Vol. 4 / No. 366 About   |   Contact   |   Advertise January 12, 2024


 
 
અમદાવાદમાં મોદીનો UAEના પ્રેસિડન્ટ સાથે ભવ્ય રોડ શો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના એક દિવસ પહેલા મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો યોજ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી 3 કિમી લાંબો રોડ પર આ શો યોજવામાં આવ્યો હતો. રોડ શોને લઈ લોકોમાં જબરદસ્ત જોવા મળ્યો હતો અને ઠેકઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના પ્રેસિડન્ટનું સ્વાગત કર્યું હતું. UAEના પ્રમુખ પણ VGGSમાં પણ ભાગ લેવાના છે. જેનું ઉદઘાટન મોદી 10 જાન્યુઆરીએ કરશે. રોડ શો અને સમિટ પહેલા સુરક્ષા ચાંપતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Read More...
યુકે મીડિયાનું ભારત પરનું રીપોર્ટિંગ સંતુલિત નથી: ઇનસાઇટ યુકેનો સર્વે

યુકેમાં વિવિધ ન્યૂઝ મીડિયા દ્વારા બ્રિટિશ હિંદુ અને બ્રિટિશ ઈન્ડિયન (BHI) સમુદાયોના કરાતા ચિત્રણ અંગે ઇનસાઇટ યુકે દ્વારા કરાયેલા બ્રિટિશ મીડિયા અને પર્સેપ્શન રીપોર્ટમાં બહાર આવ્યું છે કે યુકેના 80 ટાકા મીડિયા દ્વારા ભારત અથવા ભારતીયો,

Read More...
2024ના બીજા ભાગમાં યુકેની સામાન્ય ચૂંટણીનો સંકેત આપતા સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે મે મહિનામાં ચૂંટણી યોજવાની શક્યતાને નકારી કાઢતા સંકેત આપ્યો હતો કે યુકેની સામાન્ય ચૂંટણીઓ 2024ના બીજા ભાગમાં યોજાશે. દેશમાં જાન્યુઆરી 2025 પહેલા ચૂંટણી કરવી આવશ્યક છે.

Read More...
સંસદના નવીનીકરણનો ખર્ચ £7થી £13 બિલિયન: 19થી 28 વર્ષનો સમય લાગશે

યુકેના સંસદ જ્યાં બેસે છે તે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના નવીનીકરણનો ખર્ચ તાજેતરના અંદાજો મુજબ £7થી £13 બિલિયન વચ્ચે થશે અને તે માટે 19થી 28 વર્ષનો સમય લાગશે. રીપેરીંગ દરમિયાન સાંસદો અને સાથીઓએ 12 થી 20 વર્ષ માટે બહાર જવું પડશે.

Read More...
આગામી સંસદ ‘સૌથી વધુ વૈવિધ્યસભર હશે’

યુકેની આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાઓ અને વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા 65થી વધીને ઓછામાં ઓછા 75થી 83 જેટલી થવા સાથે આગામી સંસદ ઇતિહાસમાં સૌથી વધુ વૈવિધ્યસભર સંસદ બની રહેશે એમ અગ્રણી રેસ અને ડાયવર્સીટી થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચરે

Read More...
યુ.કે.ના પ્રધાન લોર્ડ તારિક અહેમદ ગુજરાત-ચેન્નાઇની મુલાકાતે

યુકેના મધ્ય પૂર્વ, સાઉથ એશિયા અને યુએન વિભાગના પ્રધાન લોર્ડ તારિક અહેમદ સોમવારે (8 જાન્યુઆરી) ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતમાં તેઓ ચેન્નાઇ (તામિલનાડુ) માં આયોજિત તામિલનાડુ

Read More...
FTSE350 કંપનીઓના સિનિયર મેનેજમેન્ટમાં એથનિક માઈનોરીટીઝનું પ્રતિનિધિત્વ 25% વધ્યું

યુકેની ટોચની કંપનીઓના મેનેજમેન્ટમાં વંશિય લઘુમતીઓના પ્રતિનિધિત્વમાં વધારો કરવા માટેની કેમ્પેઇન ચેન્જ ધ રેસ રેશિયો 2023ના જારી થયેલા પ્રોગ્રેસ રીપોર્ટમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ કેમ્પેઇન સામેલ થયેલી

Read More...
સીએટલમાં ભારતનું છઠ્ઠું દૂતાવાસ ખુલ્યું, પ્રકાશ ગુપ્તા કોન્સલ જનરલ

ભારતે અમેરિકામાં સીએટલ ખાતે છઠ્ઠું દૂતાવાસ તાજેતરમાં શરૂ કર્યું હતું. તેનાથી અલાસ્કા, ઇડાહો, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓરેગોન, સાઉથ ડાકોટા, વોશિંગ્ટન અને વ્યોમિંગના રહેવાસીઓને વધુ નજીકમાં સેવાઓ મળશે.

