Vol. 3 No. 233 About   |   Contact   |   Advertise 28th January 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને રસી લેવા પ્રોત્સાહિત કરવા કાઉન્સિલોને £ 23 મિલિયનનું ફંડ

ઇંગ્લેન્ડની 60 જેટલી કાઉન્સિલો અને સ્વૈચ્છિક જૂથોને કોરોનાવાયરસ રસી અંગે ફેલાયેલી ખોટી માહિતી અને અફવાઓ સામે લડવામાં મદદ કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા સમુદાયોના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર £23 મિલિયનનું ભંડોળ પૂરું પાડનાર છે.

Read More...
કોવિડ રસીનો રેકોર્ડ: એક જ દિવસમાં 5 લાખ લોકોને રસી અપાઇ

દેશમાંથી કોરોનાવાયરસને દૂર કરવાની ઝંબેશ રંગ પકડી રહી છે અને શનિવાર તા. 23ના રોજ રેકોર્ડરૂપ 491,970 લોકોને તેમનો પ્રથમ કોરોનાવાયરસ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

Read More...
100 દિવસમાં 100 મિલિયનને વેક્સિન, માસ્ક ફરજિયાત

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઈડેને કોરોના વાઈરસના રોગચાળાને હરાવવાને તેમજ કોરોનાના કારણે બેહાલ થયેલા અમેરિકન લોકોને આર્થિક સહિતની અનેક રાહતોને તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા જાહેર કરી છે.

Read More...
પાટક્સના ભૂતપૂર્વ માલિક કિરીટ પાઠકનું કાર દુર્ઘટનામાં નિધન

વિશ્વ પ્રખ્યાત પાટક’સ ફૂડ બ્રાન્ડના ભૂતપૂર્વ વડા કિરીટભાઇ પાઠકનું શનિવારે તા. 23ના રોજ દુબઇમાં થયેલી કાર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુર્ભાગ્યવશ દુ:ખદ અવસાન થયું છે.

Read More...
પ્રજાસત્તાક દિનની પરેડમાં ભારતે લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવી

દેશના 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં ભારતે પોતાની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી. પ્રજાસત્તાક દિનની પરેડમાં સૌ પ્રથમ વખત રાફેલ વિમાનોએ ઉડાન ભરી હતી.

Read More...
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી ફંટાઈ, લાલ કિલ્લા ઉપર ઝંડા ફરકાવ્યા કેટલાક સ્થળોએ તોફાનોમાં એકનું મોત, 83 પોલીસને પણ ઈજા

ભારતમાં મંગળવારે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને નામે શહેરમાં હજારોની સંખ્યામાં ઘૂસી જઈ ભારે અરાજકતા ઊભી કરી હતી.

Read More...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાશે

ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે શનિવારે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને તેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

Read More...
ગુજરાતમાં ટ્રાફિક પોલીસને બોડી કેમેરાથી સજ્જ કરાશેઃ રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે અમેરિકાની જેમ હવે ગુજરાત ટ્રાફિક પોલીસને પણ બોડી કેમેરાથી સજ્જ કરાશે. ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર કેમેરા લગાવવામાં આવશે અને તેને કંટ્રોલ રૂમના મોનિટર સાથે સીધા કનેક્ટ કરવામાં આવશે.

Read More...
કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, મહેશ-નરેશને પદ્મશ્રી સન્માન અપાશે

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ગુજરાતના અગ્રણીઓને આ સન્માન આપવામાં આવ્યો છે, જેમાંથી ત્રણને તે મરણોત્તર અપાશે. કુલ સાત મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ તથા 102ને પદ્મ શ્રી સન્માન એનાયત કરવાની જાહેરાત કરાઈ છે.

