તુર્કીના ઇઝમિરના પોર્ટ સિટીમાં ભુકંપ બાદ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. REUTERS/Murad Sezer

તુર્કી અને ગ્રીસ ટાપુમાં શુક્રવારે 7.0 તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ થયો હતો અને ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. આ ભીષણ ભૂકંપમાં સંખ્યાબંધ બિલ્ડિંગ ધરાશાયી થતાં 700થી લોકો ઘાયલ થયા હતા. ભુકંપને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ગ્રીસના સમોસ ટાપુમાં સુનામી આવ્યું હતું. તુર્કી અને ગ્રીસની સરહદ પરના શહેરોમાં દરિયાના પાણી શહેરમાં ઘુસી ગયા હતા.

તુર્કીની સ્ટેટ ઇમર્જન્સી એજન્સીએ જણાવ્યું હતું કે 709 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇઝમિર શહેરથી 17 કિલોમીટર દૂર હતું અને અહીં 19 લોકોના મોતાના સમાચાર છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. ગ્રીસના સમોસ ટાપુમાં એક દિવાલ તૂટી પડી હતી અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા.

જોકે ભૂકંપથી ધ્રૂજી ઉઠેલા તુર્કી અને ગ્રીસમાં સુનામીનો ખતરો ઊભો થયો હતો. યુએસ જિયોલોજિક સરવે મુજબ આ ભૂકંપ 7.0ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ બાદ 196 આફટશોક પણ આવ્યા હતા, જેમાંથી 23 આફ્ટરશોકની તીવ્રતા 4.0ની હતી. ઇઝમિરના સેફેરિહિસારના મેયરે જણાવ્યું હતું કે ભૂકંપને પગલે દરિયાના મોજા ઉછળ્યા હતા. તે નાની સુનામી હતી. સોસિયલ મીડિયાના ફુટેજમાં દર્શાવાયું હતું કે ફ્રિજ, ખુરશી અને ટેબલ, કાર સહિતની વસ્તુઓ દરિયાના પાણીમાં ઘસેડાઈ ગઈ હતી.

ઇઝમિર પ્રાંતના શહેરોમાં બિલ્ડીંગો ધરાશાયી થયા બાદ રસ્તા પર કાટમાળનો ઢગલો જમા થઇ ગયો અને અહીં દ્વશ્ય ખૂબ ભયાનક છે. ભૂકંપથી ઇઝમિર શહેરમાં 20થી વધુ બિલ્ડિંગો ધરાશાયી થઇ હતી અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘણા લોકો કાટમાટ નીચેથી કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. ભૂકંપના મોટા આંચકા ઇંસ્તબુલમાં અનુભવાયા હતા, પરંતુ નુકસાનને લઇને હજુ રિપોર્ટ નથી. ઇઝમિર તુર્કીનું સૌથી ખાસ ટૂરિસ્ટ સ્પોટ છે, અહીં 1999માં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો જીવ ગયા હતા.

યૂરોપીય-મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્રીપમાં હતું. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભુકંપ 25થી 30 સેકન્ડ ચાલુ રહ્યો હતો. તુર્કી ફોર્ટ લાઇન પર હોવાથી વારંવાર ભુકંપ આવે છે. ઓગસ્ટ 1999માં ઇઝમિત શહેરમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી આશરે 17,000 લોકોના મોત થયા હતા. 2011માં તુ્ર્કીના પૂર્વીય શહેર વેનમાં આવેલા ભૂકંપમાં 500થી વધુ લોકોના મોત થયા હતા.