Vol. 3 No. 199 About   |   Contact   |   Advertise 07th May 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન્સ, બ્લેકને કોરોનાની વધુ અસરની તપાસનો રીપોર્ટ ઝડપથી રજૂ થશે, પગલાં લેવાશેઃ હેન્કોક

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે એશિયન, બ્લેક અને લઘુમતી વંશીય સમુદાયના સભ્યો શા માટે કોરોના વાઈરસના રોગચાળાથી અસાધારણ રીતે પીડાય છે તે બાબતે થઇ રહેલી તપાસના “મજબૂત તારણો” તાકીદે રજૂ કરવાનું વચન આપ્યું છે.મંગળવારે (5 એપ્રિલ) ‘ગરવી ગુજરાત’ સાથેની એક ખાસ મુલાકાતમાં, હેન્કોકે કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની આગેવાની હેઠળની આ તપાસના “ઝડપી તારણ” આ મહિનાના અંત સુધીમાં આવી જશે અને એકવાર આ તારણો જાહેર થયા બાદ જરૂરી સુધારા અમલી બનાવાશે. હેલ્થ સેક્રેટરીએ વર્ચ્યુઅલ વિડિયો ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19 માં પોતાનો જીવ ગુમાવનારા લોકોના અમે ઋણી છીએ.” મંગળવારે બહાર આવ્યું હતુ કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 32,313 થઇ છે.
Read More...
એશિયન અમેરિકન્સ સામે કોરોનાના પગલે હેટ ક્રાઇમમાં વધારો, સેનેટર્સ ચિંતિત
ડેમોક્રેટીક સેનેટર્સના જૂથે કરેલા દાવા પ્રમાણે કોરોનાના મહામારી વચ્ચે એશિયન – અમેરિકનો સામે હેટ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. સેનેટરોએ ટ્રમ્પ વહીવટી તંત્રને આ દૂષણને નાથવા નક્કર પગલાં ભરવા અનુરોધ કર્યો હતો. આસિસ્ટન્ટ એટર્ની જનરલ એરીક ડ્રેઇબેન્ડને પાઠવેલા પત્રમાં કમલા હેરિસ સહિત 16 સેનેટરોએ વહિવટી તંત્રને દ્વેષભાવ સામે ભૂતકાળની માફક નક્કર પગલાં ભરવા વિનંતી કરી હતી.
Read More...
લોકડાઉન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ: કોરોનાવાયરસ ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ પ્લાન શરૂ
સરકાર દ્વારા ઘડવામાં આવેલી કોરોનાવાયરસને રોકતા લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ છે જેને વડાપ્રધાન બોરીસ જ્હોન્સન રવિવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કરશે તેવી અપેક્ષા છે. આ યોજના અંતર્ગત કંપનીઓએ જ્યાં સુધી તેઓ સ્ટાફને સુરક્ષિત રાખે છે તેમ પૂરવાર કરે ત્યાં સુધી કંપનીમાં 2 મીટરનું સામાજિક અંતર ‘લાગુ કરવાનું રહેશે નહીં.
Read More...
ભારતમાં લોકડાઉન વધુ બે સપ્તાહ માટે લંબાવાયું
કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે, 1 મેના રોજ લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ૧૭મી મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. Read More...
ચીન અંગે નક્કર પુરાવા સાથેના તારણો રજૂ કરવા પ્રમુખ ટ્રમ્પ પ્રતિબદ્ધ
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોના વાઈરસના રોગચાળા, તેના ફેલાવા, રોગચાળાનો સામનો સહિતના પ્રશ્નો ચીન સામે અમેરિકાની તપાસમાં નક્કર પુરાવા સાથેના તારણો રજૂ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક એક લાખ સુધીનો થઇ શકે તેવો અંદાજ મૂકયો હતો.
Read More...
ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યોઃ કુલ પોઝિટીવ કેસ 6245, કુલ મૃત્યુ આંક 368
ગુજરાતના 32 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે એક માત્ર જિલ્લો અમરેલી આ વાયરસના સંક્રમણથી બાકાત રહ્યો છે. ત્યારે મંગળવાર રાત સુધીના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મંગળવારે પોઝિટિવ કેસો 441 નોંધાયા છે.
Read More...
મોટાભાગના દેશોમાં લોકડાઉન હળવું કરાયુઃ રશિયા, યુકેમાં કોરોનાનું તાંડવ યથાવત
સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે અનેક દેશોએ લૉકડાઉન લાગુ કર્યા હતા. જોકે, હવે અમેરિકાથી લઈને યુરોપથી એશિયા સુધીના અનેક દેશોમાં લૉકડાઉનમાં છૂટછાટો અપાઈ છે, જેથી લાખો લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે, રશિયા અને બ્રિટનમાં સ્થિતિ હજી ગંભીર છે. રશિયામાં સૌપ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.
Read More...
નોબેલ પ્રાઇઝનો અભિશાપઃ ઘણા વિજેતા વિજ્ઞાનીઓની કામગીરી પુરસ્કાર પછી બદલાઈ
નોબેલ પ્રાઇઝની વાત આવે છે ત્યારે વિશ્વભરના સંશોધકો, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ અને સમાજમાં અસામાન્ય યોગદાન આપનારા લોકો નોબેલ મળવાના અણસાર માત્રથી પણ ગૌરવ અનુભવતા હોય છે. પરંતુ આ જ નોબેલ પ્રાઇઝ મેળવનારાઓની ભૂતકાળની કામગીરી ભવિષ્યનો પણ નિર્દેશાંક બની રહે તે જરૂરી નથી તેમ દર્શાવતી અનેક ઘટનાઓ બનેલી છે.
Read More...
નાસાના માર્સ હેલિકોપ્ટરના નામકરણનું માન ભારતીય તરુણીને મળ્યું
અમેરિકાની અવકાશસંશોધન સંસ્થા નાસાનાં પ્રથમ માર્સ હેલિકોપ્ટરનું નામ રાખવા માટે એક સ્પર્ધા યોજાઈ હતી. આમાં ૧૭ વર્ષની ઇન્ડિયન અમેરિકન તરુણી વનેઝા રૂપાણીને એ હેલિકોપ્ટરનું નામકરણ કરવાનું સન્માન મળ્યું હતું.નાસા આગામી જુલાઈમાં એક માર્સ મિશન લોંચ કરશે. એ મિશન અંતર્ગત એક રોવર અને હેલિકોપ્ટર રોવરને નાસા મંગળ ઉપર મોકલશે.
Read More...
ધ્યાન આપવુઃ અસ્તિત્વની ચાવી
થોડા વર્ષો પૂર્વે હું કેટલાક લોકોના જૂથને કર્ણાટકના સુબ્રમણ્યમ અને મેંગ્લોર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર લઇ ગયો હતો. રેલવે ટ્રેકના આ પટ્ટા ઉપર 300 પુલો અને 100 જેટલી ટનલો આવેલી હોઇ તમે મોટા ભાગનો સમય કાં તો પુલ ઉપર હો અથવા ટનલમાં હો તેવી સ્થિતિ હોય છે. એક રીતે આ અદભુત પર્વત છે.
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

