Vol. 3 No. 257 About   |   Contact   |   Advertise 15th July 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
19 જુલાઇથી કોવિડ નિયંત્રણોનો અંત

હજ્જારો લોકોને મોતના મુખમાં હોમનારા અને સેંકડો લોકોને પથારીવશ કરનાર કાળમુખા કોરોનાવાઇરસ રોગચાળાને કાબુમાં લેવા માટે લાદવામાં આવેલા લોકડાઉન પ્રતિબંધોનો 16 મહિના પછી 19 જુલાઇના ‘આઝાદીના દિવસે’ અંત આણવાનો સરકારે નિર્ણય કર્યો છે.

Read More...
યુરો કપમાં પરાજય પછી હિંસા: રેસિસ્ટ હુમલાઓની ભરમાર

યુરો કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ઇટાલી સામે રવિવાર 11 જુલાઇના રોજ હાર થયા બાદ ઉજવણી અને શોક બંને જોવા મળ્યા હતા. કમનસીબે આ વખતે ઇંગ્લેન્ડના ચાહકોનુ કદરૂપું પાસુ જોવા મળ્યું હતું.

Read More...
યુકે પ્રવેશ માટે ‘ગોલ્ડન વિઝા’નો ઉપયોગ 254 ભારતીય મિલિયોનેર્સે કર્યો

ભારતના કુલ 254 મિલિયોનેરે વર્ષ 2008માં ‘ગોલ્ડન વિઝા’ રૂટ ખુલ્યા બાદ બ્રિટનમાં મોટુ રોકાણ કરી યુકેમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હોવાનું યુકે સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી ચેરિટી સ્પોટલાઇટ ઓન કરપ્શન દ્વારા સોમવારે જાહેર કરાયેલા નવા અહેવાલમાં જણાવાયું છે.

Read More...
કોરોના નિયંત્રણો વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સંપન્ન

અમદાવાદમાં કોરોના નિયંત્રણોની વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નગરચર્યા કરીને ચાર કલાકમાં સંપન્ન થઈ હતી. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી.

Read More...
મોદી પ્રધાનમંડળના મેગા વિસ્તરણ પહેલા 12 પ્રધાનોના રાજીનામા

નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના બુધવારે સાંજે મેગા પુનર્ગઠન અને વિસ્તરણ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિતના 12 કેન્દ્રીય પ્રધાનોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Read More...
મોદી કેબિનેટની મેગા પુનર્રચના, વિસ્તરણ: 43 નવા પ્રધાનોનો સમાવેશ

મોદી કેબિનેટની મેગા પુનર્રચના અને વિસ્તરણ બુધવારે, 7 જુલાઇએ સાંજે કરાઈ હતી. પ્રધાનમંડળમાં કુલ 43 નવા પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 15 કેબિનેટ પ્રધાન અને 28 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ કરાયો હતો.

Read More...
ગુજરાતમાંથી પાંચ સાંસદોને મોદી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, મનસુખ માંડવિયા આરોગ્ય પ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કરેલા કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના પાંચ સાંસદોએ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મનસુખ માંડવિયાને આરોગ્ય અને કેમિકલ પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે પરષોતમ રુપાલાને પશુપાલન ડેરી અને ફિશરી પ્રધાન પ્રધાન બનાવવામાં આવ્યા છે.

Read More...
ગુજરાતમાં કોરોના નિયંત્રણોમાં વધુ છૂટછાટઃ હવે માત્ર 8 શહેરોમાં કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડા બાદ રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ-12ની સ્કૂલો તથા કોલેજો ફરી ખુલશે

ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.

Read More...
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની જાહેર નોટિસઃ ‘મારી પત્ની કહ્યાંમાં નથી, કોઇ વ્યવહાર ન કરવો’

ગુજરાત કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ મંગળવારે વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને તેમના પત્ની સાથે કોઇપણ નાણાકીય કે બીજા વ્યવહાર ન કરવા લોકોને તાકીદ કરી હતી.