Read More...
સીરમની ફેસિલિટીમાં આગથી પાંચના મોતઃ કોવિશીલ્ડના ઉત્પાદનને અસર નહીં થાય

વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂણે ખાતેની નિર્માણાધિન ફેસિલિટીમાં ગુરુવારે ભીષણ આગથી પાંચ વ્યક્તિના મોત થયા હતા. જોકે પ્લાન્ટમાં આગથી કોવિશીલ્ડ વેક્સિન ઉત્પાદનની પ્રક્રિયાને અસર ન થવાની ધારણા છે.

Read More...
ભારતમાં ડેટાચોરી બદલ કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રીસર્ચ સામે કેસ

ભારતની કેન્દ્રીય તપાસ એજન્સીએ (CBI) બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રીસર્ચ લિમિટેડ સામે કેસ કર્યો છે. આ કંપનીઓએ ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાનો ગેરકાયદે, કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કર્યો હોવાનો તેમની સામે આરોપ મૂકાયાનું અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

Read More...

  Sports
ભારત સામે પ્રથમ બે ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં આર્ચર-સ્ટોક્સની વાપસી

ઇંગ્લેન્ડે તેના ભારત પ્રવાસ માટેની પ્રથમ બે ટેસ્ટ મેચની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. આ ટીમમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં જેમને આરામ અપાયો હતો તે જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો સમાવેશ કરાયો છે.

Read More...
ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈમાં પહેલી બે ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં રમાશે

કોરોનાકાળમાં ભારતમાં પહેલી વખત ક્રિકેટ સીરીઝ આવતા મહિનામાં રમાશે. ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવાની છે, જેમાંથી પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે.

Read More...
રોનાલ્ડોનો સૌથી વધુ, 760 ગોલનો રેકોર્ડ

ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધારે ગોલ કોણે કર્યા તે મુદ્દે હજી સત્તાવાર સ્પષ્ટતા નથી કારણ કે ગ્લોબલ ગવર્નિંગ બોડી ફિફાએ તેનો રેકોર્ડ રાખ્યો નથી. પણ કેટલાક મીડિયા આઉટલેટ્સના રીપોર્ટ મુજબ રોનાલ્ડોએ ગોલની યાદીમાં ટોચના ખેલાડી, ઓસ્ટ્રો-ઝેક ખેલાડી જોસેફ બાઇકેનને પાછળ પાડી દીધો છે.

Read More...
થાઇલેન્ડ ઓપનમાં ભારતીય સ્પર્ધાનો સેમી ફાઇનલમાં જ અંત

થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શનિવારે સાત્વિક સાઈરાજ – અશ્વિની પોનપ્પાની જોડીનો મિક્સ્ડ ડબ્લ્સની સેમિફાઈનલમાં ટોપ સીડ જોડી ડેકાપોલ પુઆનારાનુક્રો અને સાપ્સીરી તેરાટ્ટાનાચાઈ સામે 20-22, 21-18, 21-21થી પરાજય થયો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
મુંબઈ શેરબજારના સેન્સેક્સે 50,000ની સપાટી કુદાવી રેકોર્ડ કર્યો

વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતને પગલે ભારતના મુઘ્ય શેરબજાર, મુંબઈમાં ગુરુવારે (21 જાન્યુઆરી) રેકોર્ડ નોંધાયો હતો. બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સવારના ટ્રેડિંગ દરમિયાન સૌ પ્રથમ વખત 50,000ની સપાટી કુદાવી ગયો હતો. ઇન્ટ્રા-ડે 300 પોઇન્ટ્સ ઉછળીને સેન્સેક્સ 50,126.73ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ ગયો હતો.
અહીં સુધી પહોંચતા સેન્સેક્સે 35 વર્ષની સફર ખેડી છે. આ સાથે જ સ્ટોક માર્કેટમાં રોકાણકારોની સંપત્તિ લગભગ 200 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ છે.

