેં જાહેર સેવામાં કામ કર્યું છે તેવા દરેક વ્યક્તિના સામૂહિક પ્રયાસો અને સમર્પણનો પુરાવો છે.”

બસ ડ્રાઈવરના પુત્ર તરીકે જન્મેલા સાજિદ 2010માં બ્રોમ્સગ્રોવના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને વંશીય લઘુમતી મૂળના પ્રથમ સાંસદ બનવા સાથે સેટેટ સેક્રેટરી બન્યા હતા અને ગ્રેટ ઓફિસ ઓફ સ્ટેટ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમણે કલ્ચર સેક્રેટરી, બિઝનેસ સેક્રેટરી, કોમ્યુનિટી સેક્રેટરી, હોમ સેક્રેટરી, ચાન્સેલર ઓફ ધ એક્સચેકર અને હેલ્થ સેક્રેટરી તરીકે સેવાઓ આપી છે. કોમ્યુનિટી સેક્રેટરી અને હોમ સેક્રેટરી તરીકે, તેમણે એન્ટી સેમેટીઝમ સામે ઝુંબેશ ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચાન્સેલર તરીકે, તેમણે તેમનો મોટાભાગનો સમય યુકેને EU છોડવાની તૈયારીનો પાયો નાંખવામાં વિતાવ્યો હતો.

તેમણે કોવિડ-19 રોગચાળાના બીજા ભાગમાં હેલ્થ સેક્રેટરી તરીકે સેવા આપી હતી અને વિભાગના ઈતિહાસના સૌથી પડકારજનક સમયમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સમગ્ર યુકેમાં બૂસ્ટર રસીઓના રોલઆઉટનું નિરીક્ષણ કર્યું. આખરે રોગચાળાને કાબૂમાં લેવા માટે ટીમોને એકત્ર કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

four + 9 =