Vol. 3 No. 224 About   |   Contact   |   Advertise 5th November 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઇંગ્લેન્ડમાં ફરી લોકડાઉન

ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસ રોગચાળાને અંકુશમાં રાખવા અને હોસ્પિટલો અઠવાડિયાઓમાં જ ભરાઈ જશે તેવી ચેતવણીઓ બાદ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા તા. 31ને શનિવારે ચાર અઠવાડિયાના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. આ લોકડાઉન પ્રતિબંધોનો ગુરૂવાર તા. 5 નવેમ્બરથી બુધવાર તા. 2 ડિસેમ્બર સુધી અમલ કરવામાં આવશે.

Read More...
હોસ્પિટલોમાં કોવિડનો મૃત્યુ દર પ્રથમ વેવ પછી અડધો થયો

કોવિડ-19ની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં માર્ચ માસમાં મૃત્યુ દર પ્રથમ તરંગના શિખરે હતો તેના કરતા જૂન માસના અંતમાં લગભગ અડધો થઇ ગયો હોવાનું એક અધ્યયનમાં દર્શાવવામાં આવ્યુ છે.

Read More...
ફ્રાન્સે ઇસ્લામી ત્રાસવાદ સામે યુદ્ધ જાહેર કર્યુઃ અમેરિકા, યુરોપ, ભારતનો ટેકો

ફ્રાન્સે ઇસ્લામી ત્રાસવાદ સામે યુદ્ધની જાહેરાત કરી હતી જેને અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. પંદરેક દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા થઇ ત્યારે પણ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ એને ઇસ્લામી ત્રાસવાદની ઘટના ગણાવી હતી. ગુરૂવારે ફ્રાન્સના એક ચર્ચમાં ત્રણ વ્યક્તિન હત્યા થઇ હતી.ત્યાર બાદ ફ્રાન્સની સરકારે ઇસ્લામી ત્રાસવાદ સામે લડાઇની જાહેરાત કરી હતી.

Read More...
કોરોનાના કેસોમાં ઉછાળાથી પેરિસમાં ઈવનિંગ કરફ્યુ

કોરોના કેસોની સંખ્યામાં વધારાને પગલે ફ્રાન્સની સરકાર પેરિસ અને સંભવત રાજધાની નજીકના વિસ્તાર ઇલે-ડી ફ્રાન્સમાં ઇવનિંગ કરફ્યુ અમલ કરશે, એમ સરકારના પ્રવક્તા ગેબ્રિયલ એટ્રેલે મંગળવારે જણાવ્યું હતું.

Read More...
માલીમાં ફ્રાન્સના હવાઇ હુમલામાં અલ-કાયદાના 50 જેહાદીનો ખાતમો

ફ્રાન્સની સરકારે સોમવારે જણાવ્યું હતું કે માલીમાં તેના હવાઇ હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા 50થી વધુ જેહાદીઓનો ખાતમો બોલાયો હતો. બુર્કિના ફાસો અને નાઇજરની સરહદો નજીકના વિસ્તારમાં 30 ઓક્ટોબરે હવાઈ હુમલા કરાયા હતા. આ વિસ્તારમાં સરકારી દળો અને ઇસ્લામિક ત્રાસવાદીઓ વચ્ચે જંગ ચાલુ છે.

Read More...
વિયેનામાં આતંકવાદી હુમલો, 3નાં મોત-15 ઘાયલ

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં સોમવારે મોડી રાત્રે ત્રાસવાદી હુમલામાં 3 લોકોનાં મોત થયાં હતા અને 15થી વધુ લોકો લોકો લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે 6 અલગ અલગ સ્થળો પર ફાયરિંગ થયું હતું. પોલીસે એક હુમલાખોરને ઠાર માર્યો હતો અને બીજા હુમલાખોરની શોધખોળ ચાલુ કરી હતી.

Read More...
તુર્કી અને ગ્રીસમાં 7.0ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશઃ 26ના મોત, દરિયામાં સુનામી

તુર્કી અને ગ્રીસ ટાપુમાં શુક્રવારે 7.0 તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ થયો હતો અને ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. આ ભીષણ ભૂકંપમાં સંખ્યાબંધ બિલ્ડિંગ ધરાશાયી થતાં 700થી લોકો ઘાયલ થયા હતા. ભુકંપને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ગ્રીસના સમોસ ટાપુમાં સુનામી આવ્યું હતું. તુર્કી અને ગ્રીસની સરહદ પરના શહેરોમાં દરિયાના પાણી શહેરમાં ઘુસી ગયા હતા.

Read More...
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન થયું હતું. કોવિડના નિયમોનું પાલન કરીને યોજવામાં આવેલા ચૂંટણીમાં મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સૌથી વધુ ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું હતું. ગઢડામાં નૂતન વિદ્યાલય મતકેન્દ્ર પર બોગસ મતદાનના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકારો વચ્ચે પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી.

