પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ટેસ્ટા ઇન્કના વડા બિલિયોનેર એલન મસ્કે ગુરુવારે ટ્વીટર પર જાહેરાત કરી હતી કે તેઓ કાર્બન ડાયોક્સાઇડના ઇમિનશનમાં ઘટાડો કરતી શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિકાસ કરનારને 100 મિલિયન ડોલરનું ઇનામ આપશે.

મસ્કે ટ્વીટરમાં જણાવાયું હતું કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટેના ઇનામ માટે 100 મિલિયન ડોલરનું દાન આપીશ. બીજા ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેની વધુ વિગત આગામી સપ્તાહે મળશે.

પ્રદૂષણમાં ઘટાડાનાને ધ્યાનમાં રાખીને વિશ્વના મોટા ભાગના દેશોમાં વિવિધ યોજના બનાવામાં આવે છે, પરંતુ તેની ટેકનોલોજીના વિકાસ માટે ભાગ્યે જ કોઇ પ્રગતિ થઈ છે. હાલમાં કાર્બન ઇમિગેશનમાં ઘટાડા માટે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તેને હવામાંથી નાબૂદ કરવાના પ્રયાસ કરવામાં આવતા નથી. ટેસ્લાના અધિકારીઓએ આ અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી.

ઇન્ટરનેટ પેમેન્ટ કંપની પેપાલ હોલ્ડિંગની સહસ્થાપના બાદ તેનું વેચાણ કરનારા મસ્ક વિશ્વમાં સૌથી વધુ ભવિષ્યવાદી કંપનીઓના સર્જન માટે જાણીતા છે. ટેસ્લા ઉપરાંત તેઓ રોકેટ કંપની સ્પેસએક્સ અને ન્યૂરોલિન્કના વડા છે. ન્યૂરોલિન્ક એક સ્ટાર્ટઅપ છે, જે માનવના મગજને કમ્પ્યૂટર સાથે જોડવા માટે અલ્ટ્રા-હાઇ બેન્ડવિથ બ્રેઇન મશીન ઇન્ટરફેસ વિકસાવી રહી છે