થોડા વર્ષો પૂર્વે હું કેટલાક લોકોના જૂથને કર્ણાટકના સુબ્રમણ્યમ અને મેંગ્લોર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર લઇ ગયો હતો. રેલવે ટ્રેકના આ પટ્ટા ઉપર 300 પુલો અને 100 જેટલી ટનલો આવેલી હોઇ તમે મોટા ભાગનો સમય કાં તો પુલ ઉપર હો અથવા ટનલમાં હો તેવી સ્થિતિ હોય છે. એક રીતે આ અદભુત પર્વત છે.

કેટલીક ટનલો તો એકાદ કિ.મી. લાંબી છે. આ ટ્રેકની ટનલોમાંથી પસાર થતાં એટલું અંધારૂં હોય છે કે, તેમને ખ્યાલ જ નથી રહેતો કે, તમારી આંખો ખુલ્લી છે કે, બંધ. મોટા ભાગના લોકો માત્ર તારાઓથી જ થોડું ઘણું અજવાળું જોવા મળતું હોય તેવા રસ્તા ઉપર ભાગ્યે જ ગયા હશે. ટનલમાં તો કાળો ડિબાંગ અંધકાર જ હોય છે.

થોડા વખત પછી તો તમને આશ્ચર્ય થવા લાગે છે કે તમારી આંખો ખુલ્લી છે કે, બંધ, કારણ કે, તેનાથી કોઇ ફરક ના પડે તેવો અંધકાર ટનલમાં પથરાયેલો હોય છે.મેં આવી અંધકારમય ટનલોમાં ટોર્ચના અજવાળા વિના લોકોને ચાલવા માટે પ્રેર્યા – આવા રસ્તા ઉપર ખાઇ, ખાડો, ખુલ્લો માર્ગ કે અન્ય કાંઇ પણ હોઇ શકે, જો તમે બધી બાબતે પૂરતું ધ્યાન આપીને તમારી ક્ષમતા વધારીને વધારે ધ્યાન કેન્દ્રી બનો તો તે ચમત્કારિક રીતે ઉપયોગી નીવડી શકે, પરંતુ આમ થવા માટે તમારે પૂરતું ધ્યાન આપવું રહ્યું.

પરંતુ તમે કશા માટે પૂરતું ધ્યાન આપી શકતા નથી કારણ કે, તમારી પાસે આપવાપાત્ર હોય તેટલું ધ્યાન આપવાની ક્ષમતા નથી. પરંતુ તમે જે બચાવ્યું હોય તે ધ્યાનનું શું અને આ બરાબર નથી. તમારા ધ્યાનનું પ્રમાણ હાલમાં જે કાંઇ હોય તે જે શક્ય હોઇ શકે તે બધું જ નથી. તમારામાં જે કાંઇ વધુ ધ્યાન હોઇ શકે તે બિનવપરાશપાત્ર અવસ્થામાં હોય છે અને તેને તમે જાણી શકતા નથી કે પહોંચી શકતા નથી. ગમે તે હોય પરંતુ તમારે આપી શકાય તેટલું ધ્યાન આપવું રહ્યું.

તમે તમારા જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ ધ્યાન અવસ્થામાં હો છો. જો તમે તમારૂં કામ કરતા હો તો ધ્યાનના એક સ્તરે હો છો, જો તમે યોગ-ધ્યાન કરતા હો તો તમે ધ્યાનની અલગ જ અવસ્થામાં છો. જો તમે તમને ભાવતું કાંઇક ખાઇ રહ્યા હો તો તમારા ધ્યાનની અવસ્થા અલગ હોય છે. આ જ પ્રમાણે જો તમે મનગમતો વીડિયો જોતા હો તો તમારૂં ધ્યાન અલગ જ સ્તરે હોઇ શકે. આમ જીવનના અલગ અલગ સમયે તમારા ધ્યાનનું સ્તર અલગ જ હોય, આમ અલગ અલગ સમયે અલગ અલગ ધ્યાન હોઇ શકે.

તમારા જીવનમાં કોઇ પણ સમયે ચરમસીમાનું ધ્યાન ગમે તેટલું હોય પરંતુ તે પૂરતું નથી. ચરમસીમાનું આ ધ્યાન તમારી ક્ષમતાના માત્ર થોડાક ભાગ જેટલું જ હોય છે.જો હું તમને રાત્રિના સમયે જંગલની મધ્યમાં ટોર્ચ વિના મૂકી દઉં અને ગાઢ અંધકાર પ્રવર્તતો હોય તો તમે જોશો કે તમારા ધ્યાનનું પ્રમાણ અલગ હોઇ શકે.

જ્યારે તમે કાંઇ જોઇ ના શકો પરંતુ જંગલી પ્રાણીઓના અવાજો વચ્ચે કોઇક પ્રકારના ભયનો સામનો કરતા હો ત્યારે તમે અલગ જ સ્તરના ધ્યાનની અવસ્થામાં હો છો. અને જો તમારી સામે જીવન – મરણનો (અસ્તિત્વ)નો પ્રશ્ન ઉદભવે તો તમે અલગ જ સ્વરૂપના ધ્યાનની અવસ્થામાં આવી જશો.

તમારૂં જીવન ક્યાંથી શરૂ થઇને ક્યાં પૂરૂં થશે તે તમે ના જાણતા હો તે પળે જ તમે તમારા જીવન પરત્વે સાચા અર્થમાં ધ્યાન આપતા થાઓ છો. આ તબક્કે બધું જ અથવા જીવનનો અંત તે ભાવથી તમે આગળ વધતા હો છો, પરંતુ આવું કેમ કે આ તેવું નથી. તો તમે સમજો છો તે જ પળે થોડુંક ધ્યાન આપવા લાગો છો.

જો તમે તમારૂં ધ્યાન ચરમસીમાના ધ્યાનની ભાવના સમજી અને શીખી શકો તે પછી જ અમે તમને તમારા અંતરમનમાં તમારે શું ધ્યાન આપવું અને શું ના આપવું તે શીખવી શકીએ છીએ. જો તમે પૂરતું ધ્યાન આપતા થાઓ તો જ તમારી ધ્યાન કેન્દ્રીતતાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે બાબતે અમે ધ્યાન આપી શકીએ છીએ.
– Isha Foundation