Read More...
કેનેડાના ક્યુબેક શહેરમાં યુવકનો ચાકુ વડે સંખ્યાબંધ લોકો પર હુમલો, બેના મોત

કેનેડાના ક્યુબેક શહેરમાં શનિવારે એક હુમલાખોરે સંખ્યાબંધ લોકો પર ચાકુના ઘા મારીને તેમને ઘાયલ કર્યા છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. આ હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી. હુમલામાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 11.55 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 92 વર્ષ હતી. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયો હતો અને સારવાર લીધી હતી. જોકે ગુરુવારે તબિયત એકાએક લથડી હતી અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે.

Read More...

  Sports
દિલ્હી બીજા ક્રમે, હાર્યા છતાં બેંગલોર પણ પ્લે ઓફ્સમાં

યુએઈમાં આઈપીએલની પોતાની લીગ સ્ટેજની અંતિમ મેચમાં દિલ્હી કેપિટલ્સે સોમવારે અબુ ધાબીમાં કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે હરાવી પોઈન્ટ્સ ટેબલમાં પાછો પોતાનો બીજો ક્રમ હાંસલ કરી લીધો હતો, તો બેંગલોરે છેલ્લા મુકાબલામાં પરાજય છતાં પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

Read More...
શેન વોટસનની ક્રિકેટને આખરી અલવિદા

આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલના પ્લે ઓફ્સમાંથી બહાર થઈ જનારી પહેલી ટીમ હતી અને ટીમના લગભગ કંગાળ કહી શકાય તેવા દેખાવ સાથે લીગ સ્ટેજ પુરો થયા પછી સાતમા ક્રમે રહી હતી. ચેન્નાઈના એક મહત્ત્વના ખેલાડી, ઓસ્ટ્રેલિયાના નિવૃત્ત ક્રિકેટર શેન વોટસને પણ ટીમની આ સીઝન પુરી થયાની સાથે જ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Read More...
પડિક્કલનો એક સીઝનમાં પાંચ અડધી સદીનો નવો આઈપીએલ રેકોર્ડ

આઈપીએલ 2020મા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે વાઇસ કેપ્ટન પાર્થિવ પટેલને પડતો મુકી પહેલી મેચમાં જ ઓપનર તરીકે દેવદત્ત પડિક્કલને તક આપી હતી. પડિક્કલે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કોહલીને નિરાશ કર્યા નહોતા. તેણે પ્રથમ મેચમાં જ અડધી સદી કરી હતી. એ પછી પણ એ સારો દેખાવ કરતો રહ્યો અને સોમવારની છેલ્લી લીગ મેચમાં પણ તેણે અડધી સદી ફટકારી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
બીજાં ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં ઘટાડો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 30,સપ્ટેમ્બર 2020ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ ધોરણે નબળા પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.11,262 કરોડની તુલનાએ 15.06 ટકા ઘટીને રૂ.9567 કરોડ નોંધાવ્યો છે. જ્યારે કુલ આવક રૂ.1,56,539 કરોડની તુલનાએ 23.06 ટકા ઘટીને રૂ.1,20,444 કરોડ નોંધાવી છે.
જૂન 2020ના અંતના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ રૂ.13,233 કરોડનો ચોખ્ખો નફો અને રૂ.95,626 કરોડની કુલ આવક નોંધાવી હતી. રિલાયન્સ જિયો દ્વારા બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 12.9 ટકા વધીને રૂ.2844 કરોડ હાંસલ કરાયો છે, જ્યારે આવક રૂ.12,354 કરોડની તુલનાએ વધીને રૂ.17,481 કરોડ નોંધાવી છે.

Read More...
ભારતમાં વિદેશી રોકાણકારોનું પુનરાગમન, ઓક્ટોબરમાં 22,033 કરોડ રૂપિયાનું રોકાણ

ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) એ ભારતીય શેરબજારમાં ઓક્ટોબર મહિનામાં 22,033 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અર્થતંત્રમાં ફરી આર્થિક ગતિવિધિઓ અને કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો કારણે વિદેશી રોકાણપ્રવાહમાં વધારો થયો છે.

Read More...
વિશ્વનો સૌથી મોટો IPO: જેક માનાં એન્ટ ગ્રૂપનું મૂલ્ય ઇજીપ્ત અને ફિનલેન્ડની જીડીપીથી પણ વધુ

ચીનનાં અબજોપતિ ઉદ્યોગપતિ જેક માનાં અલીબાબાની માલિકી ધરાવતા એન્ટ ગ્રૂપે વિશ્વના સૌથી મોટા આઇપીઓનો રેકોર્ડ તોડ્યો છે. એન્ટ ગ્રૂપે આઇપીઓ મારફત 34.4 બિલિયન ડોલર એકત્રિત કરવાની યોજના બનાવી છે. આ દુનિયાનો સૌથી મોટો IPO છે. અગાઉ સાઉદી અરેબિયાની સરકારની કંપની સાઉદી અરામ્કો 29.4 બિલિયન ડોલરનો આઇપીઓ લાવી હતી. તે અગાઉ અલિબાબાએ આઇપીઓ મારફત 25 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા.

