વિશ્વની સૌથી મોટી ફૂડ કંપની કંપની નેસ્લે એસએની 60 ટકા ફૂડ એન્ડ ડ્રિન્ક પ્રોડક્ટ્સ હેલ્થ એન્ડ ન્યુટ્રીશનની માન્ય વ્યાખ્યામાં ખરી ઉતરતી નથી, એમ ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલ બાદ કંપનીએ જણાવ્યું હતું કે તે તેની પ્રોડક્ટ્સની ન્યુટ્રન્ટ પ્રોફાઇલમાં વધારો કરવા સમગ્ર પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોની ફેરવિચારણા કરી રહી છે.
નેસ્લેના આંતરિક દસ્તાવેજને ટાંકીને આ અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી ફૂડ કંપની નેસ્લે કબુલ્યું છે કે તેની મુખ્યપ્રવાહમાં રહેલી 60 ટકા ફૂડ અને ડ્રિન્ક પ્રોડક્ટ્સ હેલ્થની માન્ય વ્યાખ્યામાં ખરી ઉતરી નથી અને આપણે ગમે તેટલું ઇનોવેશન કરીએ પરંતુ કેટલીક કેટેગરી અને પ્રોડક્ટ્સ ક્યારેય હેલ્થી બનશે નહીં.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નેસ્લેના સીનિયર એક્ઝિક્યૂટીવની આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ બેઠકમાં પ્રેજેન્ટેશન દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, કંપનીના ફૂડ એન્ડ બેવરેજ પ્રોડક્ટ્સના ફક્ત 37 ટકાની ઓસ્ટ્રેલિયાના હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ અનુસાર 3.5 ટકાથી વધુનું રેટિંગ છે. આ સિસ્ટમમાં ફૂડ પ્રોડક્ટ્સને 5માંથી સ્કોર આપવામાં આવે છે અને ઘણાં બધા ઈન્ટરનેશનલ ગ્રુપ રિસર્ચમાં આ સિસ્ટમનો ઉપયોગ કરે છે.
નેસ્લ એસએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની તેની ન્યુટ્રીશન અને હેલ્થ વ્યૂહરચનાને અપડેટ કરકવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પ્રોડક્ટ્સ પોષણની જરૂરિયાત પૂરી કરે અને સંતુલિત આહારને સપોર્ટ કરે તે માટે તેના સમગ્ર પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોની વિચારણા કરી રહી છે.