પતિ પત્ની ઓર વો ફિલ્મની સફળતા પછી અનન્યા પાંડેને દીપિકા પદુકોણ સાથેની એક ફિલ્મમાં કામ કરવાની તક મળી છે, જે તેના માટે પડકારરૂપ હશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય અભિનેતા તરીકે કામકરશે.
આ ફિલ્મની ઘોષણા લોકડાઉનના થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. શકુન બાત્રાના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મના ટાઇટલનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.

અનન્યા દીપિકા સાથે કામ કરવા ઉત્સાહિત છે. અનન્યાએ દીપિકા પદુકોણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દીપિકા બહુ નિખાલસ અભઇનેત્રી છે. તેમની સાથે કા મકરતી વખતે માનસિક તાણ રહેતી નથી. તેનો કોઇ પણ વ્યવહાર એક સુપરસ્ટાર જેવો હોતો નથી. તે કોઇને ઓવરપાવર પણ કરતી નથી. બાહ્ય સુંદરતાની સાથેસાથે તે મનની પણ સુંદર છે. આ ફિલ્મમાં મને સિદ્ધાંત ચતુર્વેદી સાથે પણ કામ કરવાની તક મળી છે.

અનન્યા પાસે આ સિવાય અન્ય ફિલ્મો છે જેવી કે, ખાલી પીલી જેમાં તે ઇશાન ખટ્ટર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું હતું, પરંતુ લોકડાઉનના કારણે હાલ અટકી પડયું છે. આ ઉપરાંત તે ફાઇટર ફિલ્મ દ્વારા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરવાની છે.