Vol. 3 No. 252 About   |   Contact   |   Advertise 10th Jun 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લોકડાઉન નિયંત્રણો 21 જૂનના બદલે બે વીક મોડા ઉઠાવાશે?

ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હીટી અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે તા. 7 જૂનના રોજ કેબિનેટ મિનિસ્ટરો સમક્ષ કોરોનાવાઇરસ રોગચાળાની સ્થિતી “એકદમ વિકરાળ” હોવાનું વર્ણન કરતાં લોકડાઉનને સરળ કરવા માટેના બ્રિટનના રોડમેપમાં એક પખવાડિયાનો વિલંબ થઈ શકે છે. તેમની “ડાઉનબીટ” કરતી બ્રીફિંગ પછી કેબિનેટ મિનિસ્ટરો વધુ નિરાશાવાદી થયા છે.
બીજી તરફ વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે 21 જૂનથી પ્રતિબંધો હળવા ન થઇ શકે તેવું સૂચવવા માટે “ડેટામાં કશું જ નથી”. સરકાર કેસની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા પર નજર રાખશે. સરકારની સોશ્યલ ડિસ્ટન્સીંગની સમીક્ષા પ્રકાશિત કરવામાં આવે ત્યારે જોન્સન સોમવારે આ અંગેની ઔપચારિક જાહેરાત કરશે તેવી અપેક્ષા છે.

Read More...
હેરી – મેગનને ત્યાં પુત્રીનો જન્મ: નામ લીલીબેટ ‘લીલી’ ડાયના રાખ્યું

મહારાણી એલિઝાબેથ અને શાહી પરિવારે અમેરિકા સ્થિત દંપતી પ્રિન્સ હેરી અને મેગન માર્કલને તેમની પુત્રીના જન્મ માટે અભિનંદન આપ્યા છે. દિકરીનું નામ મહારાણીના હુલામણા નામ લીલીબેટ અને સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના નામ પરથી ‘લીલીબેટ ‘લીલી’ ડાયના માઉન્ટબેટન-વિન્ડસર’ રાખવામાં આવ્યું છે. પ્રિન્સ હેરી અને મેગનનું આ બીજું સંતાન છે અને તેમને આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસર નામનો બે વર્ષનો પુત્ર છે. તેમની પુત્રી શાહી પરિવારની 11મી પ્ર-પૌત્રી હશે.

Read More...
ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ખરીદનારાને નવા ઘરની કિમતમાં 50% સુધી ડિસ્કાઉન્ટ

ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ઘર ખરીદવા માંગતા લોકોને ‘ફર્સ્ટ હોમ્સ’ યોજના અંતર્ગત નવા બનાવાયેલા ઘરની કિમતમાં 50% સુધી ડિસ્કાઉન્ટ અપાશે. તે રકમ £100,000 કે તેથી વધુની હોઇ શકે છે. આ રીતે ખરીદવામાં આવેલી સંપત્તિ પણ મળેલું ડિસ્કાઉન્ટ તે વ્યક્તિ બીજા નવા ખરીદનારને એટલે કે ફર્સ્ટ ટાઇમ બાયરને વેચે તો તેને આપવાનું રહેશે.

Read More...
કોરોના નિયંત્રણોમાં રાહતને પગલે ગુજરાતમાં જનજીવન ફરી ધબકતું થયું

કોરોનાની બીજી લહેરે આશરે બે મહિના સુધી કેર વર્તાવ્યા બાદ જૂનના પ્રારંભથી કોરોના નિયંત્રણોમાં રાહતને પગલે ગુજરાત ફી ધમધમતું થયું હતું. રાજ્યમાં હવે બજારો, જાહેર પરિવહન સેવા, સરકારી અને ખાનગી ઓફિસો અને કોર્ટે ફરી ચાલુ થઈ છે.રાજ્યમાં એપ્રિલ અને મે મહિનાં દૈનિક ધોરણે સ.રેરાશ 10,000થી વધુ નવા કેસ નોંધાતા હતા. પરંતુ તે 6 જૂને ઘટીને 800થી નીચે આવી ગયા હતા.કોરોનાના પ્રકોપમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે 4 જૂનથી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાની છૂટ આપી હતી.

