(istockphoto.com)

ચીનનાં અબજોપતિ ઉદ્યોગપતિ જેક માનાં અલીબાબાની માલિકી ધરાવતા એન્ટ ગ્રૂપે વિશ્વના સૌથી મોટા આઇપીઓનો રેકોર્ડ તોડ્યો છે. એન્ટ ગ્રૂપે આઇપીઓ મારફત 34.4 બિલિયન ડોલર એકત્રિત કરવાની યોજના બનાવી છે. આ દુનિયાનો સૌથી મોટો IPO છે. અગાઉ સાઉદી અરેબિયાની સરકારની કંપની સાઉદી અરામ્કો 29.4 બિલિયન ડોલરનો આઇપીઓ લાવી હતી. તે અગાઉ અલિબાબાએ આઇપીઓ મારફત 25 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા.

એન્ટ ગ્રૂપના આઇપીઓમાં વ્યક્તિગત રોકાણકારો પાસેથી ત્રણ ટ્રિલિયન ડોલરનાં ઓર્ડર મળ્યા છે, જે બ્રિટનનાં જીડીપીનાં કરતા વધુ છે. પાંચ નવેમ્બરે એન્ટ ગ્રૂપ લિસ્ટેડ થવાની શક્યતા છે, તેના બે દિવસ પહેલા અમેરિકામાં પ્રેસિડન્ટની ચુંટણી થવાની છે. હોંગકોંગમાં બિડિંગ એટલી જબરજસ્ત છે કે એક બ્રોકરેજનાં પ્લેટફોર્મને કેટલાક સમય માટે બંધ કરવું પડ્યું, શાંઘાઇ રિટેલ કેટેગરીમાં માંગ સપ્લાઇથી 870 ગણી વધુ જોવા મળી હતી.

એન્ટનાં IPOમાં સંસ્થાગત રોકાણકારોએ 76 બિલિયન ડોલરનાં ઓર્ડર આપ્યા છે. એન્ટ ગ્રૂપનું બજારમૂલ્ય જેપી મોર્ગન અને બેંક ઓફ અમેરિકાથી વધુ છે, આ પેપાલ હોલ્ડિગ્સ (238 બિલિયન ડોલર) અને વોલ્ટ ડિઝની (238 બિલિયન ડોલર)થી પણ મોટી છે, આ IBM કોર્પથી આ કંપની ત્રણ ગણી અને ગોલ્ડ મેન ગૃપથી ચાર ગણી મોટી કંપની છે, એન્ટની માર્કેટ વેલ્યું લગભગ 315 બિલિયન ડોલર આંકવામાં આવી છે, આ કંપનીની વેલ્યુએશન ઇજીપ્ત (303 બિલિયન ડોલર) અને ફિનલેન્ડ (269 બિલિયન ડોલર)ની જીડીપીથી પણ વધું છે.