Read More...
ગુજરાતમાં વસતિ નિયંત્રણ માટે નવા કાયદાની વિચારણા

ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે.

Read More...
ઢાકાની જ્યુસ ફેક્ટરીમાં ભીષણ આગથી 52 લોકોના મોત, 50 ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છ માળની જ્યુસ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા હતા અને આશરે 50 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

Read More...

  Sports
યોકોવિચની વિમ્બલ્ડન ટાઈટલની હેટટ્રિક

ઈટાલીના બેરેટીનીને ચાર સેટના લાંબા સંર્ઘષમાં હરાવી સર્બિયાના યોકોવિચે વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાની હેટટ્રિક નોંધાવવા સાથે 20મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવી સૌથી વધુ ગ્રાંડ સ્લેમ તાજના રેકોર્ડમાં રોજર ફેડરર અને રફેલ નાડાલની બરોબરી કરી હતી.

Read More...
ઈન્ડિયન અમેરિકન સમીર બેનર્જી વિમ્બલ્ડન બોયઝ ચેમ્પિયન

વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં ગયા સપ્તાહે 17 વર્ષનો ઈન્ડિયન અમેરિકન કિશોર સમીર બેનરજી બોયઝ ચેમ્પિયન બન્યો હતો.

Read More...
બ્રાઝિલને ૧-૦થી હરાવી કોપા અમેરિકામાં આર્જેન્ટીના વિજેતા

એંજલ ડી મારિયાના જબરજસ્ત ગોલ સાથે આર્જેન્ટીનાએ રવિવારે કોપા અમેરિકાની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલને ૧-૦થી હરાવીને ૨૮ વર્ષે કોપા અમેરિકા ફૂટબોલનો તાજ ધારણ કર્યો હતો.

Read More...
ઈંગ્લેન્ડનું સપનું રોળાયું, ઈટાલી યુરો કપ ચેમ્પિયન

ફાઈનલનો ફેંસલો પેનાલ્ટી શૂટાઉટમાં કરવાનો આવતાં ઈટાલીના યુવા ગોલકીપરે ઈંગ્લેન્ડના એક ખેલાડીની કિક અટકાવી દેતાં યુરોકપ ફૂટબોલનો તાજ મેળવવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાઈ ગયું હતું અને ઈટાલી 53 વર્ષ પછી ફરી ચેમ્પિયન બન્યું હતું.

Read More...
ભારત – શ્રીલંકા શ્રેણીની પ્રથમ વન-ડે હવે ૧૮ જુલાઈએ રમાશે

શ્રીલંકાના બેટીંગ કોચ અને ડેટા એનાલિસ્ટને કોરોનાનો ચેપ લાગતાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડે મળી બંને દેશોની વન-ડે શ્રેણીનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
કેઇર્ન કેસમાં ભારતની પેરિસ સ્થિત 20 સંપત્તિ સ્થગિત કરવા ફ્રેન્ચ કોર્ટનો આદેશ

બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીએ ભારત સરકાર સાથેના 1.7 બિલિયન ડોલરના ટેક્સ વિવાદમાં વળતર વસૂલ કરવા માટે સરકાર વિરુદ્ધ કરેલા કેસમાં ફ્રાન્સની કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ફ્રાંસની કોર્ટે ફ્રાન્સમાં આવેલી ભારત સરકારની આશરે $24 મિલિયનની 20 પ્રોપર્ટી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જોકે ભારત સરકારે આવો કોઇ આદેશ મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો
કેઇર્ન એનર્જીએ જણાવ્યું હતું કે ફ્રાન્સની કોર્ટે પેરિસ ખાતેની ભારત સરકારની કેટલીક પ્રોપર્ટી જપ્ત કરવાની તેની પિટિશન સ્વીકારી છે. કંપનીનો આંતરરાષ્ટ્રીય લવાદ કેસમાં 1.2 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં વિજય થયો હતો અને તે સરકાર પાસેથી આ નાણાની વસૂલાત માટે પ્રયાસ કરી રહી છે.

