(Photo by NIKLAS HALLE'N/AFP via Getty Images)

ક્યા ફિલ્મ કલાકારની લોકપ્રિયતા કેટલી છે તેનો અંદાજ તો સહુને હોય છે. પરંતુ આ બધા કલાકારોમાં સૌથી વધુ વિશ્વસનીય કોણ છે એ પ્રશ્ર પણ સહુને ઉદભવતો હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હ્મૂમન બ્રાડંસ તરફથી ટિયારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના અનુસાર બોલીવૂડમાં અમિતાભ બચ્ચન પ્રથમ રહ્યા છે.

આ રિપોર્ટમાં કલાકારોની એક બ્રાન્ડ તરીકે કેટલી વિશ્વસનીયતા છે તે અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. રિપોર્ટના અનુસાર, અમિતાભ બચ્ચનને ૮૮.૦ ના ટિયારા સ્કોર સાથે ભારતની સૌથી વિશ્વસનીય હસ્તી ગણીને વોટ આપવામાં આવ્યા છે.જેમાં બીજા નંબર પર અક્ષય કુમાર છે. જેનો સ્કોર ૮૬.૮ રહ્યો છે. મહિલા સેલિબ્રિટિઝમાં અભિનેત્રી દીપિકા પદુકોણ ૮૨.૮ સ્કોર સાથે સોથી વિશ્વનીય મહિલા બની ગઇ છે. આ સર્વેમાં દેશના ૧૮૦ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી. જેમાં ૬૯ બોલીવૂડ, ૬૭ ટેલિવિઝન જગતના અને ૩૮ ખેલ અને અન્ય ક્ષેત્રના સાત સેલિબ્રિટીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ટેલિવિઝન જગતની સેલિબ્રિટિઓની વાત કરીએ તો આ યાદીમાં કપિલ શર્મા ૬૩.૨ ટકા સ્કોર મેળવીને મોખરે રહ્યો છે.