Akshay Kumar
(Photo by STRDEL/AFP via Getty Images)

14 જાન્યુઆરીથી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે. સામાન્ય માણસથી લઈ રાષ્ટ્રપતિ, સાંસદો વગેરે તમામ લોકો પોતાની રીતે દાન આપી રહ્યા છે. હવે બોલીવૂડમાંથી સૌપ્રથમ અક્ષયકુમારે રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે અને આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

તેણે ટ્વીટર પર 1 મિનિટ 50 નો એક સેકન્ડ વીડિયો શેર કર્યો અને જણાવ્યું છે કે, તે આ અભિયાન સાથે જોડાયેલા છે, આ વીડિયોની નીચે લખ્યું છે કે, ‘ખુબ જ ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રીરામનાં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઇ ચુક્યું છે, હવે યોગદાનનો વારો આપણો છે, મેં શરૂઆત કરી છે, આશા છે કે તમે પણ જોડાશો, જય સિયારામ.’
અક્ષયે વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, તે પોતાની પુત્રીને એક વાર્તા સંભળાવી રહ્યો હતો, તમે સાંભળશો. વાત એવી હતી કે એક તરફ વાનરોની સેના હતી અને બીજી તરફ હતું લંકા અને બંને વચ્ચે મહાસાગર. હવે વાનર સેના મોટા-મોટા પથ્થરો ઉપાડીને સમુદ્રમાં નાખી રહી હતી.

મ સેતુનું નિર્માણ કાર્ય સીતા મૈયાને પાછા લાવવાનાં હતાં.અક્ષયે કહ્યું હતું કે, ‘હવે આજે આપણો વારો છે. આપણામાંથી કેટલાક વાનરો બને, કોઇ ખિસકોલી બને આપણી ક્ષમતા પ્રમાણે યોગદાન આપીને ઐતિહાસિક ભવ્ય મંદિર બનાવવામાં ભાગીદાર બનો. હું પોતે જ શરૂઆત કરું છું તમે પણ મારી સાથે જોડાવ, જેથી આગામી પેઢીઓને આ ભવ્ય મંદિરથી મર્યાદા પુરષોત્તમ રામનાં જીવન અને સંદેશ પર ચાલવાની પ્રેરણા મળતી રહે, જય શ્રી રામ.’