Read More...
યુકે-ઇન્ડિયા ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગની પ્રથમ બેઠક યોજાઈ

ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બ્રિટન અને ભારત વચ્ચેના ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ (FMD)ની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક 9 જુલાઇએ યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં સહકારમાં વધારો કરવાની નોંધપાત્ર તક હોવા અંગે સહમતી સધાઈ હતી.
આ બેઠકમાં ચાર મુખ્ય મુદ્દા પર સહકારમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ ચાર મુદ્દામાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટી) સિટી, બેન્કિંગ એન્ડ પેમેન્ટ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે. બેઠકની આગેવાની બ્રિટનના નાણામંત્રાલય અને ભારતના નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ લીધી હતી અને તેમાં બંને દેશોની સ્વતંત્ર નિયમનકારી એજન્સીઓએ ભાગ લીધો હતો.

Read More...
ગૂગલની ઇજારાશાહી સામે અમેરિકાના ૩૬ રાજ્યોએ કેસ કર્યો

સર્ચ એન્જિન ગુગલની ડિજિટલ ઇજારાશાહી સામે અમેરિકાનું વહીવટીતંત્ર જાગ્યું છે. અમેરિકાના ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ કરતા આરોપ મૂક્યો છે કે એન્ડ્રોઇડ એપ માટેનો કંપનીનો પ્લે સ્ટોર એન્ટ્રીટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન કરે છે. કેસમાં ખાસ કરીને ડિજિટલ ગૂડ્સ અને સર્વિસિસના વેચાણ માટે ડેવલપર્સ પાસેથી ગૂગલ દ્વારા વસૂલ કરવામાં આવતી 30 ટકા ફી પર ફોકસ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્રેણીબદ્ધ એક્સક્લૂસિવ કન્ટેન્ટ મારફત બિનસ્પર્ધાત્મક રીતરસમો દ્વારા ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સને આક્રમક સ્પર્ધાથી વંચિત રાખ્યા છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સ અને ઉટાહ, નોર્થ કેરોલિના અને ટેનેસીના એટર્ની જનરલ જનરલોએ સંયુક્ત રીતે એપ ડેવલપરો ગૂગલ પ્લે સ્ટોર દ્વારા જ એપ ઇન -એપ ડિજિટલ કન્ટેન્ટ વેચી શકે તેવી વ્યવસ્થાની ફરજ પાડવાનો કંપની પર આરોપ મૂક્યો હતો.

Read More...
ગુજરાતના પ્રસિદ્ધ ભાલિયા ઘઉંની પ્રથમવાર કેન્યા-શ્રીલંકામાં નિકાસ

જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટીફાઈડ ભાલિયા જાતના ઘઉંના પહેલા જથ્થાની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકાને નિકાસ કરવામાં આવી હતી, એમ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. ભાલિયા ઘઉંને જુલાઈ 2011માં જીઆઇ ટેગ મળ્યો હતો. જીએ સર્ટિફિકેશનનું રજિસ્ટ્રેશન આણંદ કૃષિ યુનિવર્સિટીએ કરાવ્યું હતું.
જીઆઈ કાયદા હેઠળ, કોઈ ઉત્પાદનની ઓળખ કોઈ સ્પેશયલ સેક્ટરમાં નિર્મિત કે ઉત્પાદિત વસ્તુ તરીકે કરવામાં આવે છે. તેની એક વિશિષ્ટ ખાસિયાત હોય છે જે તે ભૌગોલિક ક્ષેત્રને કારણે હોય છે. આ એક કાયદાકીય અધિકાર છે, જે હેઠળ જીઆઈ ધારક અન્યોને સમાન નામનો ઉપયોગ કરતા રોકી શકે છે.