Read More...
લેમ્બ્રેટા સ્કૂટર્સનું ઉત્પાદન કરતી કંપની બંધ થશે

વિતેલા જમાનાનું લેમ્બ્રેટા સ્કૂટર અને વિક્રમ ટેમ્પો યાદ છે? આવા મશહૂર વ્હિકલનું ઉત્પાદન કરતી કંપની સ્કૂટર ઇન્ડિયા ટૂંકસમયમાં ભૂતકાળ બની જશે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બુધવારની બેઠકમાં લખનૌ સ્થિત સ્કૂટર્સ ઇન્ડિયાને બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Read More...
એલન મસ્ક પ્રદૂષણ ઘટાડતી ટેકનોલોજી વિકસાવનારને $100 મિલિયનનું ઇનામ આપશે

ટેસ્ટા ઇન્કના વડા બિલિયોનેર એલન મસ્કે ગુરુવારે ટ્વીટર પર જાહેરાત કરી હતી કે તેઓ કાર્બન ડાયોક્સાઇડના ઇમિનશનમાં ઘટાડો કરતી શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિકાસ કરનારને 100 મિલિયન ડોલરનું ઇનામ આપશે.
મસ્કે ટ્વીટરમાં જણાવાયું હતું કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટેના ઇનામ માટે 100 મિલિયન ડોલરનું દાન આપીશ. બીજા ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેની વધુ વિગત આગામી સપ્તાહે મળશે.

Read More...
રીઝર્વ બેન્કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને બે કરોડની પેનલ્ટી ફરમાવી

ભારતીય રિઝર્વ બેન્કે ગેરરીતિની માહિતીમાં વિલંબ બદલ ગુરુવારે વિદેશી બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડને રૂ.2 કરોડની પેનલ્ટી ફટકારી હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિરેક્ટન્સ 2016ના નિયમોનું પાલન ન કરવા બદ આ પેનલ્ટી ફટકાવામાં આવી છે. 31 માર્ચ 2018થી 31 માર્ચ 2019 દરમિયાન નાણાકીય સ્થિતિની તપાસ દરમિયાન એક ગેરરીતિની માહિતી બહાર આવી હતી. આ ગેરરીતિ અંગે બેન્કે રિઝર્વ બેન્કને સમયસર માહિતી આપી ન હતી.

Read More...
ભારતમાં એક સપ્તાહમાં વિક્રમજનક 534 કિમી નેશનલ હાઇવેનું નિર્માણ

ભારતમાં આઠ જાન્યુઆરીએ ચાલુ થયેલા સપ્તાહ દરમિયાન વિક્રમજનક 534 લાખ કિમી નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું. ભારતના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે એપ્રિલ 2020થી 15 જાન્યુઆરી 2021 દરમિયાન 8,169 કિમી નેશનલ હાઇવનું નિર્માણ કર્યું હતું. આમ દરરોજ 28.16 કિમીના નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું.

Read More...
  Entertainment

રામ મંદિરના ભંડોળ માટે અક્ષયની અપીલ

14 જાન્યુઆરીથી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે. સામાન્ય માણસથી લઈ રાષ્ટ્રપતિ, સાંસદો વગેરે તમામ લોકો પોતાની રીતે દાન આપી રહ્યા છે. હવે બોલીવૂડમાંથી સૌપ્રથમ અક્ષયકુમારે રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે અને આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
તેણે ટ્વીટર પર 1 મિનિટ 50 નો એક સેકન્ડ વીડિયો શેર કર્યો અને જણાવ્યું છે કે, તે આ અભિયાન સાથે જોડાયેલા છે, આ વીડિયોની નીચે લખ્યું છે કે, ‘ખુબ જ ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રીરામનાં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઇ ચુક્યું છે, હવે યોગદાનનો વારો આપણો છે, મેં શરૂઆત કરી છે, આશા છે કે તમે પણ જોડાશો, જય સિયારામ.’

Read More...

દિયા મિર્ઝા તેલુગુ ફિલ્મો ભણી….

