No contact with Mallya, drop from case: Lawyer's submission to court
(Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

બે અલગ-અલગ આદેશમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે એસબીઆઈના વડપણ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની રૂ.5,600 કરોડની જપ્ત સંપતિ ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે. વિજય માલ્યા આશરે રૂ.9000 કરોડની બેન્ક લોન ડિફોલ્ટ કેસમાં આરોપી છે.

ગયા 24 મેએ આપવામાં આવેલ એક આદેશમાં કોર્ટે વિજય માલ્યાની કુલ રૂ.4,233 કરોડની જપ્ત સંપતિ બેન્કોને સોંપવાના આદેશ અપાયા હતા. પીએમએલએ કોર્ટ તરફથી મંગળવારે આપવામાં આવેલ આદેશમાં રૂ.1411 કરોડની સંપતિ બેન્કોને આપવાના આદેશ અપાયા છે. આ બન્ને આદેશ બાદ કોર્ટે પ્રથમદર્શીય રીતે વિજય માલ્યા અને તેમની કંપનીઓને એકાઉન્ટમાં ગેરરીતિ અને ફંડના દુરૂપયોગ કરવા બદલ દોષીત ઠેરવવામાં આવ્યો છે.

પીએમએલએ કોર્ટના જજ જે સી જગદાલે જણાવ્યું કે, બેન્કોએ વિજય માલ્યાની કંપની જે લોન આપી હતી, વર્તમાન સ્થિતિમાં અસલ નુકશાનનું આકલન કરવું મુશ્કેલ છે. પરંતુ બેન્કોના રૂ.6,200 કરોડના નુકસાનના દાવા કાલ્પનિક પણ નથી. પીએમએલએ કોર્ટે આદેશમાં જણાવ્યું કે, નોંધનીય વાત એ છે કે લોન સ્કેમમાં રિકવરીનો દાવો કરતી બેન્ક જાહેર ક્ષેત્રની બેન્ક છે અને આ જનતાના પૈસાથી લોન આપે છે.