Read More...
કેનેડામાં ટ્રેડમાર્ક ઉલ્લંઘનના કેસમાં અમૂલનો વિજય

કેનેડામાં ટ્રેડમાર્ક ઉલ્લંઘનના એક કેસમાં અમૂલનો વિજય થયો છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અપેલેટ બોર્ડ ઓફ કેનેડાએ તાજેતરમાં ભારતની પ્રખ્યાત અને સૌથી મોટી ડેરી અમૂલના ટ્રેડમાર્કને માન્યતા આપી હતી. અમૂલે ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં અમુલ કેનેડા અને ચાર લોકો (મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ) સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો.
જાન્યુઆરી, 2020માં અમૂલને જાણવા મળ્યું હતું કે આ ગ્રુપે અમૂલ ટ્રેડમાર્કની નકલ કરી છે અને તેમના લોગો અમૂલ – ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાની પણ નકલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિન્ક્ડઈન પર આની ફેક પ્રોફાઈલ પણ બનાવી હતી.

Read More...
મેટ્રિમનીડોટકોમ અને શાદીસાગાનું રૂા. 11 કરોડમાં મિલન

મેટ્રિમનીડોટકોમ લિમિટેડે રૂ.11 કરોડના કેશ સોદામાં ઓનલાઇન વેડિંગ સર્વિસ કંપની ShaadiSaga.comની માલિક કંપની બોટમેન ટેકને હસ્તગત કરી છે. આ ડીલથી ચેન્નાઇ સ્થિત લિસ્ટેડ કંપની મેટ્રિમનીડોટકોમને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તેની હાજરીમાં વધારો કરવામાં મદદ મળશે. તેનાથી તે ભારતની ઓનલાઇન વેડિંગ સર્વિસમાં અગ્રણી ખેલાડી બનવામાં પણ મદદ મળશે. આ એક્વિઝશનને પગલે સાદીસાગાના સ્થાપકો હિમાંશુ કાપસિમે (સીઇઓ) અને મનીષ ગર્ગ (સીઓઓ) તથા સીપીઓ નીરજ પટેલ સિનિયર ભૂમિકામાં મેટ્રિમનીમાં સામેલ થશે.

Read More...
  Entertainment

ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન

બોલિવુડમાં ટ્રેજડી કિંગ તરીકે જાણીતા લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે બુધવાર સવારે નિધન હતું. આ દિગ્ગજ કલાકારની અલવિદાથી સમગ્ર બોલિવૂડમાં શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલીપ કુમારના નિધનથી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અને અમિતાભ બચ્ચન સહિતની બોલિવૂડની હસ્તીઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ દિલીપ કુમારના પત્ની સાયરાબાનો સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટર પર લખ્યું હતું કે દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે.
લાંબી માંદગી બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને 30 જૂને હિંદુજા હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા.

Read More...

ફિલ્મોમાં કેવી રીતે પ્રવેશ્યા?

બોલિસ્ટાર દિલીપ કુમારના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. એક એક્ટરમાંથી લેજેન્ડ બનવા સુધીની સફર સરળ ન હતી. 65થી વધુ ફિલ્મમાં કામ કરનારા દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ પેશાવરમાં થયો હતો. માતા-પિતાએ તેમનું નામ મોહમ્મદ યુસુફ ખાન રાખ્યું હતું, પરંતુ મુંબઈ આવ્યા પછી ફિલ્મોમાં તેમને દિલીપ કુમાર નામથી ઓળખ મળી હતી. તેમના નામ બદલવાની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
દિલીપ સાહેબને કુલ 12 ભાઈ-બહેન હતા. તેમનું બાળપણ ઘણી ખરાબ સ્થિતિમાં પસાર થયું, તેમના પિતા પરિવાર સાથે મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા પછી પરિવારને અનેક આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો. દિલીપ કુમારે શાળાકીય અભ્યાસ નાસિકના દેવલાલીમાં બાર્ન્સ સ્કૂલથી કર્યો હતો. આ જ શાળામાં રાજ કપૂર પણ અભ્યાસ કરતા હતા. રાજ કપૂર અને દિલીપ કુમાર બાળપણના મિત્રો હતા. બન્ને એકસાથે જ મોટા પણ થયા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store