(Photo by ARUN SANKAR/AFP via Getty Images)

જાણીતી ગાયિકા નેહા કક્કડે નવોદિત ગાયક-સંગીતકાર રોહનપ્રીત સિંહ સાથે પ્રભુતામાં પગલા માંડી દીધા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. નેહા અને રોહને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર ગુરૂદ્વારામાં કરેલા પોતાના લગ્નની તસવીરો શેર કરી છે.

જેમાં તે બંને ખૂબ જ સુંદર અને ખુશખુશાલ લાગી રહ્યા છે. નેહાએ લગ્નમાં પીચ કલરની ચણિયા ચોલી પહેરી હતી જ્યારે રોહનપ્રીતે મેચિંગ કલરનો કુર્તો લેંઘો અને પાઘડી પહેરી હતી. નેહા અને રોહનપ્રીતે તાજેતરમાં જ પોતાનો મ્યૂઝિક વીડિયો ‘નેહૂ દા બ્યાહ’ રિલીઝ કર્યો છે. માહિતી અનુસાર આ બંને સંગીત કલાકારોની પહેલી મુલાકાત તાજેતરમાં જ રિલીઝ થયેલા મ્યૂઝિક વીડિયો ‘નેહૂ દા વ્યાહ’ના સેટ પર જ થઈ હતી.