દિયા મિર્ઝાએ હવે તેલુગુ ફિલ્મો તરફ પગરણ માંડ્યા છે. તે નાગાર્જુન સાથે ‘વાઇલ્ડ ડોગ’ ફિલ્મમાં દેખાશે. આ અંગે તેણે કહ્યું હતું કે, ‘૧૬ વર્ષની ઉંમરથી મને તેલુગુ ફિલ્મોમા કામ કરવાની ઓફર મળતી હતી. ત્યારે હું તેમને ના પાડતી હતી. હું અગાઉથી જ નાગાર્જુન સર સાથે કામ કરવાનું ઇચ્છતી હતી અને હવે ખરેખર હું ઉત્સાહિત છું કે આ ફિલ્મમાં મારે તેમની સાથે કામ કરવાનું છે.’
દિયાએ જણાવ્યું હતું કે, ‘હું સ્કૂલમાં તેલુગુ શીખી હતી. આથી હું તેલુગુ ભાષા વાંચી શકું છું, લખી શકું છું અને બોલી પણ શકું છું. હું આ ફિલ્મનું શુટિંગ શરૂ કરીશ એટલે બધુ જ નજર સમક્ષ આવશે. હું માનું છું કે કલાકાર તરીકે આપણે કોઇપણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર રહેવું જોઇએ કેમ કે આપણે વધુમાં વધુ સ્ટોરી સાથે સંકળાયેલા હોઇએ છીએ. મને આશા છે કે હું અનેક પ્રાદેશિક ફિલ્મો કરીશ. કારણ કે, હું માનું છું કે ત્યાં ઘણાંબધા રસપ્રદ કામ થઇ રહ્યા છે.’

Read More...

અર્જુન રામપાલ બનશે વિલન

અર્જુન તેની નવી ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનૌતે તાજેતરમાં પોતાની નવી ફિલ્મ ધાકડની રિલીઝ ડેટ જાહેર કરી હતી. અર્જુને આ ફિલ્મનું પ્રથમ લૂક ઇન્સ્ટાગ્રામ પર પોતાના એકાઉન્ટમાં શેર કર્યું છે. જેમાં તે એક કડક સ્વભાવ ધરાવતા પોલીસનો ઓફિસર ભજવશે. તેણે પોસ્ટર સાથે કેપ્શન લખ્યું છે કે, બૂમ એવીલ કા નયા માન હૈ -રૂદ્રવીર. આ ફિલ્મનો હિસ્સો બનવા માટે હું ઉત્સાહિત છું.

Read More...

દીપિકા-શાહરૂખ ફરીથી ફિલ્મમાં દેખાશે

શાહરૂખ ખાન ઘણા સમય પછી ફિલ્મમાં દેખાશે. તે તેની નવી ફિલ્મને કારણે ચર્ચામાં છે. અત્યારે બોલીવૂડમાં તેની પઠાણ ફિલ્મની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ કામ કરશે. આ જાહેરાત ખુદ દીપિકાએ કરી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે આ ફિલ્મમાં શાહરૂખ સાથે જોવા દેખાશે.

Read More...

સોનુ સૂદને કોર્ટમાંથી રાહત મળી નહીં

મુંબઇ હાઇકોર્ટે ગેરકાયદે બાંધકામ મુદ્દે સોનુ સૂદને રાહત આપી નથી. કોર્ટે આદેશ કર્યો છે કે, ગેરકાયદે બાંધકામ સામે બીએમસી યોગ્ય કાર્યવાહી કરે.
બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને સોનુ સૂદ પર આક્ષેપ કર્યો હતો કે સોનુએ નાણા મેળવવા જરૂરી મંજૂરી વગર ઘરમાં હોટેલ બનાવી હતી. જોકે, સોનુએ દાવો કર્યો હતો કે, તેણે કોર્પોરેશનની મંજૂરી લીધી હતી અને ફક્ત કોસ્ટલ ડિપાર્ટમેન્ટની મંજૂરીની રાહ હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store