ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના રાજપથ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા વિવિધ વિમાનનું ઉડાન કરવામાં આવ્યું હતું. (PTI Photo/Atul Yadav)

દેશના 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં ભારતે પોતાની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી. પ્રજાસત્તાક દિનની પરેડમાં સૌ પ્રથમ વખત રાફેલ વિમાનોએ ઉડાન ભરી હતી. લશ્કરી દળોએ ટી-90 ટેન્ક, સમવિજય ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને સુખોઇ-30 એમકેઆઇ ફાઇટર જેટનું પ્રદર્શન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રધ્ધાંજલી સાથે પ્રજાસત્તાક દિનની પરેડનો પ્રારંભ થયો હતો. 21 ગનની સલામી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગો લહરાવ્યો હતો. રાષ્ટ્રપતિએ સલામી લીધી હતી.
પ્રજાસત્તાક દિનની પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા નવ કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના ટેમ્બોમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિ વારસો અને આર્થિક સમૃદ્ધની ઝાંખી કરાવી હતી. ભારતની લશ્કરની ત્રણેય પાંખે આ પરેડમાં ભાગ લીધો હતો.

ભારતીય ભૂમિદળે રાજપથ પર યુદ્ધ ટેન્ક ટી-90એ પોતાની તાકાત દેખાડી હતી. 861 મિસાઈલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઈલ પ્રણાલીના ઑટોનોમસ લોન્ચરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ટૂંકડીનું નેતૃત્વ કેપ્ટન કમરૂલ જમાને કર્યુ હતું. 861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ છે.

ભારતીય નૌકાદળે ભારતીય યુદ્ધ જહાસ વિક્રાંત તથા 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરવામાં આવેલા નોકાદળની કાર્યવાહીની ઝાંખી કરાવી હતી.

હવાઇદળે તેમના ટેમ્બોમાં લાઇટ કોમ્બેટ એરફ્રાટ્સ તેજસ અને સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ધ્રુવાસ્ત્રનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સુખોઇ-30 MKI ફાઇટર જેટ અને રોહિણી રડાર સિસ્ટમ દર્શાવવામાં આવી હતી. પરેડમાં રાફેલ સહિત કુલ 38 યુદ્ધવિમાનોએ ભાગ લીધો હતો.

આ વર્ષે કોરોના મહામારીને કારણે પરેડમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. મહામારીને કારણે બીજા કેટલાંક ફેરફાર પણ થયા હતા. આ વર્ષની પરેડમાં કોઇ વિદેશી મહેમાન હાજર રહ્યાં રહ્યાં ન હતા.