Read More...
બિલ્કિસબાનો કેસના દોષિતોને સજામાફીનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનાર અને તેના પરિવારની હત્યા કરનાર 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને સોમવારે રદ કર્યો હતો. આનાથી તમામ 11

Read More...
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

ગુજરાતના પાંચ શહેરોમાં રવિવાર, 7 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો હતો. 7થી 14 જાન્યુઆરી સુધી ચાલનારા પતંગ મહોત્સવને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો.

Read More...

  Sports
ટી-20 વર્લ્ડ કપ 1 થી 29 જુન સુધી અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝમાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આગામી ટી-20 વર્લ્ડ કપ 2024ના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ સ્પર્ધામાં કુલ 20 ટીમ ભાગ લેશે અને તેને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. દરેક ગ્રુપમાં બે મુખ્ય ટીમ તથા બીજી

Read More...
ભારતે અનેક રેકોર્ડ તોડ્યા, દ. આફ્રિકાને કેપટાઉન ટેસ્ટમાં હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે તેની ગયા સપ્તાહે પુરી થયેલી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ તોડવાની સાથે 31 વર્ષ પછી દ. આફ્રિકામાં ટેસ્ટ મેચમાં વિજય હાંસલ કર્યો હતો અને સીરીઝ 1-1થી ડ્રો કરી હતી.

Read More...
અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝમાં રોહિત શર્મા ફરી સુકાનીપદે

ભારતમાં ઘરઆંગણે આ સપ્તાહથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના સુકાનીપદે ફરી રોહિત શર્માની વરણી કરાઈ છે. આ સીરીઝમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ કરાયો છે, તો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો ઈજાના કારણે સમાવેશ નથી કરાયો.

Read More...
ઈંગ્લેન્ડ સામે ભારતમાં પાંચ ટેસ્ટની સીરીઝ 25મીથી

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આ મહિને ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીએ શરૂ થશે અને પાંચમી તથા અંતિમ ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અદાણી-હિન્ડનબર્ગ મામલે વધુ તપાસની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે બુધવારે ગૌતમ અદાણી-હિંડનબર્ગ રીસર્ચ વિવાદમાં વિશેષ તપાસ ટીમ (SIT) અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આનાથી અદાણી ગ્રૂપને મોટી રાહત થઈ હતી. સર્વોચ્ચ અદાલતે એસટીઆઇ કે સીબીઆઇની જગ્યાએ બજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને અદાણી જૂથની કંપનીઓ દ્વારા કથિત ઉલ્લંઘનના બાકીના બે કેસોની તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ખાસ કરીને હિન્ડબર્ગના રીપોર્ટની પ્રમાણભૂતતા અને સેબીના કાર્યક્ષેત્રની ચકાસણી કર્યા પછી આ નિર્ણય કર્યો હતો.

Read More...
ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનાઢ્ય

ગયા વર્ષે વેલ્થ રેન્કિંગમાં રોલર-કોસ્ટર રાઇડ કર્યા પછી શુક્રવારે ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યાં હતાં. હિન્ડબર્ગના આક્ષેપોમાં વધુ કોઇ તપાસની જરૂર નથી તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ એક દિવસમાં $7.7 બિલિયન વધી $97.6 બિલિયન થઈ હતી અને મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન છીનવી લીધું હતું. રિલાયન્સના ચેરમેન અંબાણી $97 બિલિયનની નેટવર્થ સાથે થોડા માર્જિનથી પાછળ રહ્યાં હતાં. દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા હતા.

Read More...
ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જ પાછો ખેંચતા વિમાન ભાડા ઘટ્યાં

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ ગુરુવારે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતો ફ્યુઅલ ચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. એરલાઇનના આ નિર્ણયથી અમુક લાંબા રૂટ પરના વિમાન ભાડામાં રૂ. 1,000 સુધીનો ઘટાડો થશે.એરલાઇને જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે 4 જાન્યુઆરીથી ઇંધણ ચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જેટ ઈંધણના ભાવમાં વધારાને પગલે એરલાઈને 6 ઓક્ટોબર, 2023થી દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટ પર ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ ફ્યુઅલ ચાર્જ રૂ.300થી રૂ.1,000 સુધીનો હતો. એટીએફના ભાવમાં વધારાને કારણે ગયા વર્ષે ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું ચાલુ કર્યું હતું.

Read More...
ભારતમાં એરલાઇન્સ કંપનીઓ સામે 2023માં 542 ફરિયાદમાં કાર્યવાહી થઈ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વર્ષ 2023માં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એરલાઇન્સો સામેની 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે, વર્ષ 2022માં 305 ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે 2023ની સૌથી વધુ ફરિયાદો પરથી એરલાઈન્સ કંપનીઓની બેદરકારી વધી હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે. DGCAએ કહ્યું કે, એરલાઈન્સ ઉદ્યોગમાં સુરક્ષા નિયમો સૌથી ઉપર છે, તેમાં કોઈપણ પ્રકારની સમજુતી ન કરી શકાય. સુરક્ષા વધારવાના હેતુથી ડીજીસીએએ 2023માં કુલ 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી છે, જ્યારે 2022માં 305 ફરિયાદોમાં કાર્યવાહી કરાઈ હતી. વધુ કડક સુરક્ષા બનાવવાના હેતુથી એરલાઈન્સ, એયરોડ્રમ, ઑપરેટરો, સંસ્થાઓ અને કર્મચારીઓ પર દેખરેખ કામગીરી વધુ કડક બનાવાઈ છે.

Read More...
  Entertainment

નવા વર્ષના પ્રારંભે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો-વેબસીરિઝના મનોરંજનની ભરમાર

2024ની શરૂઆત સાથે જ પ્રથમ મહિનાને મનોરંજનથી ભરપૂર બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મે સક્રીય બની ગયું છે. જાન્યુઆરીમાં બ્લોકબસ્ટર ફિલ્મોથી લઇને ક્રાઈમ થ્રિલર સિરીઝનું નાના પડદે જોવા મળશે. જાન્યુઆરીમાં મનોરંજન પીરસવા માટે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા અને ઝી5 જેવા ઓટીટી પ્લેટફોર્મ સજ્જ થઈ ગયા છે. રણબીર કપૂર-રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર એક્શન થ્રિલર ‘એનિમલ’ અંગે ઘણાં દિવસો સુધી ચર્ચા થઈ હતી.

Read More...

2024માં અક્ષયકુમારનો દબદબો રહેશે

શાહરૂખ ખાને 2023ના વર્ષમાં ‘પઠાણ’થી શરૂ કરીને ‘ડંકી’ સુધી ત્રણ હિટ ફિલ્મો આપી હતી અને ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી શાહરૂખનો જાદુ છવાયેલો રહ્યો હતો. શાહરૂખની ત્રણ હિટ ફિલ્મોની વચ્ચે સલમાન ખાનની બે ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી જાન’ અને ‘ટાઈગર 3’ આવી હતી. આ બંને ફિલ્મો ખૂબ જ સફળ થઇ નહોતી. આમિર ખાનની કોઈ ફિલ્મ પણ નવા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા નથી. જોકે, ગત વર્ષે અક્ષયકુમારની ફિલ્મો ખાસ ચાલી નહોતી, પરંતુ ફિલ્મમેકર્સનો તેના પરનો ભરોસો અકબંધ રહ્યો છે. નવા વર્ષમાં અક્ષયકુમારની ચાર બિગ બજેટ ફિલ્મો આવી રહી છે.

Read More...

આલિયા, રિતિક અને કાર્તિકની ફિલ્મો માટે ચાહકો આતુર

આ વર્ષે આલિયા ભટ્ટ, રિતિક રોશન અને કાર્તિક આર્યનની બહુચર્ચિત ફિલ્મો રીલીઝ થશે. રિતિક રોશનની નવી ફિલ્મ ફાઈટર 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેમાં રિતિકની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર છે. ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ ગણાતી ફાઈટરનું પ્રમોશન પૂર જોશમાં શરૂ થઈ ગયું છે. તેમાં રિતિક-દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને એક્શન અંદાજને ઓડિયન્સ પસંદ કરી રહ્યું છે. કેટરિના કૈફ અને સાઉથના સ્ટાર વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસ જાન્યુઆરીમાં આવી રહી છે. આ થ્રિલર ફિલ્મને અંધાધૂંધ અને બદલાપુર જેવી ફિલ્મોના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને બનાવી છે.

Read More...

ફિલ્મ રિવ્યૂ: ડંકી

શાહરૂખ ખાન છેલ્લા ચાર વર્ષથી બોલીવૂડથી દૂર હતો પરંતુ 2023માં તેણે ધમાકેદાર કમબેક કર્યું હતું. પઠાણ અને જવાન જેવી ધમાકેદાર ફિલ્મો આપ્યા પછી ચાહકો આતુરતાથી તેની ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા હતા. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ હતો. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ પ્રથમવાર સાથે કામ કર્યું હતું. વિદેશો ગેરકાયદે ઘૂસણખોરી માટે વપરાતા રૂટને ડોન્કી કહેવામાં આવે છે. અર્થપૂર્ણ અને સંવેદનશીલ ફિલ્મ બતાવવા માટે જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ ‘ડંકી’ દ્વારા અધૂરી મહત્વાકાંક્ષાઓ, સાધનો અને સીમાઓથી ઉપરવટ જઈને સપનાઓને સાકાર કરવાની વાત આ ફિલ્મમાં જણાવી હતી. ફિલ્મની વાર્તા કંઇક આવી છે. બ્રેઇન ટ્યૂમર સામે લડી રહેલી મનુ (તાપસી પન્નુ) હોસ્પિટલમાંથી ભાગીને વકીલ પાસે આવે છે કારણકે

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store