ઓટોમોબાઇલ જાયન્ટ રોલ્સ રોયસે મધનું ઉત્પાદન શરૂં કર્યું

બ્રિટિશ કંપની રોલ્સ રોયસે એક અલગ જ ટ્રેક પકડ્યો છે. જેનો સમાવેશ દુનિયાની સૌથી લક્ઝુરિયસ કારમાં થતો હોય તેવી કાર બનાવતી કંપની મધ બનાવે તો પણ તેમાં કંઇક ખાસ જ હશે. હકીકત પણ કંઇક એવી જ છે, રોલ્સ રોયસ આ મધને દુનિયાનું સૌથી ખાસ મધ ગણાવે છે. રોલ્સ રોયસે બ્રિટનના 42 એકર વિસ્તારના પ્લાંટમાં મધમાખીઓ પાળી છે. અથવા તો તેમ કહો તો પણ ચાલે કે ત્યાં મધમાખીશાળા એટલે કે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.કંપનીનું કહેવું છે કે તેણે બ્રિટનમાં મધમાખીઓના સંરક્ષણ માટે કર્યુ છે. રોલ્સ રોયસે તે વિસ્તારમાં નવી ફ્લાવર લાઇન બનાવી છે, જેના કારણે આસપાસના ખેડૂતોને પણ મદદ મળી રહી છે.રોલ્સ રોયસ ઘણા સમયથી મધામાખી પાલન કરે છે અને મધ પણ બનાવે છે, પરંતુ તેના વિશે લોકોને વધારે માહિતિ નહોતી.
Read More...

અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેકે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું
ટેક્નોલોજી અને ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરતી અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણથી સિલ્વર લેકને જિયોમાં અંદાજીત 1.15% હિસ્સેદારી મળશે. આ ડીલ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી એક વર્ષમાં સિલ્વર લેક વધુ રોકાણ કરી પોતાની હિસ્સેદારી 10% સુધી વધારી શકે છે.
Read More...

અમેરિકન એરલાઇન્સને 2.24 બિલિયન ડોલરનું નુક્સાન
કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં વિમાન યાત્રામાં 95 ટકાનો ઘટાડો થયો છે.કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન થયું છે.
Read More...
  Entertainment

બોલીવુડના રોમાન્સ કિંગ અને ચોકલેટી હીરો ઋષિ કપૂરની ચિરવિદાય

ચિંટુના નામથી લોકપ્રિય ઋષિ નો જન્મ ચાર સપ્ટેમ્બર, 1952માં મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. તેઓ રાજ કપૂરના બીજા નંબરના દીકરા તથા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતાં. તેમણે મુંબઈની કેમ્પિયન સ્કૂલ તથા અજમેરની મેયો કોલેજમાંથી ભાઈઓ સાથે અભ્યાસ કર્યો હતો. રણધીર કપૂર મોટા ભાઈ તથા રાજીવ કપૂર નાના ભાઈ છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ તેમની બહેન રીતુ નંદાનું નિધન થયું હતું. ઋષિ કપૂરે 1970માં ઋષિ એ પિતાની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પિતાના નાનપણનો રોલ પ્લે કર્યો હતો. ઋષિ એ 1973માં ‘બોબી’થી કરિયરની શરૂઆત કરી હતી.
Read More...

અભિનેતા ઇરફાન ખાનનું નિધન
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઈરફાન ખાનનું બુધવારે, 29 એપ્રિલે મુંબઇમાં અવસાન થયું છે. તેમની તબિયત લથડતા મંગળવારના રોજ જ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી હતી. મકબુલ, પિકુ, પાનસિંઘ તોમર , લાઈફ ઓફ પાઇ સહિતની ફિલ્મોથી જાણીતા અભિનેતાએ મુંબઈમાં અંતિમ શ્વાસ ભર્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી ન્યુરોએન્ડ્રોકાઇનથી પીડાતા હતા.
Read More...

દીપિકા પદુકોણ અને અનન્યા પાંડે એકસાથે જોવા મળશે
પતિ પત્ની ઓર વો ફિલ્મની સફળતા પછી અનન્યા પાંડેને દીપિકા પદુકોણ સાથેની એક ફિલ્મમાં કામ કરવાની તક મળી છે, જે તેના માટે પડકારરૂપ હશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય અભિનેતા તરીકે કામકરશે. આ ફિલ્મની ઘોષણા લોકડાઉનના થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. શકુન બાત્રાના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મના ટાઇટલનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.અનન્યા દીપિકા સાથે કામ કરવા ઉત્સાહિત છે. અનન્યાએ દીપિકા પદુકોણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દીપિકા બહુ નિખાલસ અભઇનેત્રી છે.
Read More...

જાહ્નવી કપૂર કાર્તિક આર્યનને ડેટ કરે છે?
જાહ્નવી કપૂર હાલ લોકડાઉનના સમયમાં પિતા બોની અને બહેન ખુશી સાથે રહે છે. હાલમાં તેના અંગત જીવનને લગતા સમાચાર છે કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. જોકે હાલ લોકિડાઉનના કારણે બન્ને એકબીજાને મળી શકતા નથી. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો જાહ્નવી અને કાર્તિક બોલીવૂડના લેટેસ્ટ લવ બર્ડસ છે. જોકે હાલ કોવિડ ૧૯ના કારણે ્દેશમાં પ્રતિબંધ ચાલી રહ્યો હોવાથી મુલાકાત નથી થઇ રહી. જાહ્નવીનું બોયફ્રેન્ડ ઇશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થઇ ગયું છે. તો વળી બીજી બાજુ કાર્તિકનું સારા અલી ખાન સાથે બ્રેકઅપ થયાની વાત છે.
Read More...

 
gg2
 
સંસ્થા સમાચાર
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]