(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

નવાઝુદ્દીન સિદ્દિકી તેની નવી ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવતો  જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ છે. ટાઇગર શ્રોફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીની હવે સિકવલ હીરોપંતી ટુ લાંબાસમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક માહિતી બહાર આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મમાં ટાઇગર શ્રોફની સામે વિલનના પાત્રમાં નવાઝુદ્દીન સિદ્દિકીની એન્ટ્રી થશે. ગયા વરસે જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું પ્રથમ શેડયુલનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. જોકે ત્યાં સુધી નવાઝુદ્દીન આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે તેનો કોઇ ઉલ્લેખ નહોતો. હવે ફિલ્મના અપડેટના અનુસાર, ફિલ્મમાં નવાઝુદ્દીન એક ગુંડાના પાત્રમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તે ટક્કર લેતો જોવા મળશે. ટાઇગર અને નવાઝુદ્દીન બીજી વખત રૂપેરી પડદે સાથે કામ કરશે. આ પહેલા તેઓ મુન્ના માઇકલમાં સાથે જોવા મળ્યા હતા. હીરોપંતી ટુમાં ટાઇગર સાથે અભિનેત્રી તારા સુતરિયા  જોવા મળશે.