(Photo by Frazer Harrison/Getty Images)

બાબા નીમકરોલી બાબાના પ્રભાવ હેઠળ હિન્દુ ધર્મ અપનાવનારી હોલીવુડની વિખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે ગઇ તા. 28 ઓક્ટોબરે પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો હતો.

બેપટિસ્ટ અને કેથોલિક માતા-પિતાની પુત્રી જુલિયાનો જન્મ ૨૮ ઓકટોબરના ૧૯૬૭ના દિવસે અમેરિકાના જ્યોર્જિયામાં થયો છે. નાનપણમા ંજુલિયાને વેટરનિટી ડોકટરની બનવા ઇચ્છા હતી પરંતુ તેનું ભાગ્ય તેને મનોરંજનની દુનિયામાં લઇ આવ્યું.
નાનપણથી કેથલિક ધર્મને અનુસરનારી જુલિયાએ હવે હિંદુ ધર્મ અપનાવ્યો છે. સાલ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ઇટ પ્રે લવના શૂટિંગ દરમિયાન તે ૨૦૦૯ની સાલમાં ભારત આવી હતી. આ દરમિયાન જૂલિયા હિંદુ ધર્મ અને સંસ્કૃતિથી પ્રભાવિત થતાં ેતેણે હિંદુ ધર્મને અપનાવ્યો હતો. આ વાતની સ્પષ્ટતા જુલિયાએ સાલ ૨૦૧૦માં કરી હતી.

જુલિયા નીમ કરોલી બાબની ખાસ ભક્ત છે. નીમ કરોલી બાબાના આશીર્વાદ લેતી તેની એક તસવીર સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ હતી.જૂલિયાએ પોતાના ત્રણ બાળકોના નામ હિંદુ દેવી દેવતાઓના નામ પર રાખ્યા છે. પુત્રી હેઝલને લક્ષ્મી, પુત્ર ફિનીસને ગણેશ અને નાના પુત્ર હેનરીને કૃષ્ણરામ નામ આપ્યું છે. ત્રણ બાળકોની માતા જૂલિયાએ બે વખત લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેના બે જ વરસ ટક્યા હતા જ્યારે બીજા લગ્ન તેણે સાલ ૨૦૦૨માં કર્યા છે.