Read More...
વિજય માલ્યાની રૂા. 5,600 કરોડની સંપત્તિનો કબજો લેવા બેન્કોને કોર્ટની મંજૂરી

બે અલગ-અલગ આદેશમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે એસબીઆઈના વડપણ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની રૂ.5,600 કરોડની જપ્ત સંપતિ ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે.વિજય માલ્યા આશરે રૂ.9000 કરોડની બેન્ક લોન ડિફોલ્ટ કેસમાં આરોપી છે.ગયા 24 મેએ આપવામાં આવેલ એક આદેશમાં કોર્ટે વિજય માલ્યાની કુલ રૂ.4,233 કરોડની જપ્ત સંપતિ બેન્કોને સોંપવાના આદેશ અપાયા હતા. પીએમએલએ કોર્ટ તરફથી મંગળવારે આપવામાં આવેલ આદેશમાં રૂ.1411 કરોડની સંપતિ બેન્કોને આપવાના આદેશ અપાયા છે.

Read More...
જી7 સમિટમાં વૈશ્વિક રસીકરણ માટે 2022ના અંતનો લક્ષ્યાંક નક્કી કરતા બોરિસ જોન્સન

વડા પ્રધાન બોરિસ જોન્સન કોર્નવૉલમાં યોજાનારી લીડર્સ સમિટમાં સાથી જી7 નેતાઓને 2022ના અંત સુધીમાં કોરોનાવાયરસ સામે સમગ્ર વિશ્વને રસી આપવા નક્કર પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા હાકલ કરશે એમ ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે.શુક્રવારથી શરૂ થનારી આ મીટિંગ, કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યા પછીની જી-7 નેતાઓ વચ્ચેની પહેલી બેઠક છે અને સમિટના પ્રમુખ તરીકેનું યુકે સ્થાન સંભાળી રહ્યું છે. અતિથિ દેશ તરીકે ભારતને આમંત્રણ અપાયું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

Read More...
બેટલી અને સ્પેન પેટાચૂંટણી: મુસ્લિમ મતદારોનો લેબરને જાકારો

વેસ્ટ યોર્કશાયર મેટ્રો મેયર તરીકે ચૂંટાયેલા લેબરના ટ્રેસી બ્રાબિનના રાજીનામા બાદ ખાલી પડેલી બેટલી અને સ્પેનની એમપીની પેટાચૂંટણીને હવે માત્ર ત્રણેક સપ્તાહની વાર છે ત્યારે શહેરના દક્ષિણ એશિયન સમુદાયોમાં રાજકીય સંદેશાઓ મતદારોના ફોન્સ પર અગ્નિની જેમ ફેલાઈ રહ્યા છે.2019માં લેબર ફક્ત 3,525ની બહુમતીથી જીત્યુ હતું પણ ટોચના 15 મત વિસ્તારોમાં મુસ્લિમ મતદારો સૌથી પ્રભાવશાળી છે

Read More...
કોવિડથી કોઇનું મૃત્યુ નહિં

આપણે સૌ જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છીએ તેવા દિવસો નજીક આવતાં જણાઇ રહ્યા છે. જી હા, મંગળવાર તા. 1 જૂનનો દ્વસ આજીબોગરીબ રહ્યો હતો અને એક પણ પુખ્ત વ્યક્તિનું કોવિડ રોગચાળાના કારણે મરણ થયું ન હતું. તેની પાછળ લૉકડાઉન, રસીકરણ, કોરોનાવાયરસની સુધરેલી સમજ અને વધુ સારી સારવાર છે.

Read More...
પુખ્ત વયના અડધા લોકોએ રસીના બન્ને ડોઝ મેળવી લીધા

દેશમાં વસતા પુખ્ત વયના અડધા લોકોએ સંપૂર્ણ રસી મેળવી લીધી છે પરંતુ બીજી તરફ 33 ટકા એવી કાઉન્સિલ્સ પણ છે જેની વસ્તીના અડધા ભાગના પુખ્ત વયના લોકે રસીના બન્ને ડોઝ લેવાના બાકી છે. આમ છતા સરકારે ગુરૂવાર તા.

