(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

છેલ્લા કેટલાક સમયથી વિવેક ઓબેરોય ફિલ્મો ઓછો જોવા મળે છે. પરંતુ તેના સેવાકાર્યોમાં વ્યસ્ત રહે છે. અત્યારે તે કેન્સરગ્રસ્ત બાળકો માટે ભંડોળ એકત્ર કરી રહ્યો છે. વિવેક  આવનારા ત્રણ મહિના માટે ૩,૦૦૦થી પણ વધુ આવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છે. તે પોતાના તરફથી તો યોગદાન આપી રહ્યો છે પરંતુ અન્યો પાસે પણ સેવાકાર્યમાં સહકાર ઇચ્છી રહ્યો છે. તે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લાઇવ જોવા મળ્યો હતો અને તેણે દરેક ક્ષેત્રના લોકો પાસેથી યથાશક્તિ મદદની વિનંતી કરી હતી. તેણે જણાવ્યું હતું કે વ્યક્તિનું રૂ. એક હજારનું પણ દાન સીપીએની ફૂડ બેન્કને કેન્સરગ્રસ્ત બાળકો અને તેના પરિવારને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે મદદ કરી શકે છે.

તેણે કહ્યું હતું કે, આ લોકો કેન્સર સામે લડી રહ્યા છે. આવો આપણે એક નિશ્ચય કરીએ કે તેમને ભૂખથી લડવું ન પડે. ચાલો આપણ ભેગા મળીને આ કપરા સમયમાં એક બીજાની મદદ કરીએ, એમ કહીને વિવેકે પોતાનો વીડિયો પુરો કર્યો હતો. કેન્સર પીડીત ગરીબ બાળકોના માતા-પિતા પોતાના બાળકની સારવારમાં તેમને પૂરતું ભોજન આપી શકે એ માટે પોતાનો આહાર ઓછું કરીને તે બચાવતા હોય છે. બાળકને સાજા થવા માટે યોગ્ય પોષણ જરૂરી હોય છે. તેથી વિવેક એ બાબતે ધ્યાન આપી રહ્યો છે બાળકો સાથે તેમના માતા-પિતા પણ ભૂખ્યા ન રહે.