(Photo by PAL PILLAI/AFP via Getty Images)

શાહરૂખ ખાન ઘણા સમય પછી ફિલ્મમાં દેખાશે. તે તેની નવી ફિલ્મને કારણે ચર્ચામાં છે. અત્યારે બોલીવૂડમાં તેની પઠાણ ફિલ્મની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ કામ કરશે. આ જાહેરાત ખુદ દીપિકાએ કરી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે આ ફિલ્મમાં શાહરૂખ સાથે જોવા દેખાશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, મેં શકુન બત્રાની ફિલ્મ માટે કામ શરૂ કર્યું છે, જે એક એવા સંબંધો પર આધારિત છે, જેનો અગાઉ ક્યારેય ફિલ્મોમાં ઉલ્લેખ જોવા મળ્યો નથી. આ ફિલ્મ એકશન થ્રીલર હશે.