Read More...
ભારતના અનેક રાજ્યોમાં અનલોકનો પ્રારંભ

ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દૈનિક કેસો ઘટીને 61 દિવસના નીચા સ્તરે આવી જતાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા સહિતના રાજ્યોએ સોમવાર, 7 જૂનથી એનલોકની પ્રક્રિયા ચાલુ કરી હતી. 3 ના રોજ રાષ્ટ્રીય કક્ષાએ સીમાચિહ્નરૂપે અડધા લોકોએ રસી લઇ લીધી તે ળતાને બિરદાવી હતી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રસીકરણનું સ્તર ઓછું હોય તેવા સમુદાયો પર વધુ જોખમ આવી શકે છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતનું ફોરેક્સ રીઝર્વ 600 બિલિયન ડોલરથી વધુનું થયું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વડા શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે જંગી મૂડીપ્રવાહને પગલે ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો 600 બિલિયન ડોલરની વિક્રમજનક સપાટીને પાર થઈ ગઈ હોવાનો અંદાજ છે.

Read More...
નેસ્લેની 60 ટકા ફૂડ એન્ડ ડ્રિન્ક પ્રોડક્ટ્સ અનહેલ્થીઃ રીપોર્ટ

વિશ્વની સૌથી મોટી ફૂડ કંપની કંપની નેસ્લે એસએની 60 ટકા ફૂડ એન્ડ ડ્રિન્ક પ્રોડક્ટ્સ હેલ્થ એન્ડ ન્યુટ્રીશનની માન્ય વ્યાખ્યામાં ખરી ઉતરતી નથી, એમ ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
મુકેશ અંબાણીએ સ્વૈચ્છાએ વેતન જતું કર્યું

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2021ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી એક પણ રૂપિયાનો પગાર લીધો નથી.

Read More...
ભારતમાં સબમરિન નિર્માણના મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી

ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે આશરે રૂ.43,000 કરોડના ખર્ચ સાથે સ્વદેશી ધોરણે છ પરંપરાગત સબમરિનનના નિર્માણને મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

Read More...
કોરોનાના બીજા મોજાથી એરલાઇન ક્ષેત્રને $8 બિલિયનના નુકસાનનો અંદાજ

કોરોના મહામારીની બીજા લહેરના કારણે ભારતના એરલાઇન્સ સેક્ટરને વર્ષ 2022 સુધીમાં 8 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.

Read More...
P&G સાણંદમાં રૂ.500 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે

અમેરિકાની મલ્ટિનેશનલ કન્ઝ્યુમર ગુડ્સ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) પોતાની હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતમાં રુ.500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના કરશે.

Read More...
  Entertainment

અજય કહે છે….એક બંગલા બને ન્યારા….

કોરોના વાઇરસ મહામારીને કારણે અનેક ક્ષેત્રમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. પરંતુ બોલીવૂડની કેટલીક સેલીબ્રિટિઝને આ વાત લાગુ પડતું નથી.

Read More...

વિવેક ઓબેરોયનું સેવાકાર્ય

છેલ્લા કેટલાક સમયથી વિવેક ઓબેરોય ફિલ્મો ઓછો જોવા મળે છે. પરંતુ તેના સેવાકાર્યોમાં વ્યસ્ત રહે છે. અત્યારે તે કેન્સરગ્રસ્ત બાળકો માટે ભંડોળ એકત્ર કરી રહ્યો છે.

Read More...

નવાઝુદ્દીન સિદ્દીકી વિલનની ભૂમિકામાં

નવાઝુદ્દીન સિદ્દિકી તેની નવી ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ છે.

Read More...

બીજાને મદદ કરવા દિશા પટણીની અપીલ

અત્યારે વિશ્વભરના લોકો કોરોના વાઇરસ મહામારીથી ગંભીર રીતે ત્રસ્ત છે. કોરોનાએ અનેક લોકોનું આર્થિક, સામાજિક અને પારિવારિક જીવન ખોરવી નાખ્યું છે.

Read More...

નાગરિકો નૈતિક ફરજ નિભાવેઃ રવિના

ઘણા સમયથી હિન્દી ફિલ્મોમાંથી ગાયબ રહેલી રવિના ટંડને તાજેતરમાં કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેણે વેક્સિનેશન માટે આગળ નહીં વધનારા લોકોના એટિટયૂડ સામે વાંધો ઉઠાવ્યો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store