યુકેના સંસદ જ્યાં બેસે છે તે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના નવીનીકરણનો ખર્ચ તાજેતરના અંદાજો મુજબ £7થી £13 બિલિયન વચ્ચે થશે અને તે માટે 19થી 28 વર્ષનો સમય લાગશે. રીપેરીંગ દરમિયાન સાંસદો અને સાથીઓએ 12 થી 20 વર્ષ માટે બહાર જવું પડશે. જો સંસદસભ્યો સંસદમાં જ રહેવાનો આગ્રહ રાખશે તો ખર્ચ વધીને £11થી £22 બિલિયનની વચ્ચે થશે અને 46 થી 76 વર્ષનો સમય લાગશે. દર અઠવાડિયે વિલંબ માટે £1.4 મિલિયન માત્ર પેલેસને સુરક્ષિત રાખવા માટે બિલમાં ઉમેરવામાં આવે છે.

આગામી સંસદ ક્યાં બેસાડવી તેનો નિર્ણય આગામી નિર્ણય નવી સંસદ કરશે અને કદાચ તે સંસદનો પ્રથમ નિર્ણય હશે. વેસ્ટમિન્સ્ટર પેલેસમાં જરૂરી નવીનીકરણ માટે સરકાર પાસે કોઈ સરળ વિકલ્પ નથી અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ બિલ સતત વધી રહ્યું છે. પસંદ કરેલા વિકલ્પના આધારે બિલ કદાચ ત્રણ ગણું વધારે હોઈ શકે છે.

હાલમાં સંસદના ભોંયરામાં, પાઈપો, કાર્ડબોર્ડ અને ગેફર ટેપને સાથે રાખવામાં આવે છે. આગ લાગવાનું અને ચણતર પડવાનું સતત જોખમ રહેલું છે, અને એસ્ટેટના નવા ભાગોમાં પણ કાચની પેનલો છત પરથી પડી ગઈ છે, જે કોફી પીતા કે નજીકમાં કામ કરતા લોકો પર પડે તેવું જોખમ છે. આ ઉપરાંત ઘણાંખરા વિભાગોમાં વ્યાપક નુકશાન થયેલું છે.

રીપેરીંગ માટે હાલના સાંસદો આયોજિત મુખ્ય કાર્ય કેવી રીતે આગળ વધારવું તે અંગે મતદાન કરશે નહીં. તેમને સંખ્યાબંધ વિકલ્પો આપવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં સાંસદો અને સાથીદારોને સંપૂર્ણ રીતે બહાર ખસેડવામાં આવે અથવા તેઓ ત્યાં જ રહે અને લોર્ડ્સને બીજે ખસેડી શકાય છે અને સાંસદોને એસ્ટેટ પર સ્થાનાંતરિત કરી શકાય છે. સત્તાવાળાઓને “ઉન્નત જાળવણી”નો ત્રીજો વિકલ્પ તૈયાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે, જ્યાં રાજકારણીઓ ત્યાંજ રહે અને તેમની આસપાસ કામ ચાલુ રહે છે.

પુનઃસ્થાપન અને નવીકરણ કાર્યક્રમ બોર્ડ (R&R) અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર નાઇજેલ ઇવાન્સે કહ્યું હતું કે “કંઈ ન કરવું એ એક વિકલ્પ નથી. સાઇટ પર જ રહેવાનું સૂચન સીધું નહીં હોય. 70 વર્ષથી વધુનો રોલિંગ પ્રોગ્રામ એ સરળ વિકલ્પ નથી. આ કામ સાત વર્ષ પહેલાં શરૂ થવું જોઇતું હતું. નવા એસ્ટીમેટ આંખમાં પાણી લાવે તેવા છે.”

LEAVE A REPLY

twenty − 17 =