Read More...
ભારતના અર્થતંત્રમાં રિકવરીનો સંકેતઃ 8 માસ બાદ પ્રથમ વખત GSTની આવક 1 લાખ કરોડ રૂપિયાને પાર

ભારતમાં અર્થતંત્રમાં રિકવરીના સંકેત મળ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ પહેલી વખત ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. ઓક્ટોબર 2020માં જીએસટીની કુલ આવક 1,05,155 કરોડ રૂપિયાના રહી હતી. તેમાંથી 19193 કરોડ રૂપિયા સીજીએસટી, 25411 કરોડ રૂપિયા એસજીએસટી અને 52540 કરોડ રૂપિયા આઈજીએસટીના છે. IGSTમાં 23375 કરોડ રૂપિયા વસ્તુઓના આયાત પર વસુલ કરવામાં આવ્યો છે.

Read More...
ટાટા ગ્રૂપની ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટનો બહુમતી હિસ્સો ખરીદવા માટે મંત્રણા

ભારતની સૌથી મોટી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટ આશરે એક અબજ ડોલરમાં તેનો બહુમતી હિસ્સો ટાટા ગ્રૂપને વેચવાની મંત્રણા કરી રહી છે. ભારતના ઝડપથી વિકસી રહેલા ઇ-કોમર્સ માર્કેટમાં એમેઝોન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ હરીફોનો સામનો કરવા ટાટા ગ્રૂપ તેના તમામ કન્ઝ્યુમર બિઝનેસ માટે સુપર એપ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે બિગ બાસ્કેટ સાથેની તેની મંત્રણાનું વિશેષ મહત્ત્વ છે.

Read More...
  Entertainment

અમિતાભ બચ્ચન ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડઃ સર્વે

ક્યા ફિલ્મ કલાકારની લોકપ્રિયતા કેટલી છે તેનો અંદાજ તો સહુને હોય છે. પરંતુ આ બધા કલાકારોમાં સૌથી વધુ વિશ્વસનીય કોણ છે એ પ્રશ્ર પણ સહુને ઉદભવતો હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હ્મૂમન બ્રાડંસ તરફથી ટિયારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના અનુસાર બોલીવૂડમાં અમિતાભ બચ્ચન પ્રથમ રહ્યા છે.

Read More...

નેહા કક્ક્ડે રોહનપ્રીતસિંહ સાથે લગ્ન કર્યા

જાણીતી ગાયિકા નેહા કક્કડે નવોદિત ગાયક-સંગીતકાર રોહનપ્રીત સિંહ સાથે પ્રભુતામાં પગલા માંડી દીધા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. નેહા અને રોહને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર ગુરૂદ્વારામાં કરેલા પોતાના લગ્નની તસવીરો શેર કરી છે.

Read More...

વિખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ 53 વર્ષની થઇ

બાબા નીમકરોલી બાબાના પ્રભાવ હેઠળ હિન્દુ ધર્મ અપનાવનારી હોલીવુડની વિખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે ગઇ તા. 28 ઓક્ટોબરે પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો હતો.
બેપટિસ્ટ અને કેથોલિક માતા-પિતાની પુત્રી જુલિયાનો જન્મ ૨૮ ઓકટોબરના ૧૯૬૭ના દિવસે અમેરિકાના જ્યોર્જિયામાં થયો છે. નાનપણમા ંજુલિયાને વેટરનિટી ડોકટરની બનવા ઇચ્છા હતી પરંતુ તેનું ભાગ્ય તેને મનોરંજનની દુનિયામાં લઇ આવ્યું.

Read More...

રીના રોય, શ્રીદેવી અને હવે શ્રદ્ધા કપૂર નાગણનો રોલ કરશે

નાગિનનો રોલ કરનારી બોલીવૂડની અભિનેત્રીઓ રીના રોય, શ્રીદેવી અને મનીષા કોઇરાલા સાથે હવે શ્રદ્ધા કપૂરનું નામ પણ જોડાવાનું છે. સિલ્વસ્ક્રીન પર આ ત્રણેય અભિનેત્રીઓએ ઇચ્છાધારી નાગણનું પાત્ર ભજવ્યું છે. હવે શ્રદ્ધા કપૂર પણ રૂપેરી પડદે નાગિનનો રોલ